Connect with us

પોરબંદર

ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર

Published

on

પોરબંદર સાંસદ રમેશભાઈ ધડૂકે જેતલસર રેલ્વે સ્ટેશનથી મહાનુભાવોની હાજરીમાં ટ્રેનને લીલી ઝંડી બતાવીને ટ્રેનને લંબાવવાનો પ્રારંભકરી રવાના કરી હતી.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 1. ટ્રેન નંબર 09566 ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ સવારે 04.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.30 કલાકે વેરાવળ પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09567 વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન વેરાવળથી દરરોજ 14.40 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ 22.05 કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, ઢસા, લાઠી, ખીજડીયા, ચિતલ, લુણીધાર, કુકાવાવ, ખાખરીયા, વડીયા દેવળી, વાવડી, જેતપુર, જેતલસર, જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના અને ચોરવાડ રોડ સ્ટેશનો પર ઉભી રહેશે. 2. ટ્રેન નંબર 09565 પોરબંદર-ભાવનગર ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે 07.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09568 ભાવનગર-પોરબંદર દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ 15.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.10 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વાંસજાળીયા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, જેતપુર, વડીયા દેવળી, ખાખરીયા, કુંકાવાવ, લુણીધાર, ચીતલ, ખીજડીયા, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે.
3. ટ્રેન નં. 19207 પોરબંદર-રાજકોટ ડેઇલી એક્સપ્રેસ પોરબંદરથી દરરોજ સવારે 05.45 કલાકે ઉપડશે અને 10.30 કલાકે રાજકોટ પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર ડેઇલી એક્સપ્રેસ દરરોજ 16.10 કલાકે રાજકોટથી ઉપડશે અને 21.20 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન પોરબંદર અને રાજકોટ વચ્ચે બંને દિશામાં રાણાવાવ, તરસઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર સહિત ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત

જવાહર ચાવડાએ તલવાર તાણી, કાર્યાલયમાંથી ‘કમળ’ કાઢયું

Published

on

By

મનસુખ માંડળિયાને પણ ફેંકી ચેલેન્જ, તમારે ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી

પૂર્વ મંત્રીએ કાર્યાલયમાંથી કમળનું નિશાન હટાવતો વીડિયો પણ મુકયો, બાગી તેવરથી ભાજપમાં નવા જૂનીના એંધાણ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વ થતા જ સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરીક જુથવાદ લબકારા માંડવા લાગ્યો છે. જીતેલા નેતાઓ પોતાને નડેલા નેતાઓ સામે ખુલ્લામાં પોતાનો રોષ વ્યકત કરી રહ્યાં છે ત્યારે ધીરે ધીરે ભાજપમાં આંતરીક તિરાળો વધવા લાગી છે. ખાસ કરીને પોરબંદર લોકસભા બેઠક ઉપર ચુંટાયા બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ વંથલી ખાતેના એક કાર્યક્રમમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનું નામ લીધા વગર “કમળનું નામ વટાવવું હોય તો કમળનું કામ કરવું જ પડે” તેવા કરેલા વિધાનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હોય તેમ આજે પૂર્વ મંત્રી જવાહર ચાવડા ખુલીને મેદાનમાં આવી ગયા છે અને તેમણે પેાતાના કાર્યાલયમાંથી કમળ હટાવી એક વિડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.


કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને મંત્રી પદ સુધી પહોંચ્યા બાદ ટીકીટ કપાતા સાઈડમાં ધકેલાઈ ગયેલા જવાહર ચાવડાએ હવે બાગી તેવર બતાવ્યા હોય તેમ માણાવદર ખાતેના પોતાના કાર્યાલયમાંથી કમળ હટાવતાં હોય તેવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે અને સાથે સાથે પોરબંદરમાંથી ચુંટાયેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાને પણ ચેલેન્જ ફેંકતા આગામી દિવસોમાં ભાજપમાં મોટી નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જવાહર ચાવડાના તેવર જોતા હવે તે ભાજપને રામ રામ કરી ફરી કોંગ્રેસનો હાથ પકડે તેવું જણાઈ રહ્યું છે.


આજે જવાહર ચાવડાએ સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલા વિડિયોમાં કાર્યાલયમાંથી કમળનું નિશાન હટાવે છે જેમાં નિશાન પાછળથી પ્રગટાવેલ મશાલ સાથે ઉભેલા યુવાનનું ચિત્ર દેખાઈ છે. ત્યારબાદ જવાહર ચાવડા વિડિયોમાં મશાલ વાળા ચિત્ર તરફ આંગળી બતાવી જણાવે છે કે મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય મારી ઓળખ આ હતી. 10 વર્ષ દરમ્યાન માણાવદર વંથલીના ખેડૂતોના બિયારણ-ખાતર, ધોવાણના હોય, પાક વિમાના પ્રશ્ર્નો હોય ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ર્ન અમારા વિસ્તારમાં હતો તે ડાર્ક ઝોનનો પ્રશ્ર્ન હતો તે માટે મે ત્રણ વર્ષ આંદોલન ચલાવ્યું હતું તે જ રીતે જૂનાગઢ માટે રૂા.600 કરોડ પાછા લેવાનુું અભિયાન, જૂનાગઢ જિલ્લામાં લોકશાહીનું અભિયાન ચલાવવા સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે બીપીએલ માટેનું અભિયાન ચલાવ્યું છે. આ ઉપરાંત પાંચ થી છ જિલ્લામાં 21 તાલુકામાં આ અભિયાન ચલાવ્યું હતું અને 75000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ અપાવ્યા હતાં. આ મારું કામ છે. આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી હતી. વધુમાં જવાહર ચાવડાએ વિડિયોમાં મનસુખ માંડવીયાને ચેલેન્જ ફેંકતા જણાવ્યું કે, એટલી હિંમત કે તાકાત તમારા હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો જવાહર ચાવડા આમ જવાહર ચાવડાએ સોશ્યલ મીડિયામાં પોતાનો વિડિયો વાયરલ કરી મોટો ખળભળાટ મચાવી દીધો છે. આગામી દિવસોમાં જવાહર ચાવડા કેવો અભિગમ અપનાવે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે 2017 વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો પાલ્વ પકડયો હતો અને ધારાસભાની ચૂંટણી જીત્યા બાદ મંત્રી પણ બન્યા હતાં પરંતુ વિજયભાઈ રૂપાણીની આખી સરકારને ઘર ભેગી કરવામાં આવતાં જવાહર ચાવડા પણ ઘર ભેગા થયા હતાં અને છેલ્લે 2022 ડિસેમ્બરમાં યોજાયેલ ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં અરવિંદ લાડાણી સામે ચૂંટણી હારી ગયા હતાં ત્યારબાદ તાજેતરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતાં ભાજપે જવાહર ચાવડાને કાપી લાડાણીને માણાવદર ધારાસભાની પેટા ચૂંટણીમાં ટીકીટ આપી દીધી હતી. જેના કારણે જવાહર ચાવડા ભારે નારાજ જણાતા હતાં. ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાના પુત્રએ ભાજપ વિરોધી ખુલ્લે આમ પ્રચાર કર્યાનું પણ અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો હતો ત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો હતો. છેલ્લે લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ વંથલી ખાતેના કાર્યક્રમમાં જવાહર ચાવડાનું નામ લીધા વગર તેની ઉપર નિશાન સાધતા હવે જવાહર ચાવડાએ વળતો પ્રહાર કર્યો છે અને બાગી તેવર બતાવ્યા છે. આગામી દિવસોમાં મોટી નવા જુની થવાનું નિશ્ર્ચિત મનાય છે.

Continue Reading

ક્રાઇમ

ઇંગ્લેન્ડના વિઝાની લાલચ આપી યુવાન સાથે 20 લાખની છેતરપિંડી

Published

on

By

યુનાઇટેડ કિંગડમના વિઝા અપાવાની લાલચ આપીને યુકે અને સુરતમાં રહેતા બે શખ્સોએ પોરબંદર જિલ્લાના ટુકડા મિયાણી ગામના એક ખેડૂત યુવાન સાથે કટકે કટકે રૂપિયા 20 લાખની છેતરપિંડીની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં બહાર આવી છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સુભાષભાઈ માલદેભાઈ ઓડેદરા નામના ખેડુત યુવાને કેયુરભાઈ હિરજીભાઈ વાવૈયા (હાલ રહે.યુનાઈટેડ કીંગડમ, મૂળ-મોટા વરાછા, સી 406, સાંઈ દર્શન સંકલ્પ રામ ચોકની બાજુ, સુરત) તથા હાર્દિકભાઈ હિરજીભાઈ વાવૈયા (રહે.મોટા વરાછા, સી 406, સાંઈ દર્શન સંકલ્પ રામ ચોકની બાજુ, સુરત) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરીયાદીને યુનાઈટેડ કીંગડમ (યુ.કે)ની હોમ કેર વર્ક વિઝા અપાવી દેવાની લાલચ આપીને ફરીયાદી પાસેથી બેંક એકાઉન્ટ મારફત રૂ.11 લાખ તથા ફરિયાદીના મિત્ર રામભાઈ રણમલભાઈ ઓડેદરા મારફત રૂ.9,00,000/- આરોપી કેયુરે યુ.કે. ખાતે મેળવીને ફરિયાદીની યુનાઈટેડ કીંગડમની હોમ કેર વર્ક વિઝા નહીં અપાવીને ફરીયાદી સાથે રૂ.20 લાખની છેતરપીંડી કરી, આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

પોરબંદરના ઓડદર દરિયા કિનારે ખડકાયેલા ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામોનું ડિમોલિશન

Published

on

By


પોરબંદર જિલ્લામાં સરકારી જમીન પર થયેલી પેશકદમી દૂર કરવા માટે તંત્ર ફરી મેદાને આવ્યું છે. માધવપુર રોડ પર ઓડદર ગામાના સર્વે નંબરમાં દરિયકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલી પેશકદમી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ કાફલા સાથે આજે મંગળવારે સવારથી ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. પાકા બાંધકામો અને દિવાલો તોડી પાડવામાં આવી હતી. અંદાજે રૂૂ.10 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.

પોરબંદર-માધવપુર રોડ પર રંગબાઇ માતાજીના મંદિર નજીકના ઓડદર ગામના સર્વે નંબરમાં આવેલા દરિયા કિનારે સરકારી જમીન પર થયેલી પેશકદમી દૂર કરવાની કામીગીરી તંત્ર દ્રારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે.ડી લાખાણીની સુચનાથી પ્રાંત અધિકારી સંદિપ જાદવ અને ગ્રામ્ય મામલતદાર સહિતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પેશકદમી દૂર કરવાની કામગીરી શરૂૂ કરી હતી.


પ્રાંત અધિકારી સંદિપ જાદવના જણાવ્યા અનુસાર, રંગબાઇ માતાજીના મંદિર આસપાસ અંદાજે 240 વિઘા જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ જેટલા ફાર્મહાઉસનો પણ સમાવેશ થાય છે . અંદાજે કિંમત રૂૂ.10 કરોડ જેવી થવા જાય છે. ત્રણ જેસીબીની મદદથી ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પાકા બાંધકામો અને દિવાલો દૂર કરી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Continue Reading

Trending