દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ

પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો રૈયાધાર પાસે…

પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો

રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો

રૈયાધાર પાસે ડ્રીમ સિટીની સામે દ્વારકેશ પાર્ક મેઈન રોડ પર ગઈકાલે રાત્રે ભાવેશ ડાયાભાઈ વાણવી (ઉ.વ. 32) અને તેના ભત્રીજા પ્રિન્સ (ઉ.વ. 17) (રહે. બંને મણીનગર, રૈયા) ઉપર અડધો ડઝન જેટલા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી, લાકડી-ધારિયા અને કુહાડી વડે ખૂની હુમલો કર્યો હતો.ગંભીર રીતે ઘાયલ ભાવેશનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.તે સાથે જ મૃતકના પરિવારજનો અને અનુસૂચિત સમાજે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઇન્કાર કરી દેતાં તણાવ વ્યાપી ગયો હતો. મોડી સાંજે સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મૃતદેહ લઈ જવાતા પોલીસના ધાડા ઉતારી પડયા હતા. રાત્રે દસ વાગ્યા સુધીમાં પરિવારજનોએ મૃતદેહ સંભાળ્યો નહોતો.એટલું જ નહીં ચક્કાજામ કરતા પ્ર.નગર પોલીસ,ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમો ધસી જતાં બંને પક્ષો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

તેમાં કેટલાક આગેવાનોને પોલીસે ડીટેઈન પણ કર્યા હતા.આખરે ત્રણ આરોપીઓ હાથવેંતમાં હોવાની જાણ થતાં પરિવારજનોએ મૃતદેહ સંભાળી લીધો હતો અને એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈ વતન વંથલી રવાના થયા હતા.પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે મૃતક ભાવેશે મુખ્ય આરોપી હમીર મેરાભાઈ જોગરાણાના રસના ચીચોડા બાબતે મનપામાં અરજી કરી હતી. જેનો ખાર રાખી હમીર અને તેના અડધો ડઝન મળતિયાઓએ ભેગા મળી ભાવેશ અને તેના ભત્રીજા ઉપર ખૂની હુમલો કર્યો હતો. બંનેને સિવિલમાં ખસેડાયા હતા. ગાંધીગ્રામ-2 પોલીસે ભાવેશના મિત્ર રાહુલ પરમાર (ઉ.વ. 25)ની ફરિયાદ પરથી ખૂનની કોશિષનો ગુનો નોંધ્યો હતો.

વહેલી સવારે ભાવેશે સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. તે સાથે જ તેના પરિવારજનો અને અનુસૂચિત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.તેમણે જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઇન્કાર કરી દેતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સહિતના તંત્રોએ સમજાવટના ઘણાં પ્રયાસો કર્યા હતા જે સફળ રહ્યા ન હતા. મોડી સાંજે પરિવારજનો અને અનુસૂચિત સમાજે પોલીસ કમિશનર અને કલેક્ટરને રૂૂબરૂૂ મળી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.ત્યાર પછી મૃતદેહ સ્વીકારી લીધો હતો.

આ ઘટનામાં જાહેર રોડ પર પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી,હુલ્લડ, ઝપાઝપી અને ધમકી આપવા બદલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દિલીપભાઈ ધીરૂૂભાઈ સોલંકી (ઉર્ફે ડી.ડી. સોલંકી),અશોકભાઈ સિંધવ, નરેશભાઈ ઉગાભાઈ બગડા અને અન્ય 15 થી 20 અજાણ્યા માણસોનું ટોળા સામે કાર્યવાહી કરવામાં આવી છે.આ ઘટનામાં એ.એસ.આઈ. સંજયભાઈ રામજીભાઈ દાફડા ફરિયાદી બન્યા હતા.

આરોપીઓ સામે ગુજસીટોક,મકાનો તોડી પાડવા અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કરી માંગણી
આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ પગલાં લેવાની, તેમના ગેરકાયદે મકાનો તોડી સૌરાષ્ટ્રમાંથી હદપાર કરવાની, મૃતકની પત્ની અને બંને બાળકોને રાજ્ય સરકાર દત્તક લઈ ભરણપોષણ કરે, બાળકોના શિક્ષણની અને રહેણાંકની વ્યવસ્થા કરે તેવી માંગણી કરી હતી.ઉપરાંત આરોપીઓને છાવર્યાનો આક્ષેપ કરી તપાસનીશ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા,તેમને સસ્પેન્ડ અને ડિસમિસ કરવાની માંગ કરી હતી. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો મૃતકની ઉત્તરક્રિયા નહીં કરવાની અને ચાલુ વિધાનસભા સત્રમાં વિધાનસભા અધ્યક્ષ સમક્ષ મૃતદેહને લઈ જવાની ચીમકી આપવામાં આવી હતી.એટલું જ નહીં જો માંગણીઓ નહીં સ્વીકારાય તો અંતિમવિધી થઈ ગયા પછી પણ મૃતદેહને બહાર કાઢીને મુખ્યમંત્રીના નિવાસસ્થાને લઈ જવાની ચીમકી આપી હતી.સાથો-સાથ ફરિયાદી મૃતકના માતાને તેમજ બનાવના સાક્ષીઓને રક્ષણ આપવાની પણ માંગણી કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *