Connect with us

અમરેલી

અમરેલીના લાઠીનો શખ્સ રાજકોટમાં 61 હજારના એમડી ડ્રગ્સ સાથે પકડાયો

Published

on

અમદાવાદના જુહાપુરાથી ડ્રગ્સનો જથ્થો લાવી રાજકોટમાં વેચવા આવ્યો હતો: લાઠીના પેડલર સાથે રાજકોટનો ડ્રગ્સ ડીલર સંપર્ક કરે તે પૂર્વે એસઓજીએ દબોચ્યો

રાજકોટમાં માધાપર ચોકડી પાસેથી એસઓજીની ટીમે અમદાવાદથી 61 હજારનું 6.14 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ લઈને રાજકોટમાં વેચવા આવેલા અમરેલીના લાઠીના પેડલરને ઝડપી લીધો હતો. રાજકોટના ડ્રગ્સ ડિલરને એમ.ડી. ડ્રગ્સની ડીલેવરી કરે તે પૂર્વે જ તેને ઝડપી લઈ રૂા. 78 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અગાઉ આ શખ્સ બે વખત ડ્રગ્સની ડિલેવરી કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.


મળતી વિગતો મુજબ અમદાવાદથી એક શખ્સ ડ્રગ્સ વેચવા રાજકોટ આવવાનો હોવાની બાતમીના આધારે એસઓજીના પીઆઈ એસએમ જાડેજા અને તેમની ટીમે વોચ ગોઠવી હતી અને માધાપર ચોકડી નજીક પુલ પાસે ઉભેલા એક શકમંદને અટકાવીને તેની તલાશી લેતા તેની પાસેથી રૂા. 61,400ની કિંમતનું 6.14 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. મોબાઈલ અને ડ્રગ્સ સહિત રૂા. 78 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
એસઓજીએ તપાસ કરતા ડ્રગ્સ સાથે ઝડપાયેલો શખ્સ અમરેલી જિલ્લાના લાઠીમાં સેતાપાટી સંધીવાડામાં રહેતો ગુલામ અમહેમદ દિલાવર જાખરા હોવાનું ખુલ્યું હતું. ગુલામ અહેમદની પુછપરછમાં તે અમદાવાદના જુહાપુરાથી આ ડ્રગ્સનો જથ્થો રાજકોટ વહેંચવા માટે લાવ્યો હોવાનું કબુલ્યું હતું. અગાઉ તે બે વખત ડ્રગ્સની ડિલેવરી કરી ચૂક્યો છે. અને આ તેની ત્રીજી ટ્રીપ હતી. ડ્રગ્સનો બંધાણી ગુલામ અહેમદ પૈસા માટે પેડલર બની ગયો હતો. રાજકોટના શખ્સને તે આ ડ્રગ્સ વેચે તે પૂર્વે જ તેને ઝડપી લેવાયો હતો.


પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઈમ ભરત બી. બસિયાની સુચના અને માર્ગ દર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસએમ જાડેજા, પીએસઆઈ એન.વી. હરિયાણી, એએસઆઈ ફિરોજ શેખ, વિરેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ, રાજેશભાઈ બાળા, અજયભાઈ ચૌહાણ, અરુણભાઈ બાંભણિયા, મુકેશભાઈ ડાંગર, અમિતભાઈ તુંડિયા અને કૃષ્ણસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

અમરેલી

ખાંભાના ગીદરડી ગામે યુવાન ઉપર સિંહનો હુમલો

Published

on

By

16 દિવસમાં સિંહના હુમલાની ત્રીજી ઘટના

અમરેલી જિલ્લામાં સિંહે એક યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહે હુમલો કર્યો છે. મળતી જાણકારી પ્રમાણે ખાંભાના ગીદરડી ગામે માલધારી યુવક પર સિંહનો હુમલો કર્યો છે. અહીં સિકે 19 વર્ષીય માલધારી યુવક નવશાદ પઠાણ પર હુમલો કર્યો છે. સિંહે હુમલો કરતા અત્યારે યુવકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.


