Connect with us

મોરબી

મોરબીના શોભેશ્ર્વર નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા

Published

on

રૂા. 60,500નો મુદ્દામાલ જપ્ત


મોરબીની કુબેર ટોકિઝ પાછળ, શોભેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂૂપીયા-60,500/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.


મોરબી એલસીબી પોલીસને મળેલ સંયુકતમાં બાતમી મળેલ કે, રાજુભાઇ બાબુભાઇ કોળી રહે.મોરબી કુબેરટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ, મફતીયાપરા વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ, મફતીયાપરામાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા જુગાર રમતા પાંચ ઇસમો રાજુભાઇ બાબુભાઇ ચૌહાણ ઉવ-54 રહે. મોરબી, શોભેશ્વર રોડ, મફતીયાપરામાં, અબ્દુલભાઇ મામંદભાઈ જુણાજ ઉવ-56 રહે. મોરબી, જુના બસસ્ટેન્ડ પાસે, ધાંચી શેરી, સફીર તારમહમંદભાઈ મોટલાણી ઉવ-49 રહે.મોરબી સબજેલ પાછળ, બોરીચાવાસ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર ઉવ-57 રહે.

મોરબી નવા હાઉસીંગ બોર્ડમાં, બ્લોક ન.231, ઇસ્માઇલ કાદરખાન બ્લોચ ઉવ-48 રહે. મોરબી મકરાણીવાસ, રોહીલાપીરની દરગાહ પાસે મોરબીવાળાને રોકડ રૂૂ.60,500/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂૂધ્ધ જુગારધારા કલમ-4,5 મુજબ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

ગુજરાત

મોરબીના ભરતનગરમાં ગ્રામજનો એકઠા થતા ભાગવા ગયેલો યુવક પટકાતાં મોત

Published

on

By

મૃતક અજાણ્યા યુવાનના વાલીવારસની શોધખોળ; યુવકનાં મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ


મોરબીના ભારતનગર ગામે ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા ગયેલો યુવક પટકાયો હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવક ચોરી કરવા ગયો હોવાની શંકાએ ગ્રામજનોએ માર મારતાં મોત નિપજ્યું છે કે પછી ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા જતાં પટકાવાથી મોત નિપજ્યું છે ? તે જાણવા મૃતક યુવકનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પી.એમ. રિપોર્ટ બાદ યુવકના મોતનું કારણ બહાર આવશે. મૃતક અજાણ્યા યુવકના વાલી વારસની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના ભારતનગર ગામે આવેલા કેશવ પ્લાઝાની સામે આશરે 33 વર્ષનો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં પડયો હતો. યુવકને 108 મારફતે તાત્કાલીક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.


પ્રાથમિક પુછપરછમાં મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મૃતક યુવાન ભારતનગર ગામે ચોરીના ઈરાદે ઘુસ્યો હોય અને ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા જવાથી પટકાયો હતો. જેના કારણે મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે પી.એમ.રિપોર્ટ બાદ યુવકનું પડી જવાથી મોત નિપજ્યું છે કે ? માર મારવાથી મોત નિપજ્યું છે ? તે બહાર આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Continue Reading

ગુજરાત

મોરબી જિલ્લાના તમામ તલાટી મંત્રીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ

Published

on

By


મોરબી જિલ્લામાં વર્ષાઋતુનો પ્રારંભ થઇ ગયેલ હોય તેના કારણે અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેથી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયત સેક્રેટરીની હાજરી અનિવાર્ય હોવાથી વર્ષાઋતુ સંદર્ભે મહત્વની સુચનાઓનું પાલન કરવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.


આ પરિપત્ર અનુસાર તમામ તલાટી-કમ મંત્રીઓ ફરજિયાત હેડક્વાર્ટર પર રહે તે માટેની સુચના આ5વામાં આવે છે અને સેજાના તેમજ ચાર્જના ગામમાં હાજરી આપવાની થાય તો તેની જાણ અગાઉથી સરપંચ તથા વિસ્તરણ અઘિકારી(પંચાયત)ને કરવી અને કયા વારે કયા ગામે હાજર રહેવાને છે તે અંગેનું બોર્ડ ગ્રામ પંચાયત ખાતે ફરજિયાત લગાવવાનું રહેશે. તાલુકા કક્ષાની અઠવાડિક બેઠકમાં હાજર રહેવાનુ હોય ત્યારે તેની જાણ પણ સરપંચને કરવી અને બેઠક પુર્ણ થયા બાદ તાત્કાલિક ફરજ પર હાજર થઇ જવાનું રહેશે. તાલુકા વિકાસ અઘિકારી દ્વારા બિન અધિકૃત ગેરહાજર રહેનાર તલાટી કમ મંત્રીની જે-તે દિવસની બિન પગારી રજા ગણવાની રહેશે અને વાંરવાંર આવુ બનવા પામે તો શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવા સુચના આપવામાં આવી છે. વિસ્તરણ અઘિકારી(પંચાયત) સંવર્ગના કર્મચારીએ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રીની હાજરીની ખરાઇ કરવાની રહેશે અને તેનો હકીકત લક્ષી અહેવાલ તાલુકા વિકાસ અઘિકારી મારફત અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે. ગ્રામ્ય કક્ષાએ ભારે વરસાદ દરમિયાન ઉપલબ્ઘ ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તલાટી-કમ મંત્રીએ તૈયાર કરવી તેમજ આ બાબતની કામગીરીની ચકાસણી વિસ્તરણ અઘિકારી(પંચાયત)એ કરવાની રહેશે. વરસાદ દરમિયાન તલાટી-કમ મંત્રીઓએ ફરજ પર સતત સ્ટેન્ડ બાય રહેવાનું રહેશે તથા આવશ્યક તમામ જરૂૂરી પગલા લેવાના રહેશે. ઉપરાંત તેઓના વિસ્તારમાં કોઇ દુર્ઘટના બને તો તેની જાણ તરતજ જિલ્લા કક્ષાએ કરવાની રહેશે તેવું મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

Continue Reading

ગુજરાત

ન્યૂ શક્તિ સોસાયટીમાં પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને માર માર્યો

Published

on

By


શહેરમાં મોરબી રોડ ઉપર ન્યુ શક્તિ સોસાયટીમાં પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીને લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલી ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતી હેમલતાબેન પરસોતમભાઈ નડિયાપરા નામની 45 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેના પતિ પરસોત્તમભાઈ નડિયાપરાએ લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પરસોતમભાઈ નડીયાપરાએ પત્ની લતાબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતા કારણ અનિલભાઈ ગળીયલ નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે મગજની બીમારીના કારણે ઝેરી દવા પી લીધી હતી. જ્યારે બેડી ગામમાં રહેતા મનુભાઈ હંસરાજભાઈ જોગડીયા નામના 55 વર્ષના આધેડ પોતાની વાડીએ હતા. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેનાર યુવક અને આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending