રોડ ઉપરના અડચણરૂપ દબાણો હટાવી ફરીવાર રોડ ઉપર દબાણ નહીં કરવાની કડક સૂચના આપવામાં આવી
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની છે ત્યારે રાણપુર પોલીસે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા કડક પગલા સાથે લાલ આંખ કરી છે. રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ પટેલ એ પોલીસ કાફલા સાથે રાણપુર શહેરના જાહેર માર્ગ તેમજ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ફૂડ પેટ્રોલિંગ સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજી અડચણરૂૂપ દબાણો હટાવવાની કડક સુચના આપવામાં આવી છે રાણપુર પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધી અને મુખ્ય બજારમાં વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થાય છે તેને લઈ રાણપુર પોલીસે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રોડ ઉપર લારી-ગલ્લા તેમજ આડેધડ વાહન પાર્ક કરેલા હોય તેઓને કડક સૂચના આપવામાં આવી છે કે રોડ ઉપર અડચણરૂૂપ દબાણ કરવામાં નો આવે રોડ ઉપર લારી-ગલ્લા રાખવામાં ન આવે અને વાહન ચાલકોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં ન આવે નહિતર પોલીસ કડક કાર્યવાહી કરશે અને વાહનો જપ્ત કરશે સાથે જ રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલ એ જણાવ્યું છે કે આગામી દિવસમાં પણ રાણપુર શહેરમાં જે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા છે તે દૂર કરવાના આવશે દબાણ કરનારા અને રોડ ઉપર આડેધડ વાહન પાર્ક કરનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોઈપણની શેહશરમ રાખ્યા વગર પોલીસ કડક કાર્યવાહી કરશે હાલ તો રાણપુર પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા લાલ આંખ કરી છે ત્યારે દબાણ કરતાં ઓમાં અને આડેધડ વાહનો પાર્ક કરનારા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે….
દબાણ હટાવીન પોલીસ જાય એટલે તરત પાછા રોડ ઉપર દબાણ થઈ જાય છે
રાણપુરમાં પોલીસ સ્ટેશન થી લઈને તાલુકા પંચાયત સુધી પોલીસ પ્રશાસન જ્યારે આવે છે ત્યારે દબાણ હટાવવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ પાછા જાય એટલે પાછા દબાણકારો રોડ પર દબાણો કરીને બેસી જાય છે. પોલીસ દ્વારા રોડ ઉપર દબાણકર્તાઓને વારંવાર કહેવામાં આવ્યું છે કે રોડ ઉપર દબાણ કરવુ નહી. રોડની એકદમ સાઈડમાં લારી-ગલ્લા રાખવામાં આવે તેમ છતાં રોડ ઉપર આડેધડ લારી-ગલ્લા અને વાહનો ખડકી દેવામાં આવે છે.જેના કારણે ટ્રાફિકની સમસ્યા વારંવાર ઉભી રહે છે રોડ ઉપર આડેધડ વાહનો પાર્કિંગ કરી દેવામાં આવે છે આ સમસ્યાનો ઉકેલ માટે પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધી પોલીસ નું પેટ્રોલિંગ વધારવું જરૂૂરી છે.
