ક્રાઇમ
ખારચિયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: 7 શખ્સો ઝબ્બે
શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર આવેલા ખારચીયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા સાત શખ્સોને રૂા.32650ની રોક્ડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતિ વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એ.જે.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ખારચીયા ગામે રહેતો ભાવેશ મીઠાભાઇ સગપરીયા ખારચીયા ગામની સીમમાં આવેલી પોતાની વાડીમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
જેમાં પત્તા ટીંચતા ભાવેશ સગપરીયા ઉપરાંત અશોક નાગજીભાઇ પરમાર, નિર્મળસિંહ સુખુભા જાડેજા, મોહિત વજુભાઇ ગુજરીયા, ધર્મેશ મનસુખભાઇ ઢાંકેચા, અક્ષય ધીરૂભાઇ કાશીપરા અને રણછોડ ધીરૂભાઇ ભુવાને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.32600ની રોક્ડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ
વાપીના આસિ. પી.એફ.કમિશનર અને સુપ્રભાત રંજન પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ
વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખના લાંચ કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.
બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આજરોજ એસીબીની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબી ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.
ટ્રેપ કરવામાં એસીબી પીઆઈ જે. આર. ગામીત અને તેમની ટીમ સામેલ હતી. જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક સુરત આર. આર. ચૌધરી હતા.
ક્રાઇમ
અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ
અમદાવાદ ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46,29,082 ની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી. આ સમયે આસિ. ડાયરેકટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રક્ઝકના અંતે 3 લાખ નક્કી કર્યા હતા. જ્યારે નોટિસની રકમ 46,29,082 રૂપિયામાંથી 2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી. બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહિ હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો.
આજ રોજ અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. કમલકાંત મીણાએ રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા એસીબી ટીમે તેમને ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.
એસીબી અમદાવાદના પીઆઈ શ્રીમતી એ. કે. ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે પીઆઈ એન. બી. સોલંકી તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી. વી. પઢેરીયા રહ્યાં હતાં.
ક્રાઇમ
રાજકોટમાં પોલીસ પણ અસલામત!, પોલીસના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં-રોકડની ચોરી
ભગવતીપરાના જયનંદન સોસાયટીમાં બનાવ; સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
રાજકોટ શહેરમાં સાતમ-આઠમના તહેવાર પૂરા થયા બાદ પણ ચોરીના ઘટનાઓ સામે આવી રહી છે. થોડાક દિવસો પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ચડીધારી ગેંગ દ્વારા અનેક કારખાનાઓને નિશાન બનાવી ચોરી કરી હતી.
આ ટોળકી હજુ પોલીસ પકડથી દુર છે. તેવામાં રાજકોટ શહેરમાં જાણે પોલીસ પણ અસલામત હોય તેમ ગઇકાલે ભગવતીપરા મેઇન રોડ પર આવેલી જયનંદન સોસાયટીમાં રહેતા પોલીસ પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિત અડધા લાખની મતા ચોરાઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.
વધુ વિગતો મુજબ, ભગવતીપરા શેરી નં.22માં આવેલી જયનંદન સોસાયટીમાં રહેતા ગીતાબેન જયેશભાઇ રાઠોડ નામના મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓના પતિ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે. ગઇ તા.6/9ના રોજ સાંજના સમયે પોતે પોતાના ઘરને તાળુ મારી કુવાડવા રોડ પર આવેલા રોહીદાસ પરા શેરી નં.2માં રહેતા તેમના સાસુ-સસરાને ત્યાં ગયા હતા. ત્યાં પતિ અને બન્ને સંતાનો એમ બધા ત્યાં જ રોકાયા હતા. ત્યાર બાદ તા.8ના રોજ ગીતાબેન તેમજ તેમના દિકરી ઘરે આવી ઘરનું તાળુ ખોલી અંદર પ્રવેશ કરતા ઘરમાં રહેલા મુખ્ય દરવાજાનું તોળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ અંદર રૂમમાં રહેલો સામાન વેર-વિખેર હાલતમાં હતો.
ત્યાર બાદ તે ચોરીમાં જોતા તેમા રહેલી સોનાની પેન્ડલ, સોનાની બુટી, રૂ.40,400, ચાંદીની બંગડી બે નંગ, રોકડા રૂપિયા 5 હજાર તે ચોરીમાં જોવામાં આવ્યા નહીં.
આ ઘટના અંગે તુંરત ગીતાબેને તેમના પતિ જયેશભાઇ તેમજ તેમના પિતા ઉકાભાઇ પરમારને જાણ કરી હતી. ત્યાર બાદ પિતાજી પાસેથી બીલ સાથે રાખી બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધવી હતી. ચોરીની ઘટના અંગે બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તેમજ આ ચોરીની ઘટનામાં કોઇ જાણ ભેદુ શંકાની આધારે તે દીશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
-
ગુજરાત13 hours ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
ગુજરાત17 hours ago
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ
-
કચ્છ14 hours ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
ગુજરાત22 hours ago
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ
-
ગુજરાત18 hours ago
દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
-
ગુજરાત18 hours ago
તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!
-
Sports14 hours ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
ગુજરાત18 hours ago
જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો