આંતરરાષ્ટ્રીય
વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાર તરીકે સુઝાન વિલ્સની નિમણૂંક
આવુ સ્થાન મેળવનાર પ્રથમ મહિલા બન્યા
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે તેમના ચૂંટણી પ્રચાર પ્રબંધક સુઝાન વિલ્સને વ્હાઇટ હાઉસના પચીફ ઓફ સ્ટાફથ તરીકે નિયુક્ત કર્યા છે.વ્હાઇટ હાઉસ એ અમેરિકી રાષ્ટ્રપતિનું સત્તાવાર કાર્યાલય અને નિવાસસ્થાન છે. આ જવાબદારી સંભાળ્યા બાદ વિલ્સ એક નવો ઈતિહાસ રચશે કારણ કે તે કોઈપણ અમેરિકી રાષ્ટ્રપતિના વહીવટમાં આ શક્તિશાળી પદ સંભાળનાર પ્રથમ મહિલા બનશે. ટ્રમ્પે કહ્યું, નસુઝાન (વિલ્સ) અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે અથાક કામ કરવાનું ચાલુ રાખશે.
સુઝાનને અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ મહિલા નચીફ ઓફ સ્ટાફથ તરીકે મળવું સન્માનની વાત છે.અમેરિકી પ્રમુખ-ચુંટાયેલા જેડી વેન્સે ટ્વિટર પર ટ્રમ્પની નિમણૂક શેર કરી, ટ્રમ્પને ટાંકીને કહ્યું, મને કોઈ શંકા નથી કે તે આપણા દેશને ગૌરવ અપાવશે. તે ચૂંટણી દરમિયાન ટ્રમ્પના સફળ ચૂંટણી અભિયાનની મેનેજર હતી. ટ્રમ્પે પોતાના સંદેશમાં કહ્યું, સુઝી (સુઝેન) વિલ્સે મને અમેરિકન ઈતિહાસની સૌથી મોટી રાજકીય જીત હાંસલ કરવામાં મદદ કરી અને તે 2016 અને 2020માં મારા સફળ ચૂંટણી અભિયાનનો અભિન્ન ભાગ રહી છે. સુસી એક બુદ્ધિશાળી, કઠિન નિર્ણય લેનાર, નવીન મહિલા છે અને દરેક તેને પસંદ કરે છે અને આદર આપે છે.
આંતરરાષ્ટ્રીય
સ્વીડનના એક શહેરમાં ભીખ માગવા લાઇસન્સ લેવું પડે છે
આપણે ત્યાં ડ્રાઇવિંગનું લાઇસન્સ હોય, ગન-રિવોલ્વરનું લાઇસન્સ હોય, પણ ભીખ માગવાનું લાઇસન્સ હોય એવું સાંભળ્યું છે ક્યારેય? આપણે ત્યાં તો રેલવે-સ્ટેશન, બસ-સ્ટેન્ડ, મંદિર-મસ્જિદ, દરેક ઠેકાણે ભિક્ષુકો ગમે ત્યાં ગમે ત્યારે હાથ લાંબો કરતા હોય છે. તેમને કોઈ રોકટોક નથી હોતી, પરંતુ યુરોપિયન દેશ સ્વીડનમાં એસ્કિલસ્ટુના નામનું શહેર છે ત્યાં એવું નથી.
સ્વીડનના પાટનગર સ્ટોકહોમની પશ્ચિમ દિશાએ આવેલા એસ્કિલસ્ટુના શહેરની વસ્તી માંડ એકાદ લાખની છે. 2019થી અહીં ભિક્ષુકવૃત્તિ કરવા માટે લાઇસન્સ ફરજિયાત કરી દેવાયું છે. એ માટે એક આઇડી કાર્ડ અને 250 સ્વીડિશ ક્રોના (લગભગ 2026 રૂૂપિયા) ફી ચૂકવવાની હોય છે. લાઇસન્સ પ્રથા શરૂૂ કરવા પાછળનું સરકારનું કારણ પણ વાજબી છે. કોઈ રોકટોક વિના ભીખ માગવા કરતાં લાઇસન્સ પ્રથા શરૂૂ કરીને સરકારે ભિક્ષુકવૃત્તિને અઘરી બનાવવી છે. શહેરમાં કેટલા લોકોને ભીખ માગવાની જરૂૂર પડે છે એની પણ શાસકોને ખબર પડશે અને એવા લોકોનો સંપર્ક કરીને તેમને જરૂૂરિયાત પ્રમાણેની મદદ કરવી હશે તો પણ એ માટે સરળતા રહેશે. લાઇસન્સ પ્રથાની અસર એવી થઈ છે કે કેટલાક લોકોએ ભીખ માગવાને બદલે નાનાં-મોટાં કામ શોધવાનું શરૂૂ કરી દીધું છે.
આંતરરાષ્ટ્રીય
સોમવારે જાહેર થશે પાકિસ્તાનમાં રમાનાર ICC ટ્રોફીનું શેડ્યૂલ, ભારતના જવા પર અવઢવ
19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન 8 ટીમો વચ્ચે 15 મેચ રમાશે
આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આવતા અઠવાડિયે ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરી શકે છે. શેડ્યૂલ અનુસાર ભારતીય ટીમની તમામ મેચો માત્ર પાકિસ્તાનમાં જ ફિક્સ કરવામાં આવી છે. એક ખાનગી ચેનલને મળેલી માહિતી અનુસાર સંપૂર્ણ શેડ્યૂલ 11 નવેમ્બરે રિલીઝ થશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે 11 નવેમ્બરે જાહેર થનારા શેડ્યૂલમાં સ્થળને લઈને કોઈ માહિતી આપવામાં આવશે નહીં. આ પછીથી જાહેરાત કરવામાં આવશે. તેનું કારણ એ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સ્ટેડિયમોને પોલીશ કરવાનું કામ કરી રહ્યું છે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સત્તાવાર યજમાન છે. જ્યારે બીસીસીઆઇ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે તેઓ પોતાની ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસ પર નહીં મોકલે. ભારતે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તે પોતાની ટીમ પાકિસ્તાન મોકલશે કે નહીં.પરંતુ આ બધાની વચ્ચે, અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે શેડ્યૂલમાં ભારતની મેચો માત્ર પાકિસ્તાનમાં જ નક્કી કરવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે 19 ફેબ્રુઆરીથી શરૂૂ થશે. જ્યારે ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે. ભારતીય ટીમની તમામ મેચો માત્ર લાહોરમાં જ રમાવાની છે. પાકિસ્તાની મીડિયા અનુસાર આઇસીસીનું એક પ્રતિનિધિમંડળ 10 થી 12 નવેમ્બર સુધી લાહોર પહોંચશે અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરશે. દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલની જાહેરાત 11મી નવેમ્બરે થઈ શકે છે. શેડ્યૂલ અનુસાર બાંગ્લાદેશની ટીમ ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સાથે ગ્રુપ અમાં હશે. જ્યારે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમો વચ્ચે ફાઈનલ સહિત કુલ 15 મેચ રમાશે. આ તમામ મેચો ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાશે.
આંતરરાષ્ટ્રીય
અમેરિકા ફેડ રિઝર્વએ બીજી વખત વ્યાજદર ઘટાડ્યો
લેન્ચમાર્ક લેન્ડિંગ રેટ 4.50 ટકા કર્યો, હવે આરબીઆઈના નિર્ણય પર નજર
યુએસ ફેડ રિઝર્વ બેંક સતત બીજી વખત વ્યાજદર ઘટાડ્યા છે. અમેરિકાની મધ્યસ્થ બેંકે ગુરુવારે બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ0.25 ટકા ઘટાડી 4.50 ટકા કર્યા છે. આ અગાઉ બેંકે સપ્ટેમ્બરમાં વ્યાજદર 0.50 ટકા ઘટાડી 4.75 ટકા કર્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે, અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના બીજા જ દિવસે યુએસ ફેડ રિઝર્વે રેટ કટ કર્યો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા બે મહિનામાં સતત બીજી વખત રેટ કટ બાદ હવે ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટિ એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કમિટિનું માનવું છે કે, રોજગાર અને મોંઘવારીના લક્ષ્યાંક હાંસલ કરવાનું જોખમ લગભગ સંતુલનમાં છે. ઇકોનોમિક આઉટલૂક અનિશ્ચિત છે અને કમિટિ પોતાના આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા અંગે સચેત છે.
કમિટિ એ જોબ માર્કેટને લઇ પોતાની વ્યાખ્યામાં પણ ફેરફાર કર્યો છે. યુએસ ફેડ રિઝર્વે જણાવ્યું કે, ગત વર્ષન શરૂૂઆતથી શ્રમબજારની સ્થિતિ સામાન્ય રીતે સુધરી છે પણ બેરોજગારી દર વધ્યો છે જો કે હજી પણ નીચો છે. અમેરિકન શેરબજારનો એસએન્ડપી 500 ઈન્ડેક્સ ઉંચા સ્તર પર છે જ્યારે ટ્રેઝરી ગેન ઓછું છે.
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના બીજા જ દિવસે યુએસ ફેડ રિઝર્વ વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યા છે. ટમ્પે વધારે આક્રમક ટેરિફ લાગુ કરવાનો, ઇમિગ્રેશન પર કડક વલણ અને ટેક્સ ઘટાડવાના ચૂંટણી વચન આપ્યા હતા. આ આર્થિક નિર્ણયો મોંઘવારી દર અને લાંબા ગાળાના વ્યાજદર પર દબાણ કરી શકે છે અને યુએસ ફેડ રિઝર્વને આગામી સમયમાં વધુ વ્યાજદર ઘટાડવા પ્રેરિત કરી શકે છે. ફેડ રિઝર્વના અધિકારીઓના નિર્ણય પણ તપાસના દાયરામાં આવી શકે છે.
-
રાષ્ટ્રીય1 day ago
પ્રયાગરાજમાં સંતોની સભામાં ભારે હંગામો, બે જૂથો સામસામે, એકબીજાને મારી થપ્પડ, જુઓ VIDEO
-
કચ્છ1 day ago
મુન્દ્રા પોર્ટ પરથી ‘લાલ’ રેતીનો ‘કાળો’ કારોબાર પકડાયો
-
ગુજરાત1 day ago
દિવાળી પહેલા જમીન મકાનમાં તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં 23 ટકાનો વધારો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
-
ગુજરાત1 day ago
જામસાહેબની તબિયત લથડી, આરામની સલાહ
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ડ્રેગને ઓકાત બતાવી, સમજૂતિ બાદ પેટ્રોલિંગ માર્ગ નક્કી કરવામાં આડોડાઇ
-
ગુજરાત1 day ago
ફાયર સેફ્ટી મુદ્દે તમામ સ્પામાં તપાસના આદેશ
-
રાષ્ટ્રીય1 day ago
સરકારી સબસિડીની અસર જીડીપી ઉપર પડી શકે છે: આરબીઆઇ ગવર્નર