રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં 11 જિલ્લામાંથી 28287 કરોડના થશે MOU

કચ્છ જિલ્લામાં સૌથી વધુ 8500 કરોડ અને પોરબંદરમાં સૌથી ઓછુ રૂા.50 કરોડનું આપશે રોકાણ રાજકોટ જિલ્લાના MOUનો આંકડો સીધો વાઇબ્રન્ટ સમિટમાં જાહેર થશે રાજકોટ ખાતે…

કચ્છ જિલ્લામાં સૌથી વધુ 8500 કરોડ અને પોરબંદરમાં સૌથી ઓછુ રૂા.50 કરોડનું આપશે રોકાણ

રાજકોટ જિલ્લાના MOUનો આંકડો સીધો વાઇબ્રન્ટ સમિટમાં જાહેર થશે

રાજકોટ ખાતે આગામી 11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ’રિજનલ વાઇબ્રન્ટ સમિટ’ને લઈ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લાઓમાં ’ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગકારોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાઓમાંથી કુલ રૂ. 28,287.01 કરોડથી વધુના MOU થયા છે. આ તમામ જિલ્લાવાર રોકાણો રાજકોટ ખાતે યોજાનારી રિજનલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન રજૂ કરવામાં આવશે.

રાજકોટ વાઇબ્રન્ટ સમિટમા સૌથી વધુ કચ્છ જિલ્લામાં 8500 કરોડના રોકાણ માટે એમ.ઓ.યુ. થનાર છે જયારે દ્વારકા જિલ્લામાં 7146 કરોડ, જામનગર જિલ્લામાં રૂા. 5716 કરોડ તેમજ મોરબી જિલ્લામાં 2470 કરોડના રોકાણ કરારો કરવામા આવનાર છે. સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં રૂા. 50 કરોડનું રોકાણ આપનાર છે. હાલ દરેક જિલ્લા કક્ષાએ કરારો થઇ રહયા છે જેને રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં આખરી સ્વરૂપ આપવામા આવશે. જારે રાજકોટ જિલ્લામા રોકાણો અંગે સીધી વાઇબ્રન્ટ સમિટમાં જ જાહેર કરવામા આવશે.

આગામી 11 થી 13 જાન્યુઆરી દરમિયાન રાજકોટના આંગણે જ્યારે આ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે, ત્યારે વડા પ્રધાન,મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં આ તમામ MOU રજૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમના ભાગરૂૂપે સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાઓમાં લેવાની ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું કે તમામ એમઓયુ એકઠા કરી રાજકોટ ખાતે યોજનરી રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *