કચ્છ
PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
કચ્છ
દિવાળીને લઈ સલામતી માટે કચ્છ સરહદે બીએસએફના જવાનો સાથે એસપી સાગર બાગમારની અધ્યક્ષતામાં બેઠક
બાલાસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરાયું, બીએસએફના જવાનો અને પોલીસકર્મીઓએ એકમેકને દિવાળીની શુભકામનાઓ પાઠવી
દીવાળીના પાવન પર્વે લોક સલામતી અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓ વાગડના સરહદી ગામોની મુલાકાત લઈ જાત સમીક્ષા મેળવી હતી. સાથે જ રાપર તાલુકાના સરહદી બેલા પોસ્ટના બીએસએફ કેમ્પની પણ મુલાકાત લઈ સુરક્ષા જવાનો સાથે પોલીસની બેઠક યોજાઈ હતી.પોલીસ વડા સાગર બાગમારે વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, બાલાસર પીએસઆઇ એસવી ચૌધરી, ખડીર પીએસઆઇ ડીજી પટેલ, રિડર પીએસઆઇ ડીજે પ્રજાપતિ સાયબર પીએસઆઇ જેઆર અમૃતીયાએ બેલા પાસેના કેમ્પમાં તહેનાત બીએસએફના ઈન્સ્પેક્ટર રામલાલ પંત અને બીએસએફના જવાનો સાથે મુલાકાત કરી દિવાળી અને નવા વર્ષની આગોતરી ઉજવણી કરી હતી.
પોલીસ અધિકારીઓ અને સુરક્ષા જવાનોએ એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી. અધિકારીઓ અને જવાનોએ બેઠક યોજી હમ સબ એક હૈ નો સદેશો વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગ દ્વારા તમામ જવાનોને મીઠાઈ આપવામા આવી હતી. બીએસએફ દ્વારા પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનુ મીઠું મોઢું કરાવ્યું હતું. આ સમયે હરપાલસિંહ રાણા, દુર્ગાદાન ગઢવી, વિક્રમ દેસાઈ, જયપાલસિંહ રાણા, રલજી ચૌધરી, પ્રકાશ ચૌધરી, કાંતિસિંહ, દલસિંગ કાનાણી, સુમતિ પરમાર, નાથાભાઈ પરમાર વગેરે જોડાયા હતા.
સરહદી રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકમાં પૂર્વ કચ્છ પોલીસ વડા બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરેડ, નોટ રિડીંગ, સરહદી પેટ્રોલિંગ, પોલીસ સ્ટાફની ધટ ચર્ચા સાથે તથા બેલા ગામજનો સાથે લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાલાસર જાટાવાડા રોડ પર બની રહેલા નવા પોલીસ સ્ટેશનનુ નિરિક્ષણ કર્યું હતું. આગામી માર્ચ મહિનામાં બાલાસર પોલીસ મથક નવા બની રહેલા બિલ્ડીંગમા કાર્યરત થઈ જશે, જેથી બાલાસર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ
ભુજમાં ધનતેરસે નકલી સોનાના બિસ્કિટ સસ્તામાં વેચવા નીકળેલો હિસ્ટ્રીશીટર ઝડપાયો
16 નકલી સોનાના બિસ્કિટ જપ્ત, અગાઉ પણ આ આરોપી છેતરપિંડીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે
ભુજમાં સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેંતરવાના ઈરાદાથી નીકળેલા ઠગબાજને એલસીબીએ પીતળ જેવી ધાતુના લંબ ચોરસ 16 નંગ બિસ્કીટ સાથે ઝડપી પાડ્યો હતો. અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાની કોશીસ કરતા આ ઇસમને રંગેહાથ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને હવાલે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પકડાયેલા ઇસમ ઉપર છેતરપિંડીના કેસ પોલીસ દફ્તરે નોંધાઈ ચુક્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્વિમ કચ્છ એલસીબી પીઆઇ એસએન ચુડાસમા તથા પીએસઆઇ ટીબી રબારીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મહીપાલસિંહ રાજપુરોહીત તથા સુનીલભાઇ પરમારનાઓ પેટ્રોલીંગમાં હતા , તે દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ભુજના એરપોર્ટ રીંગ રોડથી મોટાપીર દરગાહ રોડ તરફ સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેતરવાના ઈરાદાથી નીકળેલા મૂળ નખત્રાણા તાલુકાના કોટડા જદોડરના અને હાલે માધાપર કેસરબાગ સોસાયટી ખાતે રહેતા અમીતકુમાર અમૃતલાલ સોનીને પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટ સાથે પકડી પાડ્યો હતો.
પકડાયેલો ઇસમ નકલી સોનાના બિસ્કિટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાના ઇરાદાથી મોટાપીર દરગાહ બાજુ સ્વીફટ કાર નં-ૠઉં-12-અઊ-4303 વાળીથી પસાર થતો હતો તે વેળાએ એલસીબીએ રંગેહાથ તેને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ભુજમાં સસ્તા સોનાના નામે છેતરપિંડી ના અનેકવિધ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે, ત્યારે વધુ છેતરપિંડી નો બનાવ બને તે પહેલાજ એલસીબીએ આરોપીને ઘટનાના અંજામ પહેલા પકડી પાડ્યો હતો.
કચ્છ
કચ્છ-મુંબઇમાં ઇડીના દરોડા, 4 કરોડની રોકડ અને ચાંદીની લગડીઓ મળી આવી
IPLના ગેરકાયદે સ્ટ્રીમિંગ અને સટ્ટાબાજી અંગે તપાસ, મિલકતોના દસ્તાવેજો પણ કબજે
આઇપીએલ મેચોના ગેરકાયદેસર પ્રસારણ અને વિવિધ સટ્ટાબાજીની પ્રવૃત્તિઓમાં કથિત રીતે સંડોવાયેલા ઓનલાઈન પ્લેટફેર્મ ફેરપ્લે સાથે જોડાયેલ ગુજરાતના કચ્છ અને મુંબઈમાં મળીને કુલ આઠ જગ્યાએ એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ચાર કરોડ રૂૂપિયાની રોકડ રકમ બેંક ફ્ંડ અને સિલ્વર બાર જેવી જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ફેરપ્લે ભારતનું સૌથી મોટું ઓનલાઈન બેટિંગ એક્સચેન્જ હોવાનો દાવો કરે છે.અગાઉ ઈડીએ કુલ 113 કરોડની જંગમ સંપત્તિ જપ્ત કરી હતી. ઇડીએ જણાવ્યું હતું કે, વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને સ્થાવર મિલકતો સંબંધિત દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
2023 માં ફરિયાદ થઈ હતી જેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, ફેરપ્લે સ્પોર્ટ એલએલસી અને અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતા, માહિતી ટેકનોલોજી અધિનિયમ અને કોપીરાઈટ એક્ટની સંબંધિત કલમો હેઠળ એફ્આઈઆર દાખલ કરી હતી.
ઈડીએ આ મામલે અલગ અમલીકરણ કેસ દાખલ કરીને મની લોન્ડરિંગની તપાસ શરૂૂ કરી.તપાસ દરમિયાન, ઈડીને જણાવ્યું હતું કે તેને જાણવા મળ્યું છે કે ક્રિશ લક્ષ્મીચંદ શાહ (ફેરપ્લે પાછળના મુખ્ય વ્યક્તિ) એ વિવિધ કંપનીઓ જેમ કે મેસર્સ પ્લે વેન્ચર્સ એનવી અને મેસર્સ ડચ એન્ટિલેસ મેનેજમેન્ટ એનવી કુરાકાઓ ખાતે, મેસર્સ ફેર પ્લે સ્પોર્ટ એલએલસીમાં નોંધણી કરાવી છે.
ફેરપ્લેની કામગીરી માટે દુબઈ ખાતે મેસર્સ ફેરપ્લે મેનેજમેન્ટ ડીએમસીસી અને માલ્ટા ખાતે મેસર્સ પ્લે વેન્ચર્સ હોલ્ડિંગ લિમિટેડ બનાવી હતી. જેના ઓથા હેઠળ ફેરપ્લેનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્લેટફેર્મને ટેકનિકલ અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સપોર્ટ સર્વિસ પૂરી પાડનારાઓ પર સર્ચ એક્શન હાથ ધરવામાં આવ્યું હતું.