Connect with us

ગુજરાત

મોરબીના પીપળી નજીક શ્રમિકને લૂંટી લેનાર રિક્ષાચાલકની ધરપકડ

Published

on

રૂા.1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો


મોરબી તાલુકાના પીપળી ગામ સામે રીક્ષામાં બેસાડી આગળ અવાવરૂૂ જગ્યાએ રીક્ષા ઉભી રાખી છરી બતાવી બે શ્રમિક પાસેથી લુંટ ચલાવનાર રીક્ષા ચાલકને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો. મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં કામ કરતા ઓરીસ્સાના વતની બે શ્રમીકો વતન જવા માટે મોરબી આવતા હોય ત્યારે પીપળી નજીક અવાવરૂ જગ્યાએ રીક્ષા ચાલકે બંને મિત્રોને છરી બતાવી રૂા.20 હજાર લુંટી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હોય.

જે ગુન્હા આરોપીને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હોય તે દરમ્યાન સીસીટીવી ચેક કરતા ગુન્હામાં સંડોવાયેલ ઈસમ રીક્ષા ચાલક હાલે ભરતભાઇ દીપકભાઈ વાઘેલા રહે. કુબેર રોડ શોભેશ્વર પાછળ મોરબી વાળા પાસે હોવાની બાતમી મળેલ ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફ પ્રેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુકત બાતમી મળેલ કે લુંટના ગુન્હામાં સંડોવાયેલ રિક્ષા ૠઉં-24-ઠ-8691 મોરબી- જેતપર રોડ પીપળી બસ સ્ટેન્ડ પાસે પસાર થનાર છે.

જે બાતમીના આધારે પીપળી બસ સ્ટેન્ડ પાસેથી લુંટના ગુન્હાને અંજામ આપનાર રિક્ષા ચાલક/આરોપી ભરતભાઇ દીપકભાઇ દેવીપુજક રહે.કુબેર રોડ શોભેશ્વર પાછળ મોરબી મુળગામ કંજરડા તા.પાલીતાણા જી.ભાવનગરવાળાને કુલ કિં રૂૂ. 1,35,150 ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ પો.સ.ઈ. બી.ડી.ભટ્ટ નાઓ ચલાવી રહેલ છે.

ગુજરાત

મુળીમાં વાડીમાં મૂકેલા વીજ કરંટથી દવા છાંટતા બે યુવાનોનાં કરુણ મોત

Published

on

By

મળી રેલવે સ્ટેશન પાસે વાડી વિસ્તારમાં દવા છંટકાવ કરવા ગયેલા બે યુવાનોને ખેડૂતોએ પોતાના ખેરતમાં મુકેલા વીજ કરંટનો ભોગ બનતા આ બન્ને યુવાનોના વીજ કરંટથી મોત થયા હતા. બે દિવસ સુધી લાશ ખેતરમાં પડી રહી હતી અને અંતે આ મામલે એક ખેત મજુરે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઇ બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.


મળતી વિગતો મુજબ, મુળીના કોળીપરા વિસ્તારમાં રહેતા વિપુલ બકુલભાઇ કોળી (ઉ.વ.21) અને ગટુભાઇ રમેશભાઇ અંબાણીયા (ઉ.વ.18)નામના યુવાનો વાડીએ દવા છંટકાવ કરતા હતા ત્યારે ખેતરમાં રાખેલા વીજ કરંટને કારણે આ બન્ને યુવાનોના વિજ કરંટથી મોત થયા હતા. બે સુધી વિપુલ અને ગટુના મૃતદેહ વાડીમાં પડ્યા રહ્યા હતા. એક ખેત મજુર ત્યાંથી નીકળતા બન્નેની લાશ નજરે પડતા પોલીસને જાણ કરી હતી. આ મામલે ઘટનાની જાણ થતા પી.એસ.આઇ. ડી.આર.મોડીયા તથા મુળી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.


અત્રે એ વાત ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા ખેતર આજબાજુ વિજ કરંટ લાગવવા અંગે જાહેરનામુ બહાર પાડ્યું હોય ત્યારે મુળીમાં બનેલા આ બનાવ અંગે પોલીસે મૃતક બન્ને યુવકના પરિવારજનોની ફરિયાદને આધારે ખેતરમાં વીજ કરંટ લગાવનાર ખેડુત સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મુળીમાં બનેલા બનાવમાં એક જ વિસ્તારના બે યુવાનોના મોતથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.

