Connect with us

આંતરરાષ્ટ્રીય

T-20 ક્રિકેટના ‘કિંગ’ માટે આજે ભારત-દ.આફ્રિકા વચ્ચે જંગ

Published

on

બાર્બાડોસના મેદાન ઉપર વર્લ્ડ કપની ફાઈનલ મેચના પગલે ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના, ભારતનું પલડું ભારે

સવારથી બાર્બાડોસમાં વરસાદ, આવતીકાલે રિઝર્વ ડે, છતાં મેચ ન રમાય તો બન્ને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે


અમેરિકામાં પ્રથમ વખત રમાઈ રહેલ ટી-20 વર્લ્ડકપમાં આજે સાંજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ‘ફાઈટ ટુ ફિનિશ’ જેવો ફાઈનલ મેચ રમાનાર છે. ત્યારે ભારત સહિત વિશ્ર્વભરમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ એક માઠા સમાચાર એ પણ મળી રહ્યા છે કે ફાઈનલ મેચ જે સ્થળે રમાનાર છે તે બાર્બાડોઝમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. મેચના વરસાદનું વિઘ્ન આવે તો આવતીકાલે રવિવારે રમાશે અને રવિવારે પણ ન રમાઈ શકે તો બન્ને ટીમને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે.


રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આજે રાત્રે 8 વાગ્યે ટી-20 વિશ્વ કપની ફાઇનલમાં દ. આફ્રિકા વિરુદ્ધ મેદાનમાં ઊતરશે, ત્યારે તેની સામે પાછલા એક દશકાથી ચાલ્યા આવતા વૈશ્વિક ખિતાબના દુકાળને ખતમ કરવાનો પડકાર હશે. વર્લ્ડકપની ફાઈનલ અને તેમાં પણ ફેવરિટ ટીમ ભારત હોવાથી દેશની નજર બાર્બાડોઝ પર છે. પોતાના ફાઇનલ સુધીના અભિયાનમાં બન્ને ટીમ અપરાજિત રહી છે, પણ મોટી ટૂર્નામેન્ટની ઘણી ફાઇનલ મેચ રમવાના અનુભવને લીધે ભારતનું પલડું ભારે છે.


દ. આફ્રિકા ટીમ 1998 બાદ પહેલીવાર કોઇ આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલ મુકાબલામાં પણ વરસાદની સંભાવાના છે. સારી વાત એ છે કે, ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.ગુયાનામાં સેમિફાઇનલમાં ભારતની ઇંગ્લેન્ડ સામેની જીત બાદ ચાહકો અને વિવેચકો ટીમ ઇન્ડિયાને ફાઇનલ માટે હોટ ફેવરિટ ગણી રહ્યા છે. જો કે, આ વખતનો ટી-20 વિશ્વ કપ ઊલટફેરથી ભારોભાર ભરેલો રહ્યો છે. આથી રોહિત શર્માની ટીમે દ. આફ્રિકાથી અને ખાસ કરીને તેની બોલિંગ લાઇનઅપથી સાવધ રહેવું પડશે.


ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી મેચ શરૂૂ થશે. ટી-20 વિશ્વ કપમાં ભારતનું અભિયાન ગયાં વર્ષે રમાયેલા વન ડે વિશ્વ કપ સમાન રહ્યું છે, જ્યાં ટીમ અજેય રહી ફાઇનલમાં પહોંચી હતી અને ઓસ્ટ્રેલિયા સામે આંચકારૂૂપ હાર થઇ હતી. ટીમ ઇન્ડિયા હવે એ હાર ભૂલી ચૂકી છે અને દેશને બીજીવાર ટી-20 વિશ્વ કપ ટ્રોફીની જીત આપવા આતુર છે.


દ.આફ્રિકાની ટીમ ચોકર્સની છાપને દૂર કરીને પહેલીવાર વિશ્વ કપ ટ્રોફી જીતવા આતુર છે, તેના નામે ફક્ત એક આઇસીસી ટ્રોફી 1998ની ચેમ્પિયન્સ ટ્રોફી છે, ત્યારે એ સ્પર્ધાનું નામ આઇસીસી નોકઆઉટ ટ્રોફી હતું. ભારતીય ટીમનું સંયોજન કેરેબિયન દેશની પિચ મુજબનું છે. આ ટીમે ગયાં વર્ષે અમદાવાદમાં એક લાખ દર્શકોની ઉપસ્થિતિમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઇનલમાં મળેલી હારની નિરાશાને પાછળ છોડી ચૂકી છે અને ટી-20 વિશ્વ કપ જીતવાના જુસ્સામાં છે. આફ્રિકા સામેની ફાઇનલમાં ભારત પાછલી કેટલીક મેચથી ચાલી આવતી અજેય ઇલેવન સાથે ઊતરવાનું પસંદ કરશે.


ટીમની એકમાત્ર ચિંતા સ્ટાર બેટર વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ છે અને તેને ઓપનિંગમાં ઊતારવાનો દાવ નિષ્ફળ જઈ રહ્યો છે. આઇપીએલમાં ઓપનર તરીકે શાનદાર દેખાવ કરનારો કોહલી વિશ્વ કપમાં આ ભૂમિકામાં નિષ્ફળ રહ્યો છે. આમ છતાં ફાઇનલમાં તેના પર દાવ ખેલાવામાં આવશે અને કપ્તાન રોહિત શર્મા સાથે ભારતની ઇનિંગ્સનો આરંભ કરશે એમ સમજાય છે. કપ્તાન શર્મા આગેવાની લઈને આક્રમક અંદાજમાં રન કરી રહ્યો છે, તેની રણનીતિ હરીફ બોલર પર દબાણ વધારી હલ્લાબોલ કરવાની છે, જેમાં તેને સૂર્યકુમાર અને હાર્દિકનો બખૂબી સાથ મળી રહ્યો છે. આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ અને તબરેજ શમ્સીનો તોડ ભારતીય કપ્તાન રોહિત શર્મા, સૂર્યકુમાર અને રિષભ પંત પાસે છે. આ ત્રણેય સફેદ દડામાં સ્પિનર સામે સારી રીતે હિટિંગ કરી જાણે છે.
ફાઇનલમાં પણ ભારત માટે ફરી એકવાર હુકમના એક્કા ત્રણ સ્પિનર કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા બની શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ જબરદસ્ત ફોર્મમાં છે. બુમરાહ સામે આફ્રિકી બેટધરોની અગ્નિપરીક્ષા નક્કી છે.

આજે મેચમાં વરસાદ પડવાની 78% સંભાવના, પીચ મોટું ફેક્ટર રહેશે

આ પીચ પર એક જ વખત 200 ઉપરનો સ્કોર થયો, બધી ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે


આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ આજે રાત્રે 8 વાગ્યાથી (ભારતીય સમયાનુસાર) બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ત્યારે એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે, બાર્બાડોસમાં 29 જૂનના રોજ વરસાદની સંભાવના 78 ટકા છે. સ્થાનિક સમયાનુસાર મેચ સવારે સાડા દસ વાગ્યાથી શરૂૂ થવાની છે. બાર્બાડોસમાં સવારે 3 થી 10 વાગ્યા સુધી 50 ટકા વરસાદની સંભાવના છે, જ્યારે 11 વાગ્યે તોફાન સાથે વરસાદની સંભાવના 60 ટકા છે. 12 થી 3 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના 40 ટકાથી ઓછી છે. આ રિપોર્ટ પ્રમાણે, મેચ દરમિયાન વરસાદની ખૂબ જ સંભાવના છે. અને આજની પીચ સ્પીનર્સ કરતા ફાસ્ટ બોલરોને મદદરૂપ થાય તેવું મનાઈ રહ્યું છે. આ પીચ પર આ વર્લ્ડકપમાં એક વખત 200 ઉપર સ્કોર થયો છે. બાકી બધા સ્કોર 109થી 181 વચ્ચે રહ્યા છે. ભારતે અગાઉ અફઘાનિસ્તાન સાથે આ પીચ પર મેચ રમ્યો હતો જેમાં ભારતે 181 રન કર્યા હતા અહીં ટોસ જીતીને ફીલ્ડીંગ-બોલીંગ પસંદ કરવાનું વધારે જોવા મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય

લોસ એન્જલસમાં બેટ એવોર્ડસનો જાજરમાન નજારો

Published

on

By

અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલ બેટ એવોર્ડસ ફંકશનમાં અનેક સેલબ્રિટીઓ ઉમટી પડે છે. ફેશન અને આગવી મોમેન્ટસ તથા વિજેતાઓનું શાનદાર પ્રદર્શન જોવા મળે છે. તસવીરમાં કાઇલી બેઇલી, લોૈરીન હિલ, વાયકલેફ જીન, મેગન ઘી સ્ટેલિયન વગેરેની ઝલક જોવા મળે છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

આસામમાં બ્રહ્મપુત્રા ગાંડીતૂર, 3 લાખ બેઘર, 60નાં મોત

Published

on

By

ચીનના સરહદી વિસ્તારો સાથે સંપર્ક કરાયો, અનેક પુલ ધોવાઇ ગયા, કાઝીરંગ નેશનલ પાર્ક અને 19 જિલ્લાઓ પાણીમાં ગરકાવ


અવિરત વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે થોડા દિવસોથી શાંત થયા બાદ રવિવારે પૂરે ફરી ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને નાગાંવ, ડિબ્રુગઢ સહિત એક ડઝન જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોના ઘર ઘૂંટણ સુધી પાણીમાં ગરકાવ છે.


જ્યારે હવામાન દેશના ઘણા ભાગોમાં ચહેરા પર સ્મિત લાવી રહ્યું છે, ત્યારે ઉત્તર-પૂર્વ તેના પ્રભાવ હેઠળ નિરાશ છે. છેલ્લા એક મહિનાથી પૂર સામે ઝઝૂમી રહેલા આસામ અને અરુણાચલના લોકો અસ્થાયી કેમ્પમાં રહે છે. આસામમાં 3 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે અને અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયા છે.
અવિરત વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે થોડા દિવસોથી શાંત થયા બાદ રવિવારે પૂરે ફરી ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને નાગાંવ, ડિબ્રુગઢ સહિત એક ડઝન જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોના ઘર ઘૂંટણ સુધી પાણીમાં ગરકાવ છે. એનડીઆરએફની ટીમ તેમને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે.


