પોતાને પણ લપેટમાં લેવા પ્રયાસ કરાયાનો દાવો કરતા કર્ણાટકના સહકાર મંત્રીએ કહ્યું: વિવિધ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે
હનીટ્રેપમાં ફસાવી દેવા માટે 48 જેટલા રાજકારણીઓના વિડીયો બનાવવામાં આવ્યા હોવાનો દાવો કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાએ કર્યો છે. જેને કારણે રાજકીય ભુકંપ આવ્યો હોય તેવી સ્થિતી સર્જાઈ છે. કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાને હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજન્નાએ પોતે વિધાનસભામાં આ વાતનો ખુલાસો કર્યો. તેમણે દાવો કર્યો હતો કે 48 રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓના હનીટ્રેપ વીડિયો અસ્તિત્વમાં છે. આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસની ખાતરી આપી છે, જ્યારે વિપક્ષે ન્યાયિક તપાસની માંગ કરી છે.
કર્ણાટકમાં એક પ્રભાવશાળી મંત્રીને હનીટ્રેપમાં ફસાવવાના પ્રયાસના સમાચારથી ખળભળાટ મચી ગયો છે, સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ વિધાનસભામાં આનો જવાબ આપ્યો. કહ્યું કે તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સાથે, રાજન્નાએ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી હનીટ્રેપ પરની ચર્ચા પર સ્પષ્ટતા કરતા દાવો કર્યો હતો કે 48 રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓની હનીટ્રેપની વિડિયો સીડીઓ છે. તેમના આ દાવાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.હની ટ્રેપનો મુદ્દો સૌપ્રથમ ગૃહમાં ભાજપના ધારાસભ્ય સુનીલ કુમાર કરકલાએ ઉઠાવ્યો હતો. આ પછી, ગુરુવારે વિધાનસભામાં આ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટિલ યત્નાલે ગૃહમાં હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો.
આ અંગે પ્રતિક્રિયા આપતા ગૃહમંત્રી પરમેશ્વરે કહ્યું કે રાજન્ના લેખિત ફરિયાદ નોંધાવશે. તેમણે સ્પષ્ટતા કરી કે જો લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવશે તો તેઓ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપશે.આ દરમિયાન, રાજરાજેશ્વરી નગરના ભાજપ ધારાસભ્ય મુનીરત્ને ગૃહમંત્રી પરમેશ્વરને પૂછ્યું, મારા વિરુદ્ધના કેસ અંગે તમે શું કરશો? આ સમયે ચેરમેને દરમિયાનગીરી કરી અને તમને લેખિત ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું.
કર્ણાટક સીડીની ફેકટરી
ઘણા લોકો કહે છે કે કર્ણાટક સીડી ફેક્ટરી છે. રાજન્નાએ કહ્યું કે આ ફક્ત આપણા રાજ્ય પૂરતું મર્યાદિત નથી. તેમાં વિવિધ રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે. આ સીડીમાં 48 લોકો છે. જાહેર જીવનમાં આવું ન થવું જોઈએ. તેઓ જે પણ હોય, તેમને ખુલ્લા પાડવા જોઈએ. લોકોને ખબર હોવી જોઈએ કે વાસ્તવિકતા શું છે? હું ગૃહમંત્રીને આની તપાસ કરવા વિનંતી કરું છું. તેમાં કોણ છે? તે કઈ બનાવટનું છે? તપાસ દ્વારા બધું બહાર આવવું જોઈએ. આ એક મહામારી છે અને તેને જાહેરમાં ખુલ્લી પાડવાની જરૂૂર છે. તેણે કહ્યું, હું તે બધા પાસે ફરિયાદ નોંધાવીશ.