Continue Reading

ક્રાઇમ

ચોટીલાથી જસદણ વચ્ચે દેશી દારૂના સપ્લાય નેટવર્ક ઉપર એસએમસી ત્રાટકી

Published

on

By

સ્ટેટ મોનીટરીંગ સેલે ચોટીલાથી રાજકોટના જસદણ પંથકમાં ચાલતા દેશી દારૂ સપ્લાયના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના બે શખ્સોને ઈનોવા અને સેન્ટ્ર કારમાં રૂા. 2.40 લાખના 1200 લિટર દેશી દારૂ સાથે ઝડપી લઈ તપાસ કરતા આ દારૂ સપ્લાયના નેટવર્કમાં પાંચ શખ્સોના નામ ખુલ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડો પાડી રૂા. 6.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દરોડા બાદ હવે સ્થાનિક પોલીસ સામે પગલા લેવાય શકે છે.


રાજકોટ ભાવનગર હાઇવે પર ગોંડલ ચોકડી પાસે આટકોટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂૂનો વેપલો થઇ રહ્યો હોવાની બાતમીના આધારે એસએમસી ત્રાટકી હતી અને બે શખ્સની 1,200 લિટર દેશી દારૂૂ, રોકડ રકમ, બે વાહનો અને ફોન મળી કુલ 6,52,050નો મુદામાલ કબજે લીધો હતો અને સ્થળ પરથી બે આરોપી કે જેની ઓળખ ધનજીભાઈ ખેંગારભાઈ ચૌહાણ રહે. રાજકોટ માડા ડુંગર પીઠાઈ સમાજ રાજકોર (ડ્રાઈવર) અને જયરાજ કનુભાઈ બોરીચા (રહે. બ્લોક 2 હરિઓમ પાર્ક સોસાયટી રાજકોટ કોઠારીયા રોડ રાજકોટ (ડ્રાઈવર) તરીકે થઇ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની કડક પૂછપરછ કરાતાં અન્ય 5 શખ્સોના નામ બહાર આવ્યા હતાં.


એસએમસીએ જીજે 3 સીએ 7676 અને સેન્ટ્રો કાર નંબર જીજે 3 એબી 4724માં 1200 લિટર દેશી દારૂ સપ્લાય કરવા જતાં ધનજી ચૌહાણ અને જયરાજ કનુ બોરીચાની ધરપકડ કર્યા બાદ સુરેન્દ્રનગરના ચોટીલાથી રાજકોટ ગ્રામ્ય પંથકમાં ચાલતા આ દારૂ સપ્લાયના નેટવર્કમાં સાત શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જેમાં દારૂનો ધંધો ચલાવનાર રાજુ કાઠી તથા દારૂનો જથ્થો ભરી આપનાર અનકુભાઈ જે ખાટડીનો વતની છે તેમજ ચોટીલાના ફુલજર ગામોન વનરાજ પીરુ વિકમા કે જેણે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર ચેતન મેરુભાઈ વિકમા અને ગ્રાહકો સુધી આ દારૂનો જથ્થો પહોંચાડનાર ફુલજર ગામના કુલદીપ મેરુભાઈ વિકમાની શોધખોળ શરૂ કરી છે.


સ્ટેટ મોનીટરીંગ સેલના બીઆઈડી નિર્લિપ્તરાય સાથે ડિવાયએસપી કેટી કામરિયાની સુચનાથી પીએસઆઈ બીએન ગોહિલ અને તેમની ટીમે આ કામગીરી કરી હતી.

Continue Reading

ગુજરાત

ગુજરાતમાં તાત્કાલિક નાણાપંચની રચના કરાશે

Published

on

By

કેન્દ્ર સરકારે કાન આમળ્યા બાદ રાજ્ય સરકારની ઊંઘ ઊડી


ગુજરાતમાં પાછલા નાણાં પંચની મુદત વર્ષો પહેલાં વિતિ ગયા બાદ છેલ્લા 8 વર્ષથી નાણા પંચની રચના થઈ નથી. જેને લઈને કેન્દ્રીય નાણાં પંચ ગુજરાત સરકાર પર રોષે ભરાયું છે. કેન્દ્રીય નાણા પંચે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. નાણા પંચની મુલાકાત દરમિયાન આ મુદ્દે ગુજરાતને ચેતવણી આપવામાં આવી છે. જ્યારબાદ રાજ્ય સરકાર તાત્કાલિક નાણાં પંચ રચવાની તૈયારી કરી રહી છે.


કેન્દ્રની 15મી નાણાં પંચે પોતાના રિપોર્ટમાં આ બાબતની ચેતવણી આપી છે અને ટકોર કરી છે કે જે રાજ્યોમાં નાણાં પંચની રચના નથી થઈ, તેઓએ વહેલી તકે આ માળખું ઊભું કરવું જોઈએ. નાણાપંચ ન હોવાના કારણે ગુજરાત સરકારનું નાણાં નિયમન ફક્ત સરકારી જાહેરાતોમાં અને સીધી ફાળવણીમાં થઈ રહ્યું છે.


નાણાં પંચ દ્વારા નગર પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાં ફાળવવામાં આવે છે. પરંતુ નાણાં પંચના અભાવે રાજ્ય સરકારના વાર્ષિક અંદાજપત્રની કુલ ફાળવણીઓની 6 ટકા રકમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ફાળવી શકાતી નથી. નાણાં પંચની રચના ન થઈ હોવાથી રાજ્ય સરકાર દ્વારા વપરાશ કરાઈ રહ્યો છે, જેના કારણે સરકાર પર વધારાનો ખર્ચનો બોજો આવ્યો છે. બીજી તરફ ભંડોળ ન ફાળવાતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નાણાંકીય સ્થિતિ કથળી ગઈ હતી.

કેટલીક પાલિકાઓ અને પંચાયતો પોતાનું વીજબીલ પણ ભરી શકી ન હતી. જણાવી દઈએ કે, રાજ્ય સરકારે છેલ્લે જ નગરપાલિકાઓને 1 હજાર કરોડ રૂૂપિયાની સીધી ચૂકવણી કરી દીધી હતી. જો નાણાં પંચ હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નિયમિત રીતે ચોક્કસ રકમ મળતી રહે છે. નાગરિક સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક વિકાસ માટેનું બજેટ નગરપાલિકાઓ અને પંચાયતો સુધી પહોંચાડવા માટે નાણાં પંચનું માળખું ખુબ જ મહત્ત્વપૂર્ણ છે.


ગુજરાતને પ્રગતિશીલ રાજ્ય માનવામાં આવે છે, પરંતુ અન્ય રાજ્યોની સરખામણીએ નાણાં પંચની રચનામાં ગુજરાત પાછળ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળ જેવા રાજ્યોમાં છ-છ નાણાં પંચોની રચના થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતમાં માત્ર ત્રણ નાણાં પંચ બન્યા છે. 2015માં અંતિમ નાણાં પંચની મુદત પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર નાણાં પંચની રચના કરવામાં ભૂલ કરી ગઈ છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય8 mins ago

5 શહેરો, 100 થી વધુ ફાઈટર જેટ…જાણો હુમલામાં ઈરાનને કેટલું નુકસાન થયું?

મનોરંજન15 mins ago

‘સિંઘમ અગેન’ની રિલીઝ પહેલા જ અજય દેવગને નવી ફિલ્મનું કર્યું એલાન, સામે આવ્યું પોસ્ટર

રાષ્ટ્રીય21 mins ago

સમજૂતીની અસર લદ્દાખમાં દેખાઈ, ચીને કહ્યું- સૈનિકો હટાવવાનું કામ સરળતાથી ચાલી રહ્યું છે

રાષ્ટ્રીય1 hour ago

કોલ્ડપ્લે-દિલજીતના કોન્સર્ટની નકલી ટિકિટ મામલે EDની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં દરોડા

આંતરરાષ્ટ્રીય1 hour ago

ઈઝરાયેલના હુમલાથી ઈરાન ભડક્યું!!! અમેરિકાએ આપી ચેતવણી, કહ્યું- ‘જવાબદારી કાર્યવાહીના પરિણામ ભોગવવું પડશે’

Sports2 hours ago

મોહમ્મદ શમીની વાપસીનું કાઉન્ટડાઉન શરૂ, રણજી ટ્રોફી સિઝનમાં બે મેચ રમશે

Sports2 hours ago

આફ્રિકા સામે T-20 અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર.

Sports2 hours ago

એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે ભારતનો 20 રને કારમો પરાજય

આંતરરાષ્ટ્રીય2 hours ago

જર્મની કરતા પણ મોટું તળાવ પાતાળલોકમાં સમાઇ રહ્યું છે

રાષ્ટ્રીય2 hours ago

કાશ્મીરમાં નવી સરકાર સાથે જ આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો

ગુજરાત1 day ago

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે

ગુજરાત21 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

ક્રાઇમ21 hours ago

ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો

ગુજરાત2 days ago

ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો

આંતરરાષ્ટ્રીય1 day ago

કેનેડામાં ભયાનાક કાર અકસ્માતમાં 4 ગુજરાતીઓ મોતને ભેટ્યા, પીડિતોમાં બે ભાઈ-બહેન હતા

ગુજરાત2 days ago

રાજકોટ જેલના કેદીઓની કામગીરીની પ્રશંસા કરતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ

ગુજરાત2 days ago

કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે

ગુજરાત2 days ago

ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા

ગુજરાત2 days ago

વેજાગામ-વાજડી-સોખડા-મનહરપુર સહિત 3 ટીપી સ્કીમનો મુસદ્દો જાહેર

ગુજરાત22 hours ago

બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત

Trending