આસામમાં પૂરની સ્થિતિ વણસી રહી છે અને કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં સ્થિત 233 ફોરેસ્ટ કેમ્પમાંથી 26 ટકાથી વધુ પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ડૂબી ગયા છે. તે જ સમયે, ભારત-ચીન બોર્ડર પર ઘણા વિસ્તારોમાંથી રોડ કનેક્ટિવિટી કપાઈ ગઈ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, પૂર પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી વધીને 19 થઈ ગઈ છે. ઈટાનગરમાં ભારે વરસાદને કારણે શાળાઓને 2 થી 6 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.


પૂર્વ કામેંગ જિલ્લામાં કુરુંગ નદી પરનો પુલ પૂરમાં ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત અનેક ઘરો પણ પૂરની ઝપેટમાં આવી ગયા છે. આસામમાં લગભગ 8 હજાર લોકોએ રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. તિનસુકિયા જિલ્લામાં સૌથી વધુ 35 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, કાઝીરંગા વન્યજીવ અભયારણ્યનો મોટો ભાગ ડૂબી ગયો છે અને મોટી સંખ્યામાં પ્રાણીઓ ઉંચી જમીનની શોધમાં પૂર્વ કાર્બી આંગલોંગ જિલ્લાના દક્ષિણ ભાગ તરફ નેશનલ હાઈવે નંબર 715 પાર કરી રહ્યા છે. જો કે, પૂરમાં અથવા રસ્તો ક્રોસ કરતી વખતે કોઈ પ્રાણીના મૃત્યુ થયાના કોઈ અહેવાલ નથી.


પૂર પર તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં સ્થાપિત 61 ફોરેસ્ટ કેમ્પ ડૂબી ગયા છે. ડૂબી ગયેલા વન શિબિરોમાં અગોરાટોલી રેન્જમાં 22, કાઝીરંગામાં 10, બાગોરીમાં આઠ, બુધાપહારમાં પાંચ અને બોકાખાટમાં છનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, આ સિવાય નેશનલ પાર્કના વિશ્વનાથ વાઈલ્ડલાઈફ બ્લોકમાં સ્થાપિત 10 ફોરેસ્ટ કેમ્પ પણ ડૂબી ગયા છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

INSTAGRAM એકવાર ફરી થયું ડાઉન, સોશિયલ મીડિયા પર હાહાકાર મચ્યો

Published

on

By

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈન્સ્ટાગ્રામ ડાઉન થયું હતું. ભારત સહિત સમગ્ર વિશ્વમાં હજારો અને લાખો વપરાશકર્તાઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ ફીડ જોઈ શકતા નથી, રીલ જોવામાં કે અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સનો ઉપયોગ કરવામાં પણ સમસ્યા આવી રહી છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી છે.

DownDetector, એક વેબસાઇટ કે જે ઓનલાઈન આઉટેજ પર નજર રાખે છે, તેણે 29 જૂન, 2024 ના રોજ બપોરે 12.02 વાગ્યે ભારતમાંથી 6,500 અહેવાલો રેકોર્ડ કર્યા, જેમાં વપરાશકર્તાઓએ નોંધ્યું કે તેમને Instagramના ઘણા લક્ષણોનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. 58% એટલે કે મોટાભાગના યુઝર્સને ઈન્સ્ટાગ્રામની ન્યૂઝ ફીડ જોવામાં તકલીફ થઈ રહી હતી.

તે જ સમયે, 32% લોકોએ કહ્યું કે તેમને એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે, જ્યારે 10% વપરાશકર્તાઓએ કહ્યું કે તેમને સર્વર કનેક્શનમાં મુશ્કેલી આવી રહી છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર, આ પીક ટાઈમ હતો જ્યારે ઈન્સ્ટાગ્રામ ડાઉન હતું.

ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની સમસ્યા ભારતના ઘણા શહેરોમાં જેમ કે દિલ્હી, જયપુર, લખનૌ, મુંબઈ, અમદાવાદ, લખનૌ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈમાં પણ જોવા મળી છે. આ તમામ શહેરોના યુઝર્સે ફરિયાદ નોંધાવી છે. આ શહેરો સિવાય અન્ય ઘણા શહેરોના યુઝર્સને પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

કેટલાક યુઝર્સે X (Twitter) પર લખ્યું છે કે તેઓ ન્યૂઝ ફીડ જોઈ શકતા નથી, લોગઈન કરી શકતા નથી, લોગઈન કર્યા પછી સ્ક્રોલ કરી શકતા નથી. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામે આ સમસ્યા વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી અને ન તો આ સમસ્યાનું કારણ જણાવ્યું છે.

Continue Reading

Trending