ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાં

ગોંડલ સિટી પોલીસે વાછરા રોડ પર વાડીમાં છાપો મારી 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ…

ગોંડલ સિટી પોલીસે વાછરા રોડ પર વાડીમાં છાપો મારી 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચનાના પગલે ગોંડલ સીટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગોંડલના વાછરા રોડ પર ચાલતી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ વિભાગના ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પી.આઈ. એલ.આર. ગોહિલ પીએસઆઇ પંડ્યા, સ્ટાફ નાં યુવરાજસિંહ ગોહિલ, મહાવીરભાઇ બોરીચા,કૃપાલસીહ ઝાલા સહિત ની ટીમ પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન બાતમી મળેલ કે વાછરા રોડ પર રફીકભાઈ લાખાણીની વાડીમાં દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠી ધમધમી રહી છે. બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે વાડીમાં છાપો મારતા દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ હતી.

પોલીસે સ્થળ પરથી આરોપી રફીકભાઈ બાવાભાઈ લાખાણી ઉ.વ. 47, રહે. ભગવતપરા ને દબોચી લીધો હતો. સ્થળ પરથી પોલીસે 540 લીટર દેશી દારૂૂ બનાવવાનો આથો (કિં. રૂૂ. 13,500), 03 લીટર તૈયાર દેશી દારૂૂ (કિં. રૂૂ. 600) અને ગેસના બાટલા સહિત ભઠ્ઠીના સાધનો (કિં. રૂૂ. 1,950) મળીને કુલ રૂૂ. 16,050 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી રફીક લાખાણી લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન, ગોંડલ બી-ડિવિઝન અને રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં પ્રોહીબિશન અને જુગાર ધારા હેઠળ 10 જેટલા ગુન્હા નોંધાઈ ચુક્યા છે.

ઇંગ્લીશ દારુ જડપ્યો:બુટલેગર નાશી છૂટ્યો
ગોંડલનાં ભગવતપરા વાછરા રોડ પર આવેલા વી.કે.નગર માંથી એ’ડીવીઝન પોલીસ સ્ટેશન નાં પીઆઇ. એ.આર.ગોહિલ, પીએસઆઇ. પંડ્યા,સ્ટાફ નાં યુવરાજસિંહ ગોહિલ, બંસીબેન પરમાર, મહાવીરભાઇ બોરીયા સહિત નાં સ્ટાફે દરોડો પાડી રુ.63,400 ની કિંમત ની વિદેશી દારુની 272 બોટલ તથા 37 કોથળીઓ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ ને જોઇ ને દારુનો ધંધાર્થી મનોજ ભોજાભાઇ સોંદરવા નાશી છુટ્યો હોય તેને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતાં.મનોજ ઉપર ગોંડલ સીટી પોલીસ માં દારુ જુગાર નાં છ જેટલા ગુન્હા નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *