ભાણવડ ટાઉન વિસ્તારમાં રહેતા ગુલમામદ ઉર્ફે ગુલો ઈસ્માઈલભાઈ જેઠવા નામના 42 વર્ષ મુસ્લિમ શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને ચલાવાતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. અહીં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ગુલમામદ ઉર્ફે ગુલો જેઠવા, કેશવ ઉર્ફે કેશુ રણમલ ઓડેદરા, નિલેશ રસિકભાઈ સાંગેચા, રિઝવાન ઈરફાન સમા, જેશા ભીમશી ખોલા, મનોજ રમણીકગીરી ગોસ્વામી અને શૈલેષ સુભાષ વાવેચા નામના સાત શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
આ સ્થળેથી પોલીસે રૂૂપિયા 13,220 રોકડા તેમજ બે મોબાઈલ ફોન અને ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 68,720 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
દારૂૂના જથ્થા સાથે દાત્રાણાનો શખ્સ ઝડપાયો
ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા અશોક ભીમશી ચાવડા નામના 26 વર્ષના શખ્સને કલ્યાણપુર પોલીસે ભાટીયા ગામ નજીકથી કિયા સોનેટ મોટરકાર નંબર જી.જે. 37 જે. 9885 માં વિદેશી દારૂૂ સાથે નીકળતા ઝડપી લઇ, રૂૂપિયા પાંચ લાખની મોટરકાર સહિત કુલ રૂૂપિયા 5,02,479 નો મુદ્દામાલ કબજે કરી, તેની સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.