બેંગલુરુના પ્રખ્યાત ડોગ બ્રીડર અને ઈન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ એસ સતીષે તાજેતરમાં 50 કરોડ રૂૂપિયામાં એક દુર્લભ વુલ્ફડોગ ખરીદ્યો છે, જેને વિશ્વનો સૌથી મોંઘો કૂતરો માનવામાં આવે છે. કેડાબોમ્બ્સ ઓકામી એક વુલ્ફડોગ છે, જે વરુ અને કોકેશિયન શેફર્ડના ક્રોસમાંથી જન્મે છે. આ દુર્લભ પ્રજાતિનો જન્મ અમેરિકામાં થયો હતો અને માત્ર આઠ મહિનાની ઉંમરે તેનું વજન 75 કિલોથી વધુ છે આ કૂતરો દરરોજ લગભગ 3 કિલોગ્રામ કાચું માંસ ખાય છે.
સતીષે આ કૂતરો ખરીદવા પાછળ 50 કરોડ રૂૂપિયા ખર્ચ્યા કારણ કે તે કૂતરાઓનો શોખીન છે અને ભારતમાં અનોખા કૂતરા રજૂ કરવા માંગે છે. તેણે કહ્યું, મેં આ ગલુડિયાને ખરીદવા માટે 50 કરોડ રૂૂપિયા ખર્ચ્યા કારણ કે હું કૂતરાઓનો શોખીન છું અને મને ભારતમાં અનોખા કૂતરા લાવવાનું પસંદ છે. સતીશ પાસે સાત એકરનું ખેતર છે, જ્યાં દરેક કૂતરા પાસે 20 ફૂટ બાય 20 ફૂટનો ઓરડો છે. આ તમામ કૂતરાઓની સંભાળ રાખવા માટે છ લોકોની નિમણૂક કરવામાં આવી છે. સતીશના કહેવા પ્રમાણે, તેના માટે ચાલવા અને દોડવા માટે પૂરતી જગ્યા છે. તેની સંભાળ રાખવા માટે છ લોકો છે જે દિવસ-રાત તેની સાથે રહે છે.
એસ સતીશ બેંગલુરુનો રહેવાસી છે અને પ્રખ્યાત શ્વાન બ્રીડર છે. તેની પાસે પહેલેથી જ વિવિધ જાતિના 150થી વધુ કૂતરાઓ છે. તેઓ ભારતીય ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ પણ છે. સતીશને દુર્લભ અને અનોખા કૂતરાઓનું પાળવાનો શોખ છે, જેને તે વિવિધ ડોગ શોમાં લઈ જાય છે અને લોકો સમક્ષ રજૂ કરે છે.