સામૂહિક દુષ્કર્મના આરોપીના 4 મકાનોમાં વીજજોડાણ કાપી નાખતું વીજતંત્ર

જામનગરમાં ગેંગરેપના કેસમાં પકડાયેલા આરોપીના રહેણાંક મકાનોમાં વીજ ચોરી થતી હોવાનું જણાતા પોલીસ દ્વારા વીજ કંપની પાસે કાર્યવાહી કરાવી આરોપીનાં ઘરોનાં વીજ જોડાણ કપાવી નખાવાયા…

જામનગરમાં ગેંગરેપના કેસમાં પકડાયેલા આરોપીના રહેણાંક મકાનોમાં વીજ ચોરી થતી હોવાનું જણાતા પોલીસ દ્વારા વીજ કંપની પાસે કાર્યવાહી કરાવી આરોપીનાં ઘરોનાં વીજ જોડાણ કપાવી નખાવાયા હતા.અને રૂૂ. અઢી લાખ નું વીજ પુરવણી બિલ પણ આપવા માં આવ્યું હતું.


જામનગરનાં સીટી પ એ પ ડીવીઝન પોલીસ સ્ટેશનમા હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ ઇસ્માઇલભાઇ શેખ (રહે. ઘાંચી ની ખડકી બહાર વહેવારીયા મદ્રેશા પાસે જામનગર) સામે તાજેતરમા ગેંગરેપ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી નાં અલગ અલગ રહેણાંક મકાનો એ પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આરોપીના ભોગવટાવાળા અલગ અલગ મકાનોમાં વીજ કંપની નુ મીટર લગાવેલ નથી અને વીજ થાંભલા માંથી ડાયરેક્ટ ગેર કાયદે વીજ કનેક્શન મેળવેલ છે. આથી જીલ્લા ના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી પ એ પ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ એન.એ.ચાવડા તથા ટીમ તથા વીજ કંપનીનાં અધિકારી તેમજ કર્મચારીઓ સાથે આરોપી ના ઘાંચી ની ખડકી એ આવેલ બે મકાનોમાં તેમજ સિલ્વરપાર્ક સોસાયટીમાં આવેલ એક મકાનમાં તેમજ પંચેશ્વર ટાવર પાસે આવેલ એક મકાનમાં ચેક કરતા તમામ મકાનોમાં વીજ કંપની નુ મીટર લગાવેલ ન હોય અને વીજ થાંભલા માંથી ડાયરેક્ટ કનેક્શન મેળવેલનુ સામે આવતા વીજ કંપનીના અધિકારીઓ એ કાયદેસરની કાર્યવાહી કરી તમામ ચાર ઘર ના વીજ જોડાણ કાપી નાખયા હતા. અને આશરે રૂૂ . 2,50,000 નો દંડ ફટકારી આરોપી વિરૂૂધ્ધ ફોજદારી ફરીયાદ કરવા ની તજવીજ ચાલુ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *