ગુજરાત
વડતાલ ધામમાં જોવા, જાણવા અને માણવા જેવું વિરાટ પ્રદર્શન
શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં 15મી નવેમ્બર સુધી આયોજન: સ્વામિનારાયણ ભગવાન ઉપરાંત અલૌકિક સૃષ્ટિના દર્શન નિહાળી હરિભક્તો થશે મંત્રમુગ્ધ
અદ્યતન ટેકનોલોજી યુક્ત સાંસ્કૃતિક, પૌરાણિક અને ઐતિહાસિક આ ભવ્ય પ્રદર્શનનું તા. 24 ના સાંજે 6:00 વાગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, કોઠારી ડો. સંત વલ્લભદાસ સ્વામી આસિસ્ટન્ટ કોઠારી શ્યામ સ્વામી તેમજ વિવિધ ધામોથી પધારેલા સંતો મહંતો ગગનમાં ફુગ્ગાઓનો વિહાર કરાવશે. આતશબાજી અને યુવાનોના થનગાટ ભર્યા નૃત્ય અને પ્રાર્થના બાદ સહુ પ્રદર્શન નિહાળશે.
પ્રદર્શનની રૂૂપરેખા આપતા પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે 25 વીઘા જમીનમાં યોજાનારા આ દિવ્ય અને વિશાળ પ્રદર્શનનું ચિત આકર્ષક પ્રવેશદ્વાર જ 100 ફૂટ લાબું અને 35 ફૂટ ઊંચું છે.
પ્રદર્શનના પ્રથમ ડોમમાં મૃત્યુ સમયે ભક્તને વિમાન લઇને તેડવા પધારતા શ્રી સ્વામિનારાયણ ભગવાન, ઉપરાંત અલૌકિક સૃષ્ટિના દર્શન નિહાળી આપ પ્રભાવિત થઇ ઊઠશો..!
બીજા ડોમમાં પ્રોજેક્શન શો દ્વારા રજૂ થશે આપણા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રાચીન મંદિરોની નિર્માણ શૈલી, કલાકારીગરી અને વૈભવ દર્શન સાથે વડતાલ ધામનો મહિમા તેમજ હાલમાં થતા સેવાકાર્યો. મેપિંગ દ્વારા ત્રીજા ડોમમાં માણી શકાશે આજની અત્યાધુનિક ટેક્નોલોજીના સથવારે ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રદર્શન સાથે એલઈડી મીરર, સ્ટેચ્યુ ખંડ.જીવંત કલાકારો દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો. બીજા લાઈટ એન્ડ સાઉન્ડ શો માં હશે ગીત નૃત્ય સાથે વડતાલધામમાં ભગવાન સ્વામિ નારાયણના આગમનથી લઈને મંદિર પ્રતિષ્ઠા સુધીના હૃદયમાં સંગ્રહવા જેવા પ્રસંગો. નાના બાળકની સત્યઘટનાની શોર્ટ ફિલ્મ તેમજ ગ્લો ગાર્ડનના દ્રશ્યો નિહાળવા મળશે.
આર્ટ ગેલેરીમાં 190 ફૂટ લાંબું ઘનશ્યામ ચરિત્ર તથા 114 ફૂટ લાંબું રામાયણ ચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલ છે.
સમૃદ્ધ અને સુખી થવાનું માર્ગદર્શન નબુક મેપિંગ પ્રોજેકશન શો ન દ્વારા વિશાળ સ્ક્રીન પર નિહાળવા મળશે.
સાત સર્કલોમાં આચાર્ય પરંપરા, સંત પરંપરા, શિક્ષાપત્રી, વડતાલધામ અને હરિકૃષ્ણ મહારાજના દર્શન અને સાથે જ રંગબેરંગી ફૂલો અને બગીચાઓ તથા રંગબેરંગી ફૂવારાઓ તમારા હૈયાને આહ ! અને વાહ ! ના ઉદગારો સાથે અહોભાવથી ભરી દેશે.
રંગબેરંગી ફૂલછોડથી સુશોભિત બગીચા,વિવિધ રસ્તાઓ , રંગબેરંગી ફૂવારા દર્શકોના મનને પ્રફુલ્લીત કરશે: આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના આશીર્વાદ સાથે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ સુરત સ્વામિ નારાયણ ગુરુકુલના પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન દ્વારા સમગ્ર પ્રદર્શન રાજકોટ ગુરુકુલના દેવકૃષ્ણદાસજી સ્વામીના શિષ્યો વિશ્વ સ્વરુપદાસ સ્વામી, વિવેક સ્વરુપદાસ સ્વામી, અક્ષયપ્રિયદાસ સ્વામી, હરિકૃષ્ણદાસ સ્વામી , જનકલ્યાણ સ્વામી, અભિષેક સ્વામી તથા બંગાળના 75 કારીગરો અને સ્વયં સેવકો આ પ્રદર્શનની તૈયારી ત્રણ મહિનાથી કરી રહ્યા છે. પ્રદર્શન સ્થળે 685 સ્વયંસેવકો વ્યવસ્થા જાળવશે. લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવમાં અનેક ભવ્ય આયોજનોથી 2સસભર આ સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળવા જરૂૂર પધારો.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