મળતી વિગતો પ્રમાણે માલઢોર ચરાવતી વખતે વાછરડા પર સિંહે હુમલો કર્યો હતો. જેથી વાછરડાને બચાવવા જતા સિંહે હુમલો કરી દીધો હતો. નોંધનીય છે કે, યુવક વાછરડાને બચાવવા માટે ગયો હતો પરંતુ સિંહે સામેથી યુવક પર હુમલો કરી દીધો હતો. સિંહે હુમલો કરતા માલધારી યુવકને થાપા અને હાથના ભાગે ઈજા થઈ છે. અત્યારે ઈજાગ્રસ્ત માલધારી યુવકને ખાંભા બાદ અમરેલીમાં વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, 16 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના બની છે. આ પહેલા પણ બે વખત સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. અત્યારે એક માલધારી યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

Continue Reading

અમરેલી

જાફરાબાદના ખાલસા ગામે બાળકીને સિંહણે ફાડી ખાધી

Published

on

By

માતાની નજર સામે જ બાળકીને ઉઠાવી ગઇ, આદમખોર સિંહણને પાંજરે પૂરાઇ


અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને દીપડાઓના હુમલાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ ફેલાયો હતો. ખાલસા કંથારીયા ગામમાં રહેતી મહિલા પોતાની બાળકી કીર્તિ ધાપા (ઉં.વ. 7)ને લઈને વાડીથી પરત ફરી રહી હતી.આ સમયે અચાનક સિંહણે બાળકી પર હુમલો કર્યો હતો. માતાની નજર સામે જ સિંહણ બાળકીને ઉપાડીને ખેતરમાં ખેંચી ગઈ હતી. વાડી વિસ્તારમાં બાળકી માતા સાથે ખેતી કામ કર્યા બાદ ઘરે પરત આવી રહી હતી. ત્યારે બાળકી પર સિંહણે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ખાલસા કથારીયા સહિત આસપાસ ગ્રામજનો મોટી સંખ્યામા દોડી આવ્યા હતા અને ધારાસભ્ય હીરા સોલંકીને બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.


આ મામલે સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. બાદમાં વન વિભાગની ટીમ સાથે ધારાસભ્ય અને ગામના લોકોએ બાળકીની શોધખોળ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન બાળકીના શરીરના કેટલાક અંગો મળી આવ્યા હતા અને બાદમાં સિંહણને શોધવા માટે મેગા ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું હતું.


વન વિભાગ દ્ધારા ડ્રોન મારફતે સિંહણનું લોકેશન શોધવાની કામગીરી હાથ ધરાઇ હતી.જો કે મધરાત સુધી સિંહણ પાંજરે ન પુરાતા ધારાસભ્ય હીરા સોલંકીએ લોકો સાથે ખેતરમાં ધામા નાખ્યા હતા. અંતે માનવભક્ષી સિંહણને વહેલી સવારે પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી. બાદમાં વન વિભાગના ડી.સી.એફ અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ મૃતક બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી વન વિભાગે વહેલી તકે બાળકીના પરિવારને સહાય ચુકવવામાં માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રથમવાર આ રેસ્ક્યુ ઓપરેશનમાં વન વિભાગે થર્મલ ડ્રોન કેમેરાની મદદથી સિંહણનું લોકેશન મેળવ્યું હતું અને ત્યારબાદ અંદાજે ચારથી પાંચ કલાકની મહેનત બાદ સિંહણને શોધવામાં વન વિભાગને સફળતા મળી છે.

Continue Reading

અમરેલી

ખાંભાના મોટા બારમણ ગામે ટ્રેકટર નીચે કચડાઇ જતા બાળકનું મોત

Published

on

By

જિલ્લામાં આવેલ ખાંભાના મોટા બારમણ ગામે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં આ અકસ્માતમાં એક 2 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જેના કારણે તેના પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. માતા-પિતા ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેમની સ્થિતિ થઈ ગઈ છે.


મોટા બારમણ ગામે ખેડૂતની વાડીમાં મગફળી કાઢવાનું કામ ચાલતું હતું. તે સમયે ટ્રેક્ટરને રિવર્સમાં લેવામાં આવ્યું. જોકે બાળક ત્યાં ટ્રેક્ટરના ટાયર પાસે જ ઉભો હતો. જેમાં તે ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. જે સમયે આ બનાવ બન્યો તે સમયે ખેતરમાં હાજર સૌ કોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. બીજી તરફ બાળકના માતા-પિતા પણ આઘાતમાં સરી ગયા હતા.

ઘટના સ્થળે જ બાળકનું કરુણ મોત નિપજ્યું હતું. જેથી બાળકના મૃતદેહને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ખાંભા પોલીસને જાણ થતા પોલીસ પણ દોડીને પહોંચી હતી અને તેણે ટ્રેક્ટર ચાલક દેવશી ભાણા બારૈયા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઘટના હાલ આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે મૃતક બાળકનું નામ કર્તક કૈલાસભાઈ હોવાનું સામે આવ્યું છે. બાળકના મોતને લઈને તેના પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

Continue Reading
રાષ્ટ્રીય47 seconds ago

રણથંભોર નેશનલ પાર્કમાંથી 25 વાઘ ગુમ, તપાસ સમિતિની રચના

રાષ્ટ્રીય3 mins ago

અધિકારી-જજ સામે મની લોન્ડરિંગની કાર્યવાહી પહેલાં સરકારની મંજૂરી ફરજિયાત

રાષ્ટ્રીય7 mins ago

VIDEO: કલમ 370ને લઈને જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બબાલ, ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી, પોસ્ટર ફાડ્યા

રાષ્ટ્રીય15 mins ago

સલમાન ખાનને ધમકી આપનાર બિકારામ જલારામ બિશ્નોઈની ધરપકડ

ગુજરાત21 mins ago

સુરતના ફોર્ચ્યુન મોલમાં આવેલા સ્પા એન્ડ જીમમાં લાગી ભીષણ આગ, ગૂંગળામણથી 2 યુવતીના મોત

રાષ્ટ્રીય38 mins ago

શિયાળા પહેલા હળદરથી કરો આ નાનું કામ, બીમારીઓ રહેશે દૂર,જાણો નિષ્ણાંતો પાસેથી

આંતરરાષ્ટ્રીય49 mins ago

‘ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે લગ્ન કર્યા…’ પાકિસ્તાની મુસ્લિમ યુવતીનો ચોંકાવનારો દાવો, જુઓ VIDEO

આંતરરાષ્ટ્રીય1 hour ago

જે બિડેન 31 મહિનામાં ન કરી શક્યા, ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતા પહેલા જ કરી બતાવ્યું

રાષ્ટ્રીય17 hours ago

ચ્યુગમ ખાવાની આદત હોય તો સાવધાન, સ્વાસ્થ્ય માટે છે ખતરનાક

રાષ્ટ્રીય17 hours ago

દિલ્હીમાં ફરી ગોળીબાર , મીરા બાગમાં એક દુકાન પર 8-9 રાઉન્ડ ફાયરિંગ

રાષ્ટ્રીય20 hours ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય21 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય18 hours ago

ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે

ક્રાઇમ18 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

ક્રાઇમ18 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય1 day ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

આંતરરાષ્ટ્રીય22 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

ગુજરાત18 hours ago

નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય

ગુજરાત18 hours ago

નબીરાઓએ બાઇક પર સ્ટંટ કરી ફટાકડા ફોડયા

રાષ્ટ્રીય18 hours ago

યુપીમાં ટેમ્પો પલટી મારતા 10 લોકોનાં મોત, પાંચ ગંભીર

Trending