ગુજરાત
જામકંડોરણામાં બાલધા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન
હિરેનભાઇ ભટ્ટ સંગીતમય શૈલીમાં કરાવશે કથાનું રસપાન, વૈષ્ણવાચાર્યોના આશીર્વાદ
અલૌકિક લોટી ઉત્સવ, માળા પહેરામણી તથા મનોરથ સહિતના ધાર્મિક અનુષ્ઠાન
જામકંડોરણા ખાતે આજથી નગર નાકા પાસે આવેલ ગણેશ મિલ ગ્રાઉન્ડ ખાતે પરમ ભગવતીય દાદા માધાભાઈ આંબાભાઈ બાલધા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ એવમ શ્રી યમુના મહારાણીજી ના અલૌકિક લોટી ઉત્સવ તથા માળા પહેરામણી મનોરથ નું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે.
કથાના મુખ્ય મનોરથી વિપુલભાઈ કાંતિભાઈ બાલધાએ જણાવેલ કે જામકંડોરળા ના નગરનાકા આવેલ ગણેશ મીલ ગ્રાઉન્ડ ખાતે આજથી તારીખ 15 શુક્રવાર સુધી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ એવંમ શ્રી યમુના મહારાણીજી ના અલૌકિક લોટી ઉત્સવ તથા માળા પહેરામણી નું ભવ્ય આયોજન અમારા બાલધા પરિવારના પરમ ભગવતીય દાદાશ્રી માધાભાઈ આંબાભાઈ બાલધા તેમજ કાંતિભાઈ માધાભાઈ બાલધા તેમજ સુરેશભાઈ માધાભાઈ બાલધા તેમજ ગિરધરભાઈ માધાભાઈ બાલધા તેમજ વિપુલભાઈ કાંતિભાઈ બાલધા પરિવાર ના સંયુક્ત ઉપક્રમે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. જેમાં કથાના વ્યાસપીઠ પર પૂષ્ટિ માર્ગીય ભાગવત પ્રવક્તા શ્રી હિરેનભાઈ કે ભટ્ટ ઉપલેટા વાળા બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
કથા દરમિયાન પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વલ્લભ રાયજી મહારાજશ્રી તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી જયવલ્લભ લાલજી મહારાજ તેમજ પરમ પૂજ્ય 1008 વ્રજભૂષણ લાલજી મહારાજ તેમજ હરીરાયજી મહારાજ તેમજ વલ્લભરાઈજી મહોદય શ્રી તેમજ પુરુષોત્તમ લાલજી મહારાજ તેમજ નવનીત લાલજી મહારાજ તેમજ જય વલ્લભ લાલજી મહારાજ તેમજ ઉત્સવ રાયજી મહારાજ તેમજ બાલકળષ્ણ લાલજી મહારાજ તેમજ વલ્લભરાઈજી મહારાજ વિગેરે પુષ્ટિ સંપ્રદાયના વલ્લભ કુળના બાળકો પધારી આશીર્વાદ આપશે.
શ્રીમદ ભાગવત કથા દરમિયાન તારીખ 9 ને શનિવારના રોજ બપોરે 4:30 કલાકે કથાનો પ્રારંભ થશે અને બપોરે 2:-30 કલાકે વિશાળ પોથીયાત્રા મદન મોહન હવેલી ખાતેથી પ્રારંભ થશે તારીખ 11 ને સોમવારના રોજ સાંજે 5-30 કલાકે નળષિહ જન્મ મહોત્સવ ઉજવવામાં આવશે તારીખ 12 ને મંગળવારના રોજ સવારે 11-00 કલાકે વામન જન્મ ઉજવવામાં આવશે બાદ 11-30 કલાકે રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે અને સાંજે 5-30 કલાકે ભવ્ય કળષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે તેમજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન લીલા મહોત્સવ અને તારીખ 14 ને ગુરુવારના રોજ રૂૂક્ષ્મણી વિવાહ સાંજે 5-30 કલાકે ઉજવવામાં આવશે તેમજ તારીખ 15 ને શુક્રવારના રોજ સુદામા ચરિત્ર સવારે 10-30 કલાકે અને બપોરે 12 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.
આ સાથે પરમ પૂજ્ય ગોસ્વામી 1008 વ્રજભૂષણ લાલજી મહારાજ એવમ પૂજ્ય ગોસ્વામી હરીરાયજી મહારાજ ની આજ્ઞાથી પૂજ્ય ગોસ્વામી વલ્લભભાઈજી મહારાજ જામનગરના મંગલ સાનિધ્યમાં તારીખ 15 ને શુક્રવારના રોજ બપોરે 3:30 કલાકે ગૌ. વા.સમીરકુમાર સુરેશભાઈ બાલધાના સમળતી માં શ્રી યમુના મહારાણી ની અલૌ અલૌકિક લોટી ઉત્સવ એવમ માળા પહેરામણી મનોરથ યોજાશે.
જેમાં તારીખ 15ને શુક્રવારના રોજ બપોરે બે કલાકે ગીરીરાજ સ્થંભ સ્થાપના કરવામાં આવશે બપોરે 3-30 કલાકે લોટી ઉત્સવ એવમ માળા પહેરામણી મનોરથ યોજવામાં આવશે તેમજ સાંજે 4-30 કલાકે ના વચનામળત નો કાર્યક્રમ યોજાશે અને સાંજે 5-00 કલાકે હાલારી રાસ કીર્તન આયોજન કરવામાં આવેલું છે તમામ કાર્યક્રમો અને શ્રીમદ ભાગવત કથા નું સ્થળ શ્રી ગણેશ મીલ ગ્રાઉન્ડ નગરનાકા પાસે જામકંડોરણા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે.
શ્રીમદ ભાગવત કથા દરમિયાન રાજકીય ક્ષેત્રથી રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ રાજકીય છેત્રના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.તથા દરરોજ રાત્રિના વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં શનિવારે રાત્રે 9-00 કલાકે હાલારી રાસ તારીખ 10 ને રવિવારના રોજ રાત્રે 9-00 કલાકે લતીપર ને રાસ મંડળી તેમજ તારીખ 11 ને સોમવારના રોજ રાત્રે 9-00 કલાકે હાલારી રાસ કમલેશભાઈ બંગાળ વાળા ગ્રુપ દ્વારા તેમજ 12 ને મંગળવારના રોજ રાત્રે 9 કલાક દેવ ગ્રૂપ રાજકોટ કળષ્ણ લીલા કાર્યક્રમ તેમજ તારીખ તેલ ને બુધવારના રોજ રાત્રે 9-00 કલાકે ભવ્ય રાતોત્સવ દેવ ભટ્ટ ગ્રુપ રાજકોટ દ્વારા યોજાશે તેમજ તારીખ 14 ને ગુરુવારના રોજ રાત્રે હાલારી રાસ દિલીપભાઈ ભાલાળા ગામ ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.શ્રીમદ ભાગવત કથાનો દિવ્ય લાભ લેવા લોકોને જાહેર આમંત્રણ વિપુલભાઈ બાલધા બાલધા પરિવાર દ્વારા પાઠવેલ છે.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