Connect with us

Uncategorized

પોતાની વાડીની ફેન્સિંગમાં વીજ આંચકો લાગતા ખેડૂતનું મોત

Published

on

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં વાડી વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. ઇલેક્ટ્રીક વાયર ખેંચીને પોતાની વાડીની કાંટાળી તારમાં પસાર કર્યો હતો, જેમાંથી તેને જ વિજ આંચકો લાગી ગયો હતો, અને મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા બધાભાઈ જેરામભાઈ પાટડીયા પોતાની ખેતીની જમીનમાં જ આવેલા વિજ તંત્રના ટ્રાન્સફોર્મર માંથી ડાયરેક્ટ વિજ કનેક્શન ખેંચી લીધું હતું, અને પોતાની ખેતીની જમીનમાં આવેલા મકાન તેમજ ભેંસ વિયાવાની હોવાથી ખાતર અને છાણ ના ઢગલા પાસે અને વાડી ની ફેન્સીંગમાં ઈલેક્ટ્રીક વાયર ગોઠવી દીધા હતા.
જેમાં ગેરકાયદે વિજ પ્રવાહ પસાર કર્યો હોવાથી ગઈકાલે ખેડૂત બધાભાઈ ખાતર લેવા જતાં તેઓને જ વિજ આંચકો લાગી ગયો હતો, અને સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે ગાંડુંભાઈ જેરામભાઈ પાટડીયા એ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે. જ્યારે સ્થળ પરનું પંચનામુ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિજ તંત્રને પણ સમગ્ર બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી.

Uncategorized

મનપામાં ત્રણ વર્ષથી એક જગ્યાએ ચીપકેલા 14 વોર્ડ ઓફિસરોની બદલી

Published

on

By

ડે. ઈજનેર, એઆઈનો ઘાણવો કાઢ્યા બાદ મ્યુનિ. કમિશનરે બાકી રહી ગયેલા વિભાગોમાં કરી સાફસફાઈ

મનપામાં કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ દેવાંગ દેસાઈએ મોટાભાગના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ કરી નાખી છે. બે દિવસ પહેલા એક સાથે 53 ઈજનેરોની બદલી કર્યા બાદ આજે ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા 14 વોર્ડ ઓફિસરોની અરસપરસ બદલી અને આસિ. કમિશનર તેમજ મેનેજર સહિતના 7 અધિકારીઓ પાસેથી અમુક ખાતાઓ છીનવી નવા વિભાગનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

બી.એલ.કાથરોટિયા – ઈ.ચા. આસિ. કમિશનર
હાલની કામગીરી :- ઈ.ચા. આસી. કમિશનર, સો.વે.મે. શાખા CITIES 2.0, સ્વચ્છ સર્વેક્ષણ, IEC Activity, સફાઈ કામદારને લગત તમામ વહીવટી કામગીરી, MGM, આંબેડકર મ્યુઝીયમ સંબંધિત કામગીરી તેમજ મધ્યાહન ભોજન યોજનાનાં ઈ.ચા. નાયબ કલેકટર તરીકેની કામગીરી; ઈ.ચા.આસી. કમિશનર, વેરા વસુલાત- વ્યવસાય વેરો(ઈ.ઝો), પ્રોજેક્ટ શાખા, દબાણ હટાવ શાખા, એસ્ટેટ શાખા અને શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ, સામાન્ય વહીવટ વિભાગ, ચીફ વિજીલન્સ ઓફિસર તરીકેની કામગીરી અને નાયબ કમિશનરશ્રી ઈ.ઝો.ની સુચના અનુસારની કામગીરી, હવે પછીની કામગીરી :- ઈ.ચા.આસી.કમિશનર તરીકે (1)CITIES 2.0, સ્વચ્છ સર્વેક્ષણ, IEC Activity, સફાઈ કામદારને લગત તમામ વહીવટી કામગીરી, (2)પ્રોજેક્ટ શાખા, (3) દબાણ હટાવ શાખા, (4)એસ્ટેટ શાખા, (5) શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ, (6)સામાન્ય વહીવટ વિભાગ, (7) સાંસ્કૃતિક વિકાસ વિભાગ, (8)રેસકોર્ષ સંકુલ તથા સંબંધિત નાયબ કમિશનરની સુચના અનુસારની કામગીરી તેમજ MGM, આંબેડકર મ્યુઝીયમ સંબંધિત કામગીરી, મધ્યાહન ભોજન યોજનાનાં ઈ.ચા. નાયબ કલેકટર તથા ચીફ વિજીલન્સ ઓફિસર તરીકેની કામગીરી (પગારની શાખા:સો.વે.મે.શાખા)

સાત ઈ.ચા. આસિ. કમિશનર અને મેનેજરને નવી જવાબદારી સોંપાઈ
રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર તેમજ પીએટુ કમિશનર, મેનેજર સહિતનાઓને અગાઉ ફાળવવામાં આવેલ વિભાગોની જવાબદારી પરત લઈ નવા વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કુલ સાત અધિકારીઓની અરસ-પરસ જવાબદારીઓની બદલીઓના હુકમ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે.

એન.કે. રામાનુજ-ઈ.ચા. આસિ. કમિશનર અને પી.એ.ટુ કમિશનર
હાલની કામગીરી :- મેનેજર કમિશનર વિભાગ, ઈ.ચા. આસી. કમિશનર શાળા બોર્ડ અને સુરક્ષા તેમજ પી.એ.ટુ. કમિશનર તરીકેની કામગીરી, હવે પછીની કામગીરી :- (1) મેનેજર, કમિશનર વિભાગ, (2) પી.એ. ટુ. કમિશનર તેમજ (3) મહેકમ શાખાના ઈ.ચા. આસી. કમિશનર તથા સબંધિત નાયબ કમિશનરની સુચના અનુસારની કામગીરી (પગારની શાખા-કમિશનર વિભાગ)

એમ.ડી. ખીમસુરિયા – મેનેજર
હાલની કામગીરી :- મેનેજર, ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા અને આર.આર. સેલ તથા આઈસીસીસીના નોડલ ઓફિસર, હવે પછીની કામગીરી :- મેનેજર, વેરા વસુલાત શાખા-વે.ઝો અને અન્ય કર સેલ તેમજ શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ શાખા (પગારની શાખા:વેરા વસુલાત શાખા)

ડી.એમ. ડોડિયા-મેનેજર
હાલની કામગીરી :- મેનેજર, આવાસ યોજના વિભાગ (વહીવટી) તથા એસ્ટેટ શાખા તથા આરઆરએલ ખાતે જાહેરાતના હક્કો સબંધિત કામગીરી, હવે પછીની કામગીરી :- મેનેજર, આવાસ યોજના વિભાગ (વહીવટી) અને ઈ.ચા.સહાયક કમિશનર તરીકે (1)વેરા વસુલાત શાખા(વે.ઝો.) (2)વ્યવસાય વેરો, અન્ય કર સેલ તથા સંબંધિત નાયબ કમિશનરશ્રીની સુચના અનુસારની કામગીરી (પગારની શાખા:આવાસ યોજના વિભાગ)

એસ.જે. ધડુક ઈન્ચાર્જ આસિ. કમિશનર

હાલની કામગીરી :- ઈ.ચા. આસિ. કમિશનર-વે ઝો., વેરા વસુલાત શાખા, વ્યવસાય વેરો, મહેકમ શાખાના આસી. કમિશનર, વેરા વસુલાત શાખા-વ્યવસાય વેરા (સે.ઝો.)ઈ.ચા. ડાયરેક્ટર (આઈ.ટી.) તથા નાયબ કમિશનર શ્રી વે.ઝો.ની સુચના અનુસારની કામગીરી હવે પછીની કામગીરી :- ઈ.ચા. આસિ. કમિશનર તરીકે (1) વેરા વસુલાત શાખા (સે.ઝો.), (2) વેરા વસુલાત શાખા (ઈ.ઝો.), (3) શાળા બોર્ડ (4) સુરક્ષા વિભાગ તથા સબંધિત નાયબ કમિશનરની સુચના અનુસારની કામગીરી તેમજ ઈ.ચા. ડાયરેક્ટર (આઈ.ટી.) તરીકેની કામગીરી (પગારની શાખા સામાન્ય વહીવટ વિભાગ)

એમ.આઈ. વોરા-મેનેજર
હાલની કામગીરી :- મેનેજર, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ શાખા, આરોગ્ય શાખા અને નોડલ અધિકારી આઈઈસી સેલ, હવે પછીની કામગીરી :- મેનેજર, ટ્રાફિક,ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા અને આર.આર.એલ. તથા ઈંઈઈઈનાં નોડલ ઓફિસર. (પગારની શાખા:ટી ટી, પાર્કિંગ મેનેજમેન્ટ શાખા)

એન.એમ. વ્યાસ – મેનેજર
હાલની કામગીરી :- મેનેજર, વેરા વસુલાત શાખા-વે.ઝો. અને અન્ય કર સેલ તેમજ શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ શાખા, હવે પછીની કામગીરી :- મેનેજર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, આરોગ્ય શાખા અને નોડલ અધિકારી ઈંઊઈ સેલ (પગારની શાખા: સો.વે.મે શાખા)

Continue Reading

Uncategorized

‘મારી ઘરવાળી ભાગી એમાં તું જાણે છે’ તેમ કહી મિત્રએ ધમકી આપતા યુવકનો આપઘાત

Published

on

By


શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ જકાતનાકા પાસે લાલપરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાને તેના મિત્રએ ‘મારી ઘરવાળી ભાગી એમાં તું જાણે છે’ તેમ કહી ધમકી આપતા ઘરેથી રીક્ષા લઇ નીકળી ગયા બાદ યુવાને બેડી ચોકડી પાસે રેલ્વે પાટા નજીક પોતાની જ રિક્ષામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે લાલપરી વિસ્તારમાં સરકારી સ્કૂલ પાસે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભરત ગણેશભાઈ અઘારા નામનો 38 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં બેડી ચોકડી પાસે પુલ નીચે રેલવે પાટા પાસે હતો ત્યારે પોતાની જ રિક્ષામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતક યુવકના પરિવારને ઘટના અંગે જાણ કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ભરતભાઇ આઘેરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.


પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભરત અઘારા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે.


તેના મિત્રની પત્ની ભાગી ગયા બાદ મિત્રએ નસ્ત્રમારી ઘરવાળી ભાગી એમાં તું જાણે છેસ્ત્રસ્ત્ર તેમ કહી ધમકી આપી હોવાથી ભરતભાઇ અઘારાએ ઘરેથી નીકળી ગયા બાદ બેડી ચોકડી પાસે પોતાની જ રિક્ષામાં ઝેર પી જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આક્ષેપને પગલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Uncategorized

અંબિકા ટાઉનશિપમાં ઢોલ વગાડી ગંદકીનો વિરોધ

Published

on

By


શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી, કાદવ-કિચડથી ત્રાસી ગયેલા લત્તાવાસીઓએ ઢોલ-થાળી વગાડી, ભાજપનો ધ્વજ ઉંધો કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો.


અંબિકા ટાઉનશીપના લોકોએ રોષભેર જણાવ્યું હતું કે, મત માંગવા ટાણે ઘૂટણિયા ટેકવી, હાથ જોડતા