Connect with us

Sports

રંગારંગ સેરેમની સાથે પેરિસ ઓલિમ્પિક-2024નો ભવ્ય પ્રારંભ

Published

on

સીન નદીમાં બોટમાં પરેડ યોજાઇ, વિશ્ર્વભરના ખેલાડીઓ માટે 13 મિલિયન ડિશો તૈયાર કરવામાં આવી

સમર ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સના પેરિસમાં થઈ રહ્યું છે અને આજેે તેની ઓપનિંગ સેરેમની થવાની છે. ઓલિમ્પિક 2024નું સત્તાવાર બ્રાન્ડેડ નામ પેરિસ 2024 છે.આ મલ્ટિ સ્પોર્ટ્સ ઇવેન્ટ 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ સુધી યોજાશે. જોકે ફૂટબોલ અને રગ્બી-7 જેવી કેટલીક ઇવેન્ટનો 24મી જુલાઈથી પ્રારંભ થઈ ચૂક્યો છે.
ઓલિમ્પિકમાં ભારતે આ વખતે વિક્રમી 117 એથ્લેટ્સને મોકલ્યા છે અને 10 જેટલા મેડલની આશા રાખવામાં આવે છે. ઓલિમ્પિકની મુખ્ય યજમાન સિટી પેરિસ છે પરંતુ તેની ઇવેન્ટ્સ મેટ્રોપોલિટન ફ્રાન્સના કુલ અન્ય 16 શહેરોમાં પણ થઈ રહી છે. પેરિસ 1900 તથા 1924માં પણ યજમાન બની ચૂક્યું છે. પેરિસ એકમાત્ર એવું બીજું સિટી છે જ્યાં ત્રીજી ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ રહી છે.


આ ઓલિમ્પિકમાં કુલ 10,672 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે અને 32 ગેમ્સની કુલ 329 ઇવેન્ટ યોજાશે. ભારત તરફથી કુલ 117 એથ્લેટ્સ 16 અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. એથ્લેટિક્સની ઇવેન્ટમાં ભારતના હાઇએસ્ટ 30 તથા શૂટિંગમાં 21 એથ્લેટ્સ છે જેમની ઉપર મેડલની આશા રાખવામાં આવશે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ તથા ટેબલટેનિસ ખેલાડી શરથ કમલ ભારતના ધ્વજવાહક રહેશે. કમલ પોતાની પાંચમી અને અંતિમ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે.


પેરિસ ઓલિમ્પિકના સમય દરમિયાન વિશ્વભરના કોન્ટિનેન્ટલ ફૂડ તૈયાર કરવામાં આવશે. ઓવરઓલ ગેમ્સ દરમિયાન એથ્લેટ્સ અને અધિકારીઓ માટે 2.2 મિલિયન ફૂડ ડિશ સહિત કુલ 13 મિલિયન ડિશો તૈયાર કરવામાં આવી છે. આયોજકો દ્વારા આ વખતે સંપૂર્ણપણે વેજિટેરિયન ડિશ પણ તૈયાર કરવામાં આવી છે જેનો ભારતીય એથ્લેટ્સનો મોટો ફાયદો થઈ શકે છે. 10 હજાર કરતાં વધારે એથ્લેટ્સ આ વખતે અલગ પ્રકારની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે. તેઓ સીન નદીમાં 90 કરતાં વધારે બોટ્સમાં પરેડ કરશે જે છ કિલોમીટર લાંબી રહેશે. આ પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂૂ થશે અને એફિલ ટાવર સુધી પહોંચશે. લગભગ ત્રણ લાખ લોકો આ ઓપનિંગ સેરેમનીને નિહાળશે. લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્રાન્સની સંસ્કૃતિ અને ઓલિમ્પિકના ઇતિહાસની ઝલક દેખાડવામાં આવશે.

Sports

શું ભારતીય ટીમ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે? અમિત શાહે આ શરત સાથે સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરી દીધું

Published

on

By

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં યોજાવા જઈ રહી છે. આ પહેલા મોટો સવાલ એ છે કે ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે કે નહીં? આ અંગે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. હવે ભારતના ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે લગભગ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં કોઈ સંબંધ શક્ય નથી.

ગૃહમંત્રીએ ભારતીય ટીમના પાકિસ્તાન જવાની તસવીર સાફ કરી
જમ્મુ-કાશ્મીરમાં 2024ની વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઘોષણાપત્ર બહાર પાડવા અંગે મીડિયા સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે, ‘અમે આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીતના પક્ષમાં નથી.’ અમિત શાહના આ નિવેદન બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. અમિત શાહના નિવેદનથી સ્પષ્ટ છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાંથી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આ પહેલા BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવાને લઈને મોટી વાત કહી હતી.

સત્તા અતિમ શાહના પુત્ર જય શાહના હાથમાં રહેશે
BCCI સેક્રેટરી અને ICCના નવા અધ્યક્ષ જય શાહ, જેઓ ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહના પુત્ર છે. ઘણા પ્રસંગોએ તે ભારતને પાકિસ્તાન ન મોકલવાની તરફેણમાં દેખાયા છે. તેણે એશિયા કપમાં પણ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલી ન હતી. આ પછી ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાઈ હતી. હવે જ્યારે તેઓ ICCના અધ્યક્ષ બની ગયા છે અને 1 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે ત્યારે તેમની પાસે ભારતીય ટીમને પાકિસ્તાન જતા રોકવાની ઘણી હદ સુધી શક્તિ હશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્યારે અને ક્યાં સુધી રમાશે?
પાકિસ્તાન આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા જઈ રહ્યું છે. ટૂર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, તે 9મી માર્ચે ફાઇનલ મેચ સાથે સમાપ્ત થશે, જ્યાં આપણને ચેમ્પિયન પણ મળશે. જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તો પાકિસ્તાને હાઇબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરવું પડી શકે છે.

Continue Reading

Sports

એક વર્ષમાં 847 કરોડની કમાણી છતાંય વિરાટ કોહલી આવકના લિસ્ટમાં નવમા સ્થાને

Published

on

By

2081 કરોડની કમાણી સાથે રોનાલ્ડો ટોપ પર

વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટ વિશ્વમાં સૌથી વધુ નેટવર્થ ધરાવનાર ખેલાડી છે.. એક રિપોર્ટ અનુસાર, કોહલીની છેલ્લા 12 મહિનાની આવક 847 કરોડ રૂૂપિયા રહી છે. તેમ છતાં, તે સૌથી વધુ કમાણી મામલે 9મા નંબરે છે.આ લિસ્ટમાં ટોપ પર પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેની કમાણી 2081 કરોડ રૂૂપિયા છે. વિરાટ પાસે આવકના ઘણા સ્ત્રોત છે. તે હજુ પણ ઇઈઈઈંના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ટોપ ગ્રેડમાં સામેલ છે, જ્યાં તેને દર વર્ષે 7 કરોડ રૂૂપિયા મળે છે. પછી તેઓ આખા વર્ષ દરમિયાન ટેસ્ટ, ઘઉઈં અને ઝ20 મેચ રમવા માટે અલગ-અલગ ફી પણ મેળવે છે અને તેમાંથી પણ તેઓ લગભગ 1-1.5 કરોડ રૂૂપિયા કમાય છે.

આ સિવાય ઈંઙક ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોહલીને દરેક સિઝનમાં 15 કરોડ રૂૂપિયા આપે છે. ક્રિકેટ ક્ષેત્રની આ આવક પછી, તેની વાસ્તવિક આવક વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી આવે છે, એટલું જ નહીં, કોહલી પોતે ડિજીટ ઈન્ડિયા, વન એટ કોમ્યુન, રોંગ સહિતની ઘણી કંપનીઓના માલિક કે શેરહોલ્ડર છે.

તાજેતરમાં એવું પણ બહાર આવ્યું હતું કે કોહલીએ ગયા નાણાકીય વર્ષમાં કુલ રૂૂ. 66 કરોડનો આવકવેરો ચૂકવ્યો હતો, જે ભારતના કોઈપણ ખેલાડી માટે સૌથી વધુ છે. સૌથી મહત્વની વાત એ છે કે 35 વર્ષની ઉંમરે અને ઝ20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થયા બાદ પણ કોહલીની કમાણી અને બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો થયો નથી. જ્યાં સુધી ક્રિકેટ એક્શનનો સવાલ છે, સ્ટાર બેટ્સમેન 19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાંથી પરત ફરશે.

ટોચના 10 સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફૂટબોલ) – 2081 કરોડ
જોન રોડ્રિગ્ઝ (ગોલ્ફ) – 1712 કરોડ
લિયોનેલ મેસ્સી (ફૂટબોલ)- 1074 કરોડ
લેબ્રોન જેમ્સ (બાસ્કેટબોલ) – 990 કરોડ
કાયલિયન એમબાપ્પે (ફૂટબોલ) – 881 કરોડ
જિઆનીસ એન્ટેટોકોનમ્પો (બાસ્કેટબોલ) – 873 કરોડ
નેમાર જુનિયર (ફૂટબોલ)- 864 કરોડ
કરીમ બેન્ઝેમા (ફૂટબોલ) – 864 કરોડ
વિરાટ કોહલી (ક્રિકેટ) – 847 કરોડ
સ્ટીફન કરી (બાસ્કેટબોલ) – 831 કરોડ

Continue Reading

Sports

ચેમ્પિયન્સ ODI કપમાં બાબરને કેપ્ટનશિપ ન મળી

Published

on

By

શોએબ મલિક સાથેનો અણબનાવ કારણભૂત

ચેમ્પિયન્સ ઓડીઆઇ કપ પાકિસ્તાનમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે જેમાં પાંચ ટીમો સામ-સામે ટકરાશે. આ પાંચ ટીમોની ટુકડીઓ જાહેર કરી દેવામાં આવી છે અને તેના કેપ્ટન પણ જાહેર કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે બાબર આઝમ કોઈ ટીમનો કેપ્ટન બન્યો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ઓડીઆઇ કપ માટે પાંચેય ટીમોની ટીમની જાહેરાત કરી છે.

12 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના તમામ ટોપ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને આ ટૂર્નામેન્ટને ચેમ્પિયન્સ ટ્રોફીના ઓડિશનની જેમ જોવામાં આવી રહી છે. બાબર આઝમને કોઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. બાબર આઝમ સ્ટેલિયન્સ ટીમનો એક ભાગ છે અને તે મોહમ્મદ હરિસની કેપ્ટનશીપમાં રમશે. એવા અહેવાલો હતા કે બાબર પોતે કેપ્ટન બનવા માંગતો ન હતો કારણ કે આ ટીમના મેન્ટર શોએબ મલિક છે જેની સાથે તેને અણબનાવ હોવાનું કહેવાય છે.

Continue Reading
ક્રાઇમ10 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય11 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ11 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય11 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય11 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત11 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત11 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત11 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય11 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત11 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય1 day ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત1 day ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય19 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય1 day ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports1 day ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત1 day ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત1 day ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

રાષ્ટ્રીય19 hours ago

સુનિતા વિલિયમ્સ વિના પૃથ્વી પર પરત ફર્યા સ્ટારલાઈનર, જાણો ક્યાં અને કેવી રીતે થયું લેન્ડિંગ?

Trending