Connect with us

રાષ્ટ્રીય

વાવાઝોડા ‘દાના’નો ખોફ, બંગાળ-ઓડિશામાં 10 લાખનું સ્થળાંતર

Published

on

300 ટ્રેન રદ, કોલકાતા એરપોર્ટ બંધ કરાયું, શાળા-કોલેજોમાં રજા જાહેર

વાવાઝોડું 15 કિ.મી.ની ઝડપે આગળ વધે છે, કાલે સવારે 100થી 120 કિ.મી.ની ઝડપે ત્રાટકવાનો ભય

NDRFની 288 ટીમ તૈનાત, કોસ્ટગાર્ડ અને સેના પણ હાઇએલર્ટ પર, યુદ્ધ જેવી તૈયારી


બંગાળની ખાડીમાં ઉભુ થયેલું ચક્રવાતી તોફાન ‘દાના’ના સંકટના કારણે પશ્ર્ચિમ બંગાળ અને ઓડીશામાં હાઇએલર્ટ આપવામાં આવેલ છે. આ વાવઝોડુ આજે રાત્રે અથવા કાલે સવાર સુધીમાં પશ્ર્ચિમ બંગાળ અને ઓડીશાના દરિયા કાંઠે ત્રાટકે તેવી દહેશતના પગલે બન્ને રાજયોમાં 14 જિલ્લાના 10 લાખ લોકોનું સુરક્ષીત કેમ્પોમાં સ્થળાંતર કરાયું છે. જયારે આજે સાંજથી કલકતા સહીતના એરપોર્ટ અને 300 જેટલી ટ્રેનો સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવી છે. જયારે શાળા- કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.
આજે સાંજે 6 વાગ્યાથી 15 કલાક સુધી કોલકતા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા ભારતીય કોસ્ટગાર્ડ અને સેનાને પણ એલર્ટ રહેવા જણાવાયું છે. મેડીકલ ટીમો પણ તૈનાત કરાઇ છે.


ઓડિશામાં 24 થી 25 ઓક્ટોબર સુધી ચક્રવાત દાનાને લઈને દરેક જગ્યાએ તકેદારી વધારી દેવામાં આવી છે. ઓડિશા અને બંગાળમાં તોફાનથી બચવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ઓડિશામાં એનડીઆરએફની 288 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ લગાવીને 14 જિલ્લાના 10 લાખ લોકોને સુરક્ષિત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે.


આ વાવાઝોડાની અસર ઓડિશાથી લઈને બંગાળ, બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે. આ વાવાઝોડું રાષ્ટ્રીય ઉદ્યાન અને પુરીના ધમરા બંદરની વચ્ચે ટકરાશે. આઇએમડી અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર ચક્રવાતનું સ્વરૂૂપ લઈ રહ્યું છે અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે.
દાના વાવાઝોડું આજે રાત્રે અથવા શુક્રવાર 25 ઓક્ટોબરની સવારે તે પુરી કિનારે અને બંગાળના સાગરદ્વીપ કિનારે અથડાશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન વિભાગે 24 અને 25 ઓક્ટોબરે બંગાળ અને ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.


એનડીઆરએફના સેક્ધડ ઇન કમાન્ડ ટુઆઇસી વર્ધમાન મિશ્રા અનુસાર, એનડીઆરએફની ટીમો તટીય જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. ઓડિશાના સાત જિલ્લામાં તોફાન અને ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ-પૂર્વ રેલવેએ આગામી ત્રણ દિવસ માટે લગભગ 300 ટ્રેનો રદ કરી છે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝીએ બુધવારે કેબિનેટની બેઠક બોલાવી અને મંત્રીઓને જવાબદારી સોંપી હતી. નવ મંત્રીઓ અને નવ વરિષ્ઠ આઇએએસ અધિકારીઓને એક્શન પ્લાનિંગ અને મોનિટરિંગની જવાબદારી સોંપી હતી.


રાજ્ય સરકારે આપત્તિ રાહત દળો તૈનાત કર્યા છે. શાળાઓ અને કોલેજો બંધ કરી છે અને તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી છે. પ્રવાસીઓને બીચ તરફ જવાની મનાઈ કરીને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે વિવિધ દરિયાકિનારા પર કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે એક વીડિયો સંદેશ જાહેર કરીને લોકોને અપીલ કરી છે કે વાવાઝોડાથી ગભરાવાની કે ડરવાની જરૂૂર નથી, પરંતુ દરેક વ્યક્તિએ સુરક્ષિત રહેવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.


ચક્રવાત દાના પર, ભુવનેશ્વર આઈએમડીના નિર્દેશક મનોરમા મોહંતી કહ્યું કે, વાવાઝોડુ દાના ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24 ઓક્ટોબરની વહેલી સવાર સુધીમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં પરિવર્તિત થવાની અને 24 ઓક્ટોબરની રાત્રિના સમયે ભીતરકણિકા અને ધામરા નજીક પુરી અને સાગર દ્વીપ વચ્ચે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે. 25મી ઑક્ટોબરની સવારે એક તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે અને દરિયાકાંઠાને પાર કરતી વખતે પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે, જે 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.


આ ખતરાને ધ્યાને લઇ અલગ-અલગ સ્થળોએ 17 ફાયર બ્રિગેડની ટીમો હાજર રહેશે, એનડીઆરએફ, ઓડીઆરએફની ટીમો પણ હાજર છે. 179 આશ્રયસ્થાનો અને 370 વધારાના આશ્રયસ્થાનો તૈયાર રાખવામાં આવ્યા છે. પ્રવાસીઓ માટે રાજ્ય સરકારની એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય

42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન

Published

on

By

રેલવેને હજુ પણ ખબર નથી કે ગુડસ ટ્રેન આટલા લાંબા સમય સુધી કયાં હતી: સરકારે અહેવાલને રદિયો આપ્યો


ભારતીય રેલવે મોડેથી ચાલતું હોય એ સામાન્ય વાત છે, ઠંડીના દિવસોમાં આ સમય ક્યારેક 12 થી 24 કલાક સુધી લંબાય છે. જે અંતર 2-3 કલાકમાં કાપવું જોઈએ તે ટ્રેન શિયાળામાં 6-7 કલાકમાં કાપે છે. કેટલીકવાર તે તેના કરતાં પણ વધુ સમય લે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી મોડી આવતી ટ્રેન કઈ છે? આ ટ્રેને તેની મુસાફરી 42 કલાકમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ તેને ગંતવ્ય સ્થાને પહોંચવામાં 3 વર્ષથી વધુ સમય લાગ્યો!
આ ઘટના વર્ષ 2014ની છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી ઉત્તર પ્રદેશના બસ્તી સુધી એક માલસામાન ટ્રેને મુસાફરી કરવાની હતી. પરંતુ આ ટ્રેન લગભગ 4 વર્ષ મોડી પડી હતી.


આમ તો આ રસ્તો 42 કલાકમાં પૂર્ણ થાય છે. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ સૌથી મોડી પડેલી ટ્રેન છે. અહેવાલો અનુસાર, આ માલસામાન ટ્રેનને બસ્તી પહોંચવામાં 3 વર્ષ, 8 મહિના અને 7 દિવસનો સમય લાગ્યો હતો. જો કે સરકારે ખુલાસો કર્યો છે કે માલસામાનની હેરફેરમાં આટલો લાંબો સમય કયારેય લાગ્યો નથી.
બન્યું એવું કે, કોલોનીમાં રામચંદ્ર ગુપ્તા નામના એક વેપારી હતા. 2014 માં, તેમણે તેમના વ્યવસાય માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડ, વિશાખાપટ્ટનમ પાસેથી ડી એમોનિયમ ફોસ્ફેટ મંગાવ્યો હતો. આ વસ્તુની કિંમત લગભગ 14 લાખ રૂૂપિયા હતી.


10 નવેમ્બર 2014ના રોજ માલસામાનની ટ્રેનમાં 1316 બોરીઓ ભરવામાં આવી હતી. ટ્રેન સમયસર સ્ટેશનેથી નીકળી. પરંતુ પછી એટલું મોડું થઈ ગયું કે તે 3 વર્ષ અને 8 મહિના પછી એટલે કે 25 જુલાઈ 2018ના રોજ ઉત્તર પ્રદેશના બસ્તી પહોંચ્યું.


આ જાણીને રેલવે કર્મચારીઓ અને અન્ય સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. ટ્રેન 42 કલાકમાં મુસાફરી પૂરી કરવાની હતી. નવેમ્બર 2014માં જ્યારે ટ્રેન બસ્તી ન પહોંચી ત્યારે રામચંદ્ર ગુપ્તાએ રેલવેનો સંપર્ક કર્યો અને અનેક લેખિત ફરિયાદો નોંધાવી. પરંતુ વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી. પરંતુ પાછળથી ખબર પડી કે ટ્રેન રસ્તામાં જ ગાયબ થઈ ગઈ અને પોતાનો રસ્તો ભૂલી ગઈ.

ખાતર 3 વર્ષમાં ખરાબ થઈ ગયું
અહેવાલ મુજબ, નોર્થ ઈસ્ટર્ન રેલવે ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી સંજય યાદવે કહ્યું હતું કે, જ્યારે કોઈ કોચ અથવા બોગીને મુસાફરી માટે અયોગ્ય માનવામાં આવે છે, ત્યારે તેને યાર્ડમાં મોકલવામાં આવે છે. એવું લાગે છે કે કદાચ આ ટ્રેન સાથે પણ એવું જ બન્યું હશે, તે લાંબા સમયથી કોઈક યાર્ડમાં ઊભી રહી હશે. તપાસ કર્યા બાદ જ ટ્રેન બસ્તી સ્ટેશન પહોંચી. જોકે, ટ્રેન ક્યાં મોડી પડી અને આટલો લાંબો સમય ક્યાં હતી તે અંગે કંઈ જાણી શકાયું નથી. આટલી લાંબી રાહ જોયા બાદ તે ખાતર 3 વર્ષમાં ખરાબ થઈ ગયું હતું.

Continue Reading

રાષ્ટ્રીય

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર

Published

on

By

અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના સમાચારો પર પૂર્ણવિરામ મૂક્યું છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની તાકાત પર ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી.


આ પહેલા સમાચાર એજન્સી એએનઆઇએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સિવાય ઈન્ડિયા એલાયન્સની કેટલીક અન્ય પાર્ટીઓને સામેલ કરવાની વાત ચાલી રહી છે. કોંગ્રેસને 15 બેઠકો મળી શકે છે અને અન્ય ભારતીય જોડાણના સભ્યોને 1 કે 2 બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે.દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં પાર્ટીએ 11 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે બીજી યાદીમાં સોમવારે 20 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.


જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં આવતા વર્ષે 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
એવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.

Continue Reading

રાષ્ટ્રીય

મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા

Published

on

By

સાતનો ભોગ લેનારા અને અન્ય 42 જેટલા લોકોને ઇજા થઇ તે બસ અકસ્માતના બનાવમાં પોલીસને ઇરાદાપુર્વકનું કૃત્ય દેખાઇ રહ્યું છે. કોર્ટ સમક્ષ ધરપકડ કરાયેલા ડ્રાઇવર સંજય મોરેની કસ્ટડી માગતા પોલીસે જણાવ્યું હતું કે તેને આ કૃત્ય ઇરાદાપુર્વક કરાવ્યું છે કે કેમ અને બસનો વાહનનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરાયો છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી છે.


દલીલો બાદ મુંબઈ પોલીસની અરજી સ્વીકારીને કોર્ટે દુર્ઘટનાગ્રસ્ત બસ ચલાવી રહેલા સંજય મોરે (54)ને 21 ડિસેમ્બર સુધી તેમની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. વિગતો એવી બહાર આવી છે કે સંજય મોરેને ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. અને સ્ટીયરીંગ ઇવીએસ માટે માત્ર 10 દિવસની તાલીમ લીધી હતી.
પોલીસે એવી પણ રજૂઆત કરી હતી કે ગુનો કરવા પાછળ આરોપીનો ઈરાદો અને કોઈ કાવતરું હતું કે કેમ તેની તપાસ કરવાની જરૂૂર છે. પોલીસે ઉમેર્યું હતું કે ડ્રાઇવરે તેના કબજામાં રહેલી બસનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો અને મુસાફરો અને રાહદારીઓના જીવનને જોખમમાં મૂકતા ભીડભાડવાળા વિસ્તારમાં તેને બેદરકારીથી ચલાવી હતી કે કેમ તેની તપાસ કરવાની જરૂૂર છે.


પોલીસે કોર્ટને એમ પણ કહ્યું કે સંજય મોરેએ બસ ચલાવવાની તાલીમ લીધી હતી કે કેમ અને અકસ્માત સમયે તે માદક દ્રવ્યોના પ્રભાવમાં હતો કે કેમ તેની તપાસ કરવી જરૂૂરી છે. પોલીસે જણાવ્યું હતું કે પરિવહન વિભાગે અકસ્માતમાં સામેલ બસની તપાસ કરવાની બાકી છે.


મુંબઈ પોલીસની રિમાન્ડ અરજીનો વિરોધ કરતા, સંજય મોરેના વકીલ, સમાધાન સુલાનેએ જણાવ્યું હતું કે બસમાં ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોઈ શકે છે. વકીલે દલીલ કરી હતી કે વાહન ચાલકોને સોંપતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મોરેને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.


પોલીસ પૂછપરછ દરમિયાન ડ્રાઇવર માનસિક રીતે વધુ સતર્ક હોવાનું જણાયું હતું અને પ્રાથમિક તબીબી અહેવાલો સૂચવે છે કે તે આલ્કોહોલના પ્રભાવ હેઠળ નથી, અધિકારીએ ઉમેર્યું હતું.

Continue Reading
આંતરરાષ્ટ્રીય1 day ago

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત

રાષ્ટ્રીય1 day ago

42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન

આંતરરાષ્ટ્રીય1 day ago

ધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર

રાષ્ટ્રીય1 day ago

મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા

ક્રાઇમ1 day ago

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

આંતરરાષ્ટ્રીય1 day ago

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

ગુજરાત1 day ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત1 day ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત1 day ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ગુજરાત1 day ago

બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ

ગુજરાત1 day ago

શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

ગુજરાત1 day ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત1 day ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત1 day ago

હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો

ગુજરાત1 day ago

અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ

ગુજરાત1 day ago

અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ

ગુજરાત1 day ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ગુજરાત1 day ago

પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા વધુ 78 વેપારીઓ દંડાયા

ગુજરાત1 day ago

ઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગ

Trending