વૃધ્ધ બગસરામાં મહેમાનગતિ કરવા ગયા હતા, મૃતકના પરિવારમાં શોક
જેતપુરનાં ઉમરાળી ગામે રહેતા 65 વર્ષનાં વૃધ્ધ ત્રણેક દીવસ પહેલા બગસરા રહેતા સબંધીને ત્યા મહેમાનગતી કરવા ગયા હતા ત્યાથી પરત ફરતી વેળાએ તેમનાં બાઇકને અજાણી કારનાં ચાલકે ઠોકરે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને સારવાર માટે સૌ પ્રથમ અમરેલી અને બાદમા રાજકોટ ખાતે ખસેડાતા તેમનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ.
આ ઘટનામા પોલીસે તપાસ કરતા બનાવ બગસરાનાં ખાખરીયા ગામ પાસે બન્યો હોવાનુ જાણવા મળ્યુ છે. તેમજ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુધ્ધ કાર્યવાહી કરવા તજવીજ શરુ કરી છે. વધુ વિગતો મુજબ જેતપુરનાં ઉમરાળી ગામે રહેતા અને મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા ભીખાભાઇ બાબુભાઇ રાઠોડ (ઉ. વ. 6પ ) નામનાં વૃધ્ધ ગઇ તા. 29-12 નાં રોજ સવારનાં સમયે પોતાનુ બાઇક લઇને બગસરાનાં ખાખરીયા ગામ તરફ જતા હતા ત્યારે તેમને અજાણી કારનાં ચાલકે ઠોકરે લેતા તેમને ગંભીર ઇજા થઇ હતી જેથી તેમને રાજકોટની હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડાયા હતા.
જયા તેમનુ સારવારમા જ મોત નીપજયુ હતુ. મૃતક ભીખાભાઇને સંતાનમા બે દીકરા અને 4 દીકરી છે તેમજ પોતે બે ભાઇ 4 બહેનમા નાના હતા. તેઓનાં પરીવારજનોએ જણાવ્યુ હતુ કે ભીખાભાઇ બગસરા રહેતા સબંધીને ત્યા મહેમાનગતી કરી પરત ફરી રહયા હતા . ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. હાલ અમરેલી જીલ્લાનાં વડીયા પોલીસ મથકનાં સ્ટાફે અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા તજવીજ શરુ કરી છે.
