Connect with us

ગુજરાત

ખેડા યુવા ભાજપ મહામંત્રી દારૂ ભરેલી બોલેરો સાથે ઝડપાયો

Published

on

ત્રણ શખ્સોની ધરપકડ, ઇશ્ર્વર પરમાર ભાજપના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ

વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા ડેસર પોલીસ મથકના સ્ટાફ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડમાં મહિસાગર નદીની કોતરમાં દારૂ સંબંધિત ગતિવિધિ પકડી પાડી હતી. એક કારમાં શખ્સો શંકાસ્પદ હાલતમાં મળતા તેમની કડકાઇ પૂર્વક પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામે વટાણા વેરી દીધા હતા. આ મામલે સંડોવાયેલા પાંચ પૈકી એક ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી હોવાનું સપાટી પર આવ્યું હતું. ઘટના બાદ તેને ભાજપના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનુ સોશિયલ મીડિયામાં સામે આવ્યું છે.


ડેસર પોલીસ મથકમાં પીએસઆઇ ભરવાડે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ધંતેજ ગામે પોલીસના સ્ટાફ જોડે ફ્લેગ માર્ચમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા સાથી પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી કે, એક ગાડી દારૂની પેટીઓ ભરીને ગળતેશ્વર બ્રિજથી પસાર થઇ વરસડા ગામની સીમમાં મહિસાગર નદીના કોતરમાં ખાલી થાય છે. બાતમીના સ્થળે તાત્કાલિક પહોંચીને રેડ કરવામાં આવતા એક કાર મળી આવી હતી. જેમાં ત્રણ શખ્સો હાજર હતા. તેમની હાજરી અંગે પુછપરછ કરવામાં આવતા કોઇ સંતોષકારક જવાબ મળી શક્યો ન્હતો. બાદમાં કડકાઇ પૂર્વક પુછપરછ કરતા એક કારનું પાયલોટીંગ કરીને તેઓ આવ્યા હોવાનું જણાવ્યું હતું. અને મહિસાગર નદીના કોતરના ઝાડી-ઝાંખરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. અને તેના પૈસા લેવા માટે તેઓ ઉભા હોવાનું કબુલ્યુ હતું.


તમામે પોતાની ઓળખ ખેડા જિલ્લા યુવા ભાજપ મોરચાના મહામંત્રી ઇશ્વરભાઇ મોહનભાઇ પરમાર (રહે. મોર્ડન હાઇસ્કુલનીબાજુમાં, સેવાલીયા, ગળતેશ્વર, ખેડા), અલ્પેશકુમાર રમણભાઇ સોલંકી (રહે. ચોરાવાળું ફળિયું, અંગેડી, ગળતેશ્વર, ખેડા), મહેશભાઇ ઉર્ફે અજય જેણાભાઇ પરમાર (રહે. ઇન્દિરાનગર, સેવાલીયા, ગળતેશ્વર, ખેડા), દિપુરાજ અને નવઘણ ભરવાડ (રહે. ક્વોરી વિસ્તાર, ડેસર, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પંચોનો સાથે રાખીને આરોપીઓ દ્વારા બતાડવામાં આવેલી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી.

જ્યાંથી ઝાડી-ઝાંખરામાંથી બાવળની આડમાં છુટા છવાયા દારૂની પેટીઓ અને બિયરના ટીન મળી આવ્યા હતા.
આ દારૂકાંડમાં સંડોવાયેલા આરોપી પૈકી ઇશ્વરભાઇ મોહનભાઇ પરમાર ખેડા જિલ્લા ભાજપમાં યુવા મોરચાના મહામંત્રી તરીકે નિયુક્ત હોવાનું સામે આવ્યું છે. આ દારૂૂકાંડ સામે આવ્યા બાદ તેઓને ભાજપના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેનો પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો છે.

ગુજરાત

સુરતના ફોર્ચ્યુન મોલમાં આવેલા સ્પા એન્ડ જીમમાં લાગી ભીષણ આગ, ગૂંગળામણથી 2 યુવતીના મોત

Published

on

By

ગુજરાતના સુરત જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં ગઈ કાલે સાંજે ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ જીમની ઉપર બનેલા સ્પા સેન્ટરને પણ લપેટમાં લીધી હતી. આ દરમિયાન સ્પા સેન્ટરમાં કામ કરતી બે યુવતીના મોત થયા હતા. બંને યુવતીઓ નાગાલેન્ડની રહેવાસી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતાં.

મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે અચાનક જિમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જીમ કરી રહેલા લોકો બહાર આવી ગયા. સનસિટી જીમની ઉપર એક સ્પા અને સલૂન સેન્ટર પણ હતું. ત્યાં કેટલીક યુવતીઓ કામ કરતી હતી. થોડી જ વારમાં આગ સ્પા સેન્ટર સુધી પહોંચી. આગ જોઈને ત્યાં કામ કરતી યુવતીઓ ડરી ગઈ અને ચીસો પાડવા લાગી.યુવતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.

આ દરમિયાન બે યુવતીઓએ પોતાને આગથી બચાવા માટે બાથરૂમમાં બંધ કરી દીધી હતી, જ્યારે ત્રણ યુવતીઓ કોઈક રીતે હિંમત એકઠી કરીને બહાર આવી હતી. બાથરૂમમાં બંધ બંને યુવતીઓનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આ બંને યુવતીઓ નાગાલેન્ડની રહેવાસી હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો અને સ્પા સેન્ટરમાં પ્રવેશ કર્યો.

ફાયર બ્રિગેડ બાથરૂમમાં ગયા ત્યારે બંને યુવતીઓ બેભાન અવસ્થામાં પડી હતી. ટીમ તરત જ તેમને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. અકસ્માતની જાણ થતાં ડીસીપી સુરત વિજય ગુર્જર અને ડિવિઝનલ ફાયર ઓફિસર હરીશ ગઢવી પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. જો કે ફાયર બ્રિગેડની ટીમ આગનું કારણ શોધવામાં વ્યસ્ત છે.

Continue Reading

ક્રાઇમ

મોટાવડાના છાત્રને મરવા મજબૂર કરનાર ત્રણ શિક્ષક સસ્પેન્ડ

Published

on

By


લોધિકા તાલુકાના મોટાવડા ગામે ધો. 11 કોમર્સના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂૂએ 19 ઓક્ટોબરના 3 શિક્ષકોના ત્રાસથી સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જે ઘટનામાં વિદ્યાર્થીને મરવા મજબૂર કરનારા આચાર્ય સચિન વ્યાસ, કાયમી શિક્ષક મોસમી શાહ અને જ્ઞાન સહાયક વિભૂતિ જોષી સામે 20 ઓક્ટોબરના લોધિકા પોલિસે એફઆઇઆર દાખલ કરી હતી. જો કે, ત્યારથી એટલે કે, 17 દિવસથી ત્રણેય શિક્ષકો ફરાર છે. આ દરમિયાન આ ત્રણેય શિક્ષકોએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે, તેમની અરજી કોર્ટમાં નામંજૂર થઈ છે. જેથી હવે પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવશે.

બીજી તરફ રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ત્રણેય શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે અને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે.રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, લોધિકાના મોટાવડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂૂએ આપઘાત કરી લીધાની ઘટનામાં સ્કૂલના આચાર્ય સહિત ત્રણેય શિક્ષકોનો લેખિત ખુલાસો પૂછવામાં આવ્યો હતો. પરંતુ તેમનો હજુ સુધી જવાબ આપ્યો નથી અને તેમની સામે પોલીસ કેસ પણ નોંધાયો છે. ત્યારે આ બંને બાબતને ધ્યાનમાં ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ રાજ્ય કક્ષાએ મોકલી દેવામાં આવ્યો છે અને હવે ત્યાંથી જ આ શિક્ષકોને કઈ જગ્યાએ મૂકવા તેનો નિર્ણય થશે.

આ અંગે લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઈ શર્માને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મોટાવડા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની ઘટનામાં ત્રણેય શિક્ષકોએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન મૂક્યા હતા. પરંતુ તે કોર્ટ દ્વારા નામંજૂર થયેલા છે. ત્રણેય શિક્ષકો રાજકોટ રહે છે પરંતુ તેમના ફોન બંધ આવે છે અને તેમના ઘરે તપાસ કરવામાં આવતા ત્યાં પણ હાજર મળી આવ્યા નથી. તેમને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે. સુસાઈડ નોટમાં જેમનો ઉલ્લેખ કરાયો છે તે 3 શિક્ષક સામે વિદ્યાર્થીને મરવા મજબૂર કરવા બદલ બીએનએસ કલમ 108 તથા 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

ક્રાઇમ

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

Published

on

By

સામાકાંઠે આર્યનગરનો બનાવ: સાસુ-વહુ વચ્ચે અણબનાવમાં રિસામણે બેઠેલી પત્ની સાથે ફોનમાં ચડભડ થયા બાદ પત્ની ઘરે જોવા જતા સાસુ-સસરા અને પતિ ઝેર પીધેલી હાલતમાં મળ્યા

શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલા આર્યનગરમાં વૃધ્ધ દંપતી અને પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝગડાને કારણે પત્ની રિસામણે ચાલી ગઇ હોય પતીએ સવારે ફોન કરતા પત્ની સાથે ચડભડ થઇ હતી. બાદમાં પત્ની ઘરે જોવા આવતા સાસુ-સસરા અને પતિએ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ગૃહકલેશમાં વૃધ્ધ દંપતિ અને પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યાનો જાણવા મળ્યું છે.


જાણવા મળતી વિગતો મુજબ સંતકબીર રોડ પર આર્યનગર શેરી નં.20માં રહેતા ભરતભાઇ શાંતીલાલ કોટેચા (ઉ.વ.70), તેમના પત્ની સરલાબેન ભરતભાઇ કોટેચા (ઉ.વ.70), પુત્ર ગૌરવ ભરતભાઇ કોટેચા (ઉ.વ.35)એ આજે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીવીલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી બીડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડ જઈ તપાસ હાથ ધરી હતી.


પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ગૌરવ એક ભાઇ બે બહેનમાં નાનો અને એલઇડીના શોરૂમમાં નોકરી કરે છે. તેની પત્ની રાધીકા અને માતા સરલાબેન વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હોય જેથી રાધીકા આઠેક દિવસ પહેલા રાજકોટમાં જ રહેતા તેના માવતરે રિસામણે ચાલી ગઇ હતી. દરમિયાન આજે સવારે ગૌરવે રાધીકાને ફોન કરી આપણે અલગ રહેવા જતા રહીયે તેમ વાત કરતો હતો દરમિયાન ફોનમાં દંપતી વચ્ચે ચડભડ થતા ગૌરવે ‘હું દવા પી જાઉં છું’ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જેથી રાધીકાને શંકા જતા તેણી આર્યનગરમાં ઘરે તપાસ કરવા માટે દોડી આવી હતી. દરમિયાન ઘરમાં સાસુ-સસરા અને પતિ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી ત્રણેયને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝઘડાના કારણે રાધીકાએ પણ બે મહીના પહેલા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
રાષ્ટ્રીય50 seconds ago

અધિકારી-જજ સામે મની લોન્ડરિંગની કાર્યવાહી પહેલાં સરકારની મંજૂરી ફરજિયાત

રાષ્ટ્રીય4 mins ago

VIDEO: કલમ 370ને લઈને જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બબાલ, ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી, પોસ્ટર ફાડ્યા

રાષ્ટ્રીય13 mins ago

સલમાન ખાનને ધમકી આપનાર બિકારામ જલારામ બિશ્નોઈની ધરપકડ

ગુજરાત19 mins ago

સુરતના ફોર્ચ્યુન મોલમાં આવેલા સ્પા એન્ડ જીમમાં લાગી ભીષણ આગ, ગૂંગળામણથી 2 યુવતીના મોત

રાષ્ટ્રીય35 mins ago

શિયાળા પહેલા હળદરથી કરો આ નાનું કામ, બીમારીઓ રહેશે દૂર,જાણો નિષ્ણાંતો પાસેથી

આંતરરાષ્ટ્રીય47 mins ago

‘ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે લગ્ન કર્યા…’ પાકિસ્તાની મુસ્લિમ યુવતીનો ચોંકાવનારો દાવો, જુઓ VIDEO

આંતરરાષ્ટ્રીય1 hour ago

જે બિડેન 31 મહિનામાં ન કરી શક્યા, ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતા પહેલા જ કરી બતાવ્યું

રાષ્ટ્રીય17 hours ago

ચ્યુગમ ખાવાની આદત હોય તો સાવધાન, સ્વાસ્થ્ય માટે છે ખતરનાક

રાષ્ટ્રીય17 hours ago

દિલ્હીમાં ફરી ગોળીબાર , મીરા બાગમાં એક દુકાન પર 8-9 રાઉન્ડ ફાયરિંગ

ક્રાઇમ18 hours ago

મોટાવડાના છાત્રને મરવા મજબૂર કરનાર ત્રણ શિક્ષક સસ્પેન્ડ

રાષ્ટ્રીય20 hours ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય21 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય18 hours ago

ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે

ક્રાઇમ18 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

ક્રાઇમ18 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

આંતરરાષ્ટ્રીય21 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

રાષ્ટ્રીય1 day ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

ગુજરાત18 hours ago

નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય

રાષ્ટ્રીય18 hours ago

યુપીમાં ટેમ્પો પલટી મારતા 10 લોકોનાં મોત, પાંચ ગંભીર

ગુજરાત18 hours ago

નબીરાઓએ બાઇક પર સ્ટંટ કરી ફટાકડા ફોડયા

Trending