કાલાવડ પંથકમાં શિયાળુ પાક વાવેતર ટાણે જ ખાતરની અછત!

કૃષિમંત્રી રાઘવજી પટેલ એન પૂર્વ કૃષિમંત્રી ફળદુના વિસ્તારમાં જ ભારે હેરાનગતિના ખેડૂતોના સૂત્રોચ્ચાર જામનગર જિલ્લા સહિત જામનગર ગ્રામ્ય , કાલાવડ તાલુકા સહિત ના ખેડૂતો એ…

કૃષિમંત્રી રાઘવજી પટેલ એન પૂર્વ કૃષિમંત્રી ફળદુના વિસ્તારમાં જ ભારે હેરાનગતિના ખેડૂતોના સૂત્રોચ્ચાર

જામનગર જિલ્લા સહિત જામનગર ગ્રામ્ય , કાલાવડ તાલુકા સહિત ના ખેડૂતો એ કૃષિ મંત્રી ઉપર કર્યા આક્ષેપો : ખાતર આપો, ખાતર આપો, અને પાક સહાય તાત્કાલિક ચૂકવો ના નારા લગાવી શિયાળુ વાવેતર સમયે જ ખાતરની અછત અંગે રોષ વ્યક્ત કર્યો હતો.


દિવાળી ઉપર ખેડૂતો ને ખાતર પૂરું પાડશું તેવું કૃષિ મંત્રી એ આપેલ નિવેદન પોકળ સાબીત થતા ખેડૂતો વિફર્યાં અને કર્યા કૃષિ મંત્રી ઉપર પ્રહારો: ખાતર આપો , ખાતર આપો અને પાક નુકશાની ની સહાય આપો ના નારા લગાવ્યા અને તાત્કાલિક માંગ પૂરી કરવાની ચીમકી ઉચારી: ભાજપ સરકાર ખેડૂતો ને ઉલ્લુ બનાવે છે તેવા ખેડૂતો એ કર્યા આક્ષેપો .ચોમાસું પાક સદંતર ફેઇલ થયેલ હોય શિયાળુ પાક ઉપર જ ખેડૂતો નો આધાર હોય તેમાઈ શિયાળુ પાક સમયે જ ખાતર નહિ મળતા ખેડૂતો મુશ્કેલી મા મુકાયા.

ખાતર માટે વારંવાર રજુઆત કરવા છતાં ખાતર ન મળતા ધરતીપુત્રો માથે હાથ રાખીને ખેતરમાં નિરાશ થઈને બેઠા છે. સરકાર દ્વારા ખેડૂતો ને પડતી મુશ્કેલી કેમ નથી દેખાતી આ સરકાર માત્ર સુ ઉધોગપતિ ની છે.? તેવા ખેડૂતો પ્રહારો કરી રહ્યા છે. જો સરકાર સમયસર ખાતર નહિ આપે તો ચોમાસા ની જેમ ખેડૂત નો શિયાળુ પાક પણ નિષ્ફળ જશે. કઈ હાથમાં નહિ આવે. ધરતીપુત્રો પર પડ્યા પર પાટુ પડવા જેવા હાલ થશે અને ખેડૂત વધુ ને વધુ દેવા માં ડૂબતો જશે. ખેડૂતો પાયમલ થઈ જશે.


શું દિવાળી સમયે ખાતર આપવાના હતા તે ખાતર ખૂંટિયા ખાઈ ગયા કે શું તેવા ખેડૂતો એ કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલને ચાબખા માર્યા. જામનગર ગ્રામ્ય સહિત કાલાવડ તાલુકાના ખેડૂતો ની એક જ માંગ કે અમને તાત્કાલિક ખાતર પૂરું પાડો અને પાક નુકશાની ની સહાય ચૂકવો.વધુ મા તાજેતર માં ચોમાસા મા પડેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિ પછી છેક વર્ષ ના અંતિમ માસ આસો મહિના સુધી સતત માવઠા નો વરસાદ પડતાં ખેડૂતો નો પાક સદંતર બગડી ગયો અને ખૂબ પારાવાર નુકસાન થયું છે. પણ હાલ પાણી હોય ખેડૂતો શિયાળુ પાક ની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ડી.એ.પી. ખાતર કે એન.પી. ખાતર વાવણી પહેલા જમીન મા નાખવું જરૂૂરી છે. ત્યારે હાલ તેની અછત હોય જ્યારે દિવાળી પહેલા કૃષિ મંત્રી એ મીડિયા સમક્ષ નિવેદન મા કીધેલું હતું જ કે દિવાળી એ ખેડૂતો ને ખાતર નહિ ખૂટવા દવ પણ આ ખેતીવાડી વિભાગના અણઘડ આયોજન ને કારણે હાલ શિયાળુ પાક ના વાવેતર ના સમયે જ ખાતર ની અછત સર્જાતા આજે ખેડૂતો કૃષિ મંત્રી ઉપર પ્રહારો કરી રહ્યા છે.છેલ્લા ત્રણ ત્રણ વર્ષ થી શિયાળુ પાક વખતે જ ખાતર ની સ્થિતિ કેમ ઊભી થાય છે તેવા ખેડૂતો સવાલ કરી રહ્યા છે. હાલ ખેડૂતો ને ખાતર નહિ મળતા ખેડૂતો ની સ્થિતિ વિકટ બની છે કે ખરીફ પાક બગડ્યો હવે શિયાળુ પાક નું શું થશે…???

શિયાળુ પાક વાવવા માટે ખેડૂતો તૈયાર છે પણ કૃષિ મંત્રી શ્રી ના જ વિસ્તાર મા અને તેના જ જિલ્લા મા સરકાર ના ખેતીવાડી ખાતા ના અધિકારી ઓ ના અણઘડ આયોજન ના કારણે આ સ્થિતિ સર્જાવા પામી છે. બે ત્રણ વર્ષ થી આ ખાતર ની અછત દર વર્ષે શિયાળુ પાક વખતે જ થાય છે તે શું અધિકારી ઓ ને ખબર નથી…???? કે પછી ઇરાદાપૂર્વક ખેડૂતો ને હેરાન કરાય છે અને કૃષિ મંત્રી ને બદનામ કરાય છે. ખાતર ની ગાડી ઑ શું ખૂંટિયા તો નથી ખાઈ જતા ને તેવા ખેડૂતો સવાલો કરી રહ્યા છે. કે પછી ખાતર ના જથા કચ્છ ના કારખાના કે અંકલેશ્વર ની જી.આઇ. ડી.સી. માં તો બરોબર નથી જતા ને તેવા ખેડૂતો પ્રહારો આ સરકાર ના ખેતીવાડી વિભાગ ના આકા ઑ ઉપર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *