Connect with us

ગુજરાત

ગિફટ સિટીમાં દારૂબંધીમાં આપવામાં આવેલ છુટછાટ અંગે પુન: વિચારવાં સીએમને ભલામણ

Published

on

તાજેતરમાં ગાંધી વિચારસરણી ધરાવતા સામાજિક આગેવાનોની એક અગત્યની મિટિંગ માજી મંત્રી જયંતીભાઇ કાલરીયાના પ્રમુખ પદે યોજાઈ ગઈ. ગાંધી કાર્યપદ્ધતિનો મહતમ ઉપયોગ કરી શકાય તે માટે મહાત્મા ગાંધી વિચાર મંચની સ્થાપના કરવામાં આવી હતી.
આ મિટિંગમાં માજી મંત્રી જયંતીભાઇ કાલરીયા, સુરેશ ચેતા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, રાજુભાઇ વ્યાસ, રસિકભાઈ સોલંકી, એડવોકેટ હસમુખભાઈ સોલંકી, અતુલભાઈ જોષી, બળવંતભાઈ ચૌહાણ, પરેશભાઈ પંડ્યા, સતિષભાઈ તેરૈયા, ભાવેશભાઈ આચાર્ય, વિરલભાઈ ડાભી, મધુરિકાબેન જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગિફ્ટ સિટીમાં દારૂૂબંધીમાં આપવામાં આવેલી છુટછાટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક આવેદનપત્ર પાઠવી ગુજરાતમાં દારૂબંધી યથાવત રાખવા માંગણી કરતું આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ.
આવેદનપત્ર આપવામાં પૂર્વ મંત્રી જયંતીભાઇ કાલરીયા સાથે સમાજિક અગ્રણીઓ સુરેશ ચેતા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, આર. વી. સોલંકી, રાજુભાઇ વ્યાસ, રસિકભાઈ નિમાવત, નયનભાઈ કોઠારી, પરેશભાઈ પંડ્યા, ધર્મેન્દ્રભાઈ ગઢવી, નટુભા ઝાલા વગેરે જોડાયા હતા.

ગુજરાત

મહુવા તાલુકાના નૈય ગામે બે કલાક બંધ રહેલા મકાનમાંથી 14 લાખની રોકડ-દાગીનાની ચોરી

Published

on

By

આઘેડ પત્નીને બસ સ્ટેશન મુકવા જતા હતા ત્યારે ચાર શખ્સોએ પુછયુ હતુ કે કયાં જાવ છો? તપાસ શરૂ

મહુવા તાલુકાના નૈપ ગામમાં રહેતા એક આધેડ મહુવા ખાતે તેમના પત્નિને લેવા માટે ગયા હતા અને તેમનું મકાન માત્ર બે કલાક સુધી બંધ રહેતા તસ્કરોએ આ સમયગાળામાં મકાનમાંથી રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. મહુવા રૂૂરલ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભટુરભાઇ બોઘાભાઇ જોળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પત્નિ પિયર ગયા હતા અને તા.30મીના રોજ તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, મહુવા બસ સ્ટેન્ડ ખાતે તેઓ રાત્રે આઠ વાગે આવશે એટલે તમે લેવા માટે આવજો એટલે મકાન બંધ કરી આધેડ તેમના પત્નિને લેવા માટે બાઇક લઇને ગયા હતા.
રસ્તામાં ગામના ત્રણ ચાર લોકોએ ફરિયાદીને તમે ક્યાં જાવ છો ?

તેમ પુછતા ફરિયાદીએ પત્નિને લેવા માટે મહુવા જાવ છુ તેમ જણાવ્યું હતું અને આમ, રાત્રે દસ વાગે ફરિયાદી તેમના પત્નિને લઇને ઘરે પરત આવ્યાં હતા. ઘરે આવી બન્નેએ નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ ફરિયાદી ગોદડુ લેવા માટે રૂૂમમાં ગયા ત્યારે તેમણે જોયું હતું કે, રૂૂમનો નકુચો તુટેલો છે એટલે તેમણે દરવાજો ખોલી રૂૂમમાં તપાસ કરતા પટારાનો નકુચો પણ તુટેલો હતો. પટારામાં તપાસ કરવામાં આવતાં ફરિયાદી ભટુરભાઇએ સ્ટીલના બે ડબામાં મુકેલી અંદાજે રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી.

Continue Reading

ગુજરાત

પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું

Published

on

By

જેલમાંથી એમ.ડી.સાગઠિયાનો કબજો લીધા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર એસબીની ટીમનું ટ્વિન ટાવરમાં સર્ચ ઓપરેશન


રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.


રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.


અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ

સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

Continue Reading

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

Trending