Sports
અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવીને જીત્યું ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ, ટાઇટલ
અફઘાનિસ્તાને ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું છે. અફઘાનિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ પહેલા અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં ભારતને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હવે અફઘાનિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. અફઘાનિસ્તાનને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ હતો. અફઘાનિસ્તાનની ટીમે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
અફઘાનિસ્તાન તરફથી ઓપનર સેદીકુલ્લાહ અટલે સૌથી વધુ 55 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે કરીમ જન્નતે 27 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 સિક્સર ફટકારી હતી. ડરવિશ રસૂલીએ 20 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મદ ઈશાક 6 બોલમાં 16 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. જો કે આ પહેલા અફઘાનિસ્તાનની શરૂૂઆત સારી રહી ન હતી. અફઘાનનો ઓપનર ઝુબેદ અકબરી ઓપનિંગ કર્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ ત્યારપછીના બેટ્સમેનોએ ઇનિંગ્સને સંભાળી લીધો હતો.
શ્રીલંકા તરફથી સહાન અરાસિંઘે, દુશાન હેમંથા અને ઈશાન મલિંગાએ 1-1 વિકેટ લીધી હતી. આ સિવાય શ્રીલંકાના અન્ય બોલરોને સફળતા મળી ન હતી. આ પહેલા શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સહાન અરાસિંઘે 47 બોલમાં અણનમ 64 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે નિમેષ વિમુખીએ 19 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે પવન રત્નાયકે 21 બોલમાં 20 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય શ્રીલંકાના અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા નહોતા. બોલરોની વાત કરીએ તો બિલાલ સમી સૌથી સફળ બોલર હતો. બિલાલ સમીએ 4 ઓવરમાં 22 રન આપીને 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય અલ્લાહ ગઝનફારે 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
Sports
ફૂટબોલ સ્ટાર માઇકલ એન્ટોનિયોની કારને ભયાનક અકસ્માત, ઘાયલ
ભારતીય ક્રિકેટર રિષભ પંત દિલ્હીથી દેહરાદૂન જતી વખતે એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેણે એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. હવે આવી જ ઘટના પ્રીમિયર લીગ ફૂટબોલ સ્ટાર માઈકલ એન્ટોનિયો સાથે બની છે. માઈકલ એન્ટોનિયોને એક ભયંકર કાર અકસ્માત થયો હતો, જેમાં તેની કારનો આગળનો ભાગ ઉડી ગયો હતો અને તે ખરાબ રીતે ઘાયલ પણ થયો હતો.
શનિવાર 7 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઘાયલ થયેલા સ્ટાર માઈકલ એન્ટોનિયોની હાલત હાલમાં સ્થિર છે, તેમને સેન્ટ્રલ લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, માઈકલ એન્ટોનિયોની કાર એપિંગ ફોરેસ્ટની કિનારે કોપીસ રો ખાતે અકસ્માતનો ભોગ બની હતી. તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી, ત્યારબાદ તે કારની અંદર ફસાઈ ગયો હતો. એન્ટોનિયો એક કલાકથી વધુ સમય સુધી કારમાં ફસાયેલો રહ્યો, ત્યારબાદ એક વ્યક્તિએ તેને જોયો અને તેની માહિતી હેલ્પલાઈન પર આપી. આ પછી તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
Sports
રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા
ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી છે. આ વર્ષે 2024માં ઘણા ક્રિકેટરોના ઘરે નવા મહેમાનોનું આગમન થયું હતું. આ વર્ષે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યા છે. બીજી વખત પિતા બનવાને કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો ન હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ અકાય છે.
વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા દ્વારા પુત્રના જન્મની જાહેરાત કરી હતી. તેમની પુત્રીનું નામ વામિકા છે. જેનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર સરફરાઝ ખાનની પત્ની રોમાના ઝહૂરે 21 ઓક્ટોબર, 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પુત્રના જન્મની જાહેરાત કરી હતી. સરફરાઝ ખાને તેના નવજાત બાળકનો પહેલો ફોટો પિતા નૌશાદ ખાન સાથે શેર કર્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રિદી પણ આ વર્ષે એક પુત્રનો પિતા બન્યો છે. તેની પત્ની અંશા આફ્રિદીએ 24 ઓગસ્ટ 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેઓએ પોતાના પુત્રનું નામ અલિયાર આફ્રિદી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાને જીત તરફ લઈ જવા માટે ભારત સામે એડિલેડ ટેસ્ટમાં સદી ફટકારનારા ટ્રેવિસ હેડની પત્ની જેસિકા ડેવિસે 4 નવેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ દસ વિકેટે જીતી લીધી હતી.
Sports
શ્રીલંકાના શમ્મી સિલ્વા એસીસીના નવા વડા બન્યા
જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો
શ્રીલંકાના શમ્મી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના નવા વડા બન્યા છે. તેમણે વિદાય લઈ રહેલા પૂર્વ પ્રેસિડેન્ટ અને હાલમાં આઈસીસીના ચેરમેન જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા હતા પરંતુ 1લી ડિસેમ્બરે જય શાહે આઈસીસીના સૌથી યુવા ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યો હતો.
શાહે ત્રણ વર્ષ સુધી એસીસીના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. શ્રીલંકાના શમ્મી સિલ્વાને એસીસીમાં મહત્વનું પદ સૌપ્રથમ વખત નથી મળ્યું, અગાઉ પણ તેઓ સંસ્થામાં નાણાં તથા માર્કેટિંગ કમિટીના ચેરમેન હતા. સિલ્વાએ એસીસી તરફથી સંસ્થાને આટલા વર્ષો સુધી ઉત્કૃષ્ટ નેતૃત્વ તથા નોંધપાત્ર યોગદાન આપવા બદલ જય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
-
ધાર્મિક2 days ago
ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન
-
આંતરરાષ્ટ્રીય2 days ago
દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું
-
ક્રાઇમ2 days ago
એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું
-
ગુજરાત2 days ago
સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરાર
-
ગુજરાત2 days ago
રિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયો
-
ગુજરાત2 days ago
બેડી યાર્ડ નજીક 4.50 કરોડની જમીન ખુલ્લી કરાઇ
-
ગુજરાત2 days ago
વેરાવિભાગનો સપાટો: 30 મિલકત સીલ, 3 નળજોડાણ કટ
-
ગુજરાત19 hours ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