માળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજા

કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર…

કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર તથા એક પેસેન્જર સહિત ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત થયા હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણમાં 41-એ મારૂૂતીક્રુપા, નવા દરવાજા બહાર શીવકુંજ સોસાયટીમાં રહેતા અને એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જયેશ કુમાર રામજીભાઈ સીંધવ (ઉ.વ.42) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-12-બીએક્ષ-3843 ના ચાલક વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક રજી નંબર જી.જે 12 બી-એક્ષ -3843 રોડ ઉપર આવતા જતા વાહનને અડચણ રૂૂપ બીજાની જીદગી જોખમાય તે રીતે કોઇ પણ જાતના સિગ્નલ કે અવરોધ રાખ્યા વગર રોડ ઉપર ઉભી રાખેલ હોય તેની પાછળ ફરીયાદીના હવાલા વાળી એસ.ટી બસ રજીસ્ટર નં- જીજે-18- ઝેડટી-0175 વાળી તેની પાછળ ભટકાઇ જતા ફરીયાદીને તથા સાથેના કંડકટર ભગીરથસિંહને તથા અન્ય એક પેસેન્જર મોહબતસિંહ જાડેજાને નાની મોટી ઈજા પહોંચી હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *