ગુજરાત
ટ્રાફિક સિગ્નલ હોય તેવા સર્કલો હટાવશે મહાનગરપાલિકા
આડેધડ સર્કલ ડેવલપ કરવાથી રોડ દબાઈ જાય છે, ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સાફસફાઈ કરવા વિચારણા
રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતરી જાય છે. જેમાં મુખ્યત્વે વાહનોના પાર્કિંગનો પ્રશ્ર્ને પેચીદો બન્યો છે. રોડ પહોળા થઈ શકે તેવી સ્થિતિ ન હોય સાંકળા રોડ ઉપર ગેરકાયદેસર વાહનો પાર્ક થતાં અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે મુખ્ય માર્ગો ઉપર આવતા સર્કલોની વચ્ચે તૈયાર કરવામાં આવેલ આયરલેન્ડ પણ ટ્રાફિક સમસ્યામાં ભૂમિકા ભજવી રહ્યાનું સર્વે દરમિયાન બહાર આવતા મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ હવે ટ્રાફિક સિગ્નલ હોય તેવા સર્કલો ખાલી રાખવા જોઈએ તેવો નિર્મય લઈ ખાસ કરીને 150 ફૂટ રીંગ રોડના તમામ સર્કલોના આયરલેન્ડ હટાવવા તેમજ જરૂરીયાત મુજબના રોડ પહોળા કરવા માટે અધિકારીઓ સાથે મીટીંગ યોજી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ કરવામાં મુખ્યભાગ ભજવતા સર્કલોની માપસાઈઝ તેમજ ક્યા પ્રકારનો ટ્રાફિક આ સર્કલ પરથી પસાર થાય છે તે સહિતના મુદ્દે એજન્સી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. શહેરીજનોની માંગણી મુજબ અમુક સર્કલો નાના કરવા તેમજ અમુક સર્કલો કાઢી નાખવાના સુચનો આવેલ જ્યારે એજન્સી દ્વારા સર્વે દરમિયાન માલુમ પડેલ કે અન્ય મેગાસીટીમાં ટ્રાફિક સિગ્નલો હોય તેવા સર્કલો ખાલી રાખવામાં આવે છે.
આ સર્કલો વચ્ચે આયરલેન્ડ કે સુશોભનની પ્રવૃત્તિ કરાતી નથી. આથી રાજકોટ શહેરના ટ્રાફિક સિગ્નલ વાળા સર્કલોમાંથી આયરલેન્ડ હટાવી લેવામાં આવે તો સિગ્ન ખુલ્યા બાદ ડાબી અને જમણી સાઈડ જનાર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સરળતાથી તેઓ તેમની સાઈડમાં વળી જવાથી પાછળનો ટ્રાફિક પણ ઝડપથી ક્લિયર થઈ શકે છે. છતાં એજન્સીના સર્વેના આધારે અને ફરી એક વખત તમામ સર્કલના આયરલેન્ડનો અભ્યાસ કરી ખાસ કરીને 150 ફૂટ રીંગ રોડ ઉપર આવતા ટ્રાફિક સિગ્નલો વાળાસર્કલો નાના થઈ શકે તેમ ન હોવાથી આયરલેન્ડ દૂર કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
કમિશનરે વધુમાં જણાવેલ કે, સેન્ટ્રલઝોન અને ઈસ્ટઝોનના અમુક જૂના વિસ્તારોમાં હયાત મુખ્ય માર્ગો હવે પહોળા થઈ શકે તેવી સ્થિતિ નથી. આથી ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી આ પ્રકારના રોડ રસ્તા ઉપર આવતા સર્કલોનું ડેવલોપ કઈ રીતે કરવું તે નક્કી કરવામાં આવશે. 150 ફૂટ રીંગ રોડની માફક શહેરના રાજ માર્ગો ઉપર આવતા સર્કલો કે જ્યાં ટ્રાફિક સિગ્નલના આધારે ટ્રાફિકનું સંચાલન થાય છે તેવા સર્કલોના આયરલેન્ડ હટાવી પ્રારંભીક ધોરણે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. છતાં ટ્રાફિક વિભાગના સુચનોના આધારે વદારાની કાર્યવાહી હાથ ધરાશે.
ગેરેજ અને કાર મેળાના દબાણો હટાવાશે
શહેરની ટ્રાફિક સમસ્યામાં સૌથી વધુ ગેરેજની બહાર પાર્ક કરવામાં આવેલ વાહન તેમજ કારના શોરૂમ અને કાર મેળા દ્વારા બહાર પાર્ક કરાયેલા વાહનો મુખ્યભાગ ભજવી રહ્યા છે. જેમાંખાસ કરીને 150 ફૂટ રીંગ રોડ તેમજ અન્ય રોડ ઉપર આવેલા ગેરેજ તેમજ સર્વિસ સ્ટેશનો અને કાર મેળાના દબાણો દૂર કરવા આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરાશે પ્રથમ સુચના આપ્યા બાદ જો આ લોકો દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવેતો તેમના એકમો સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે તેવી જ રીતે કોમર્શીયલ બિલ્ડીંગો અને ગેરેજ સહિતના સંચાલકો સામે ફાયર સેફ્ટી મુદ્દે પણ ટુંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
પેવર રોડ નીચા ઉતારવાની વિચારણા
રાજકોટ શહેરમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી જવાની ઘટના દર વર્ષે ચોમાસા દરમિયાન બનતી હોય છે. જેનું મુખ્ય કારણ વર્ષોથી રોડ ઉપર રોડ બનાવવાના કારણે રોડનું લેવલ મકાન કરતા ઉંચુ થઈ જતાં વરસાદી પાણી રોડ ઉપરથી ઘરમાં ઘુસી જાય છે. આથી વર્ષો જૂના રોડ કે જેનું લેવલ વધુ ઊચુ થઈ ગયેલ હોય તેના ઉપરની પ્રથમ બે લહેરો કાઢી નવેસરથી પેવર રોડ બનાવાશે જેના લીધે રોડનું લેવલ પહેલા હતું એ જ થઈ જશે પરંતુ આ કામમાં ખર્ચ વધારેથતો હોવાથી અને લોકોમાં ધીરજ હોય ત્યારે જ આ કામ થઈ શકે તેમ હોય આગામી દિવસોમાં આ પ્રકારની કામગીરી કરવા માટેની વિચારણા હાથ ધરાશે. અને જે રોડના લેવલ નિયમ કરતા વધુ ઉંચા થઈ ગયા હોય તે રોડ નીચો ઉતારવા માટે પણ વિચારાશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
ગુજરાત
અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ડબ્બામાં પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગે આગ કર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં અફરાતફરી સર્જાય હતી. અંકલેશ્વરથી ભરુચ તરફ આવી રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આગના પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ગુજરાત
દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય, ભારતના રક્ષિત સ્મારકોમાં તે સમાવિષ્ટ છે. અહીં આવેલા મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોવાથી યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે મોટી સંખ્યામાં શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતા હોય છે.
કમનસીબે અહીં દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલા શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.
ક્રાઇમ
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
- ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –
ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
-
ધાર્મિક20 hours ago
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
-
ગુજરાત20 hours ago
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
-
ક્રાઇમ13 hours ago
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
-
ગુજરાત14 hours ago
ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
-
ક્રાઇમ14 hours ago
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
-
ગુજરાત14 hours ago
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
-
ગુજરાત14 hours ago
આધેડનો કમળપૂજાનો પ્રયાસ
-
ગુજરાત14 hours ago
1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી