સુરતના સિંગણપોરમાં પત્નીને મોતને ધાટ ઉતારી પતિનો આપઘાત

સુરતનાં સિંગણપોરમાં હત્યા બાદ આપઘાતની હચમચાવતી ઘટના બની છે. પતિએ પત્નીને ચપ્પાનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.…


સુરતનાં સિંગણપોરમાં હત્યા બાદ આપઘાતની હચમચાવતી ઘટના બની છે. પતિએ પત્નીને ચપ્પાનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક દંપતીનાં બાળકો હરિયાણા ખાતે કબડ્ડીની રમતમાં ભાગ લેવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. આ મામલે સિંગણપોર પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં સિંગણપોર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય નરેશ કુંડળિયાએ પત્ની 45 વર્ષીય જમનાબેનને ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ નરેશભાઈએ પણ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે સિંગરણપોર પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, બંને પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો.પોલીસ તપાસ મુજબ, મૃતક દંપતીનાં બાળકો હરિયાણા ખાતે કબડ્ડીની રમતમાં ભાગ લેવા ગયા હતા. બાળકોની ગેરહાજરીનો લાભ લઈને પતિ નરેશ કુંડળિયાએ પત્ની જમનાબેનની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હતો. મૃતક નરેશ કુંડળિયા ક્ધસ્ટ્રકશનનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *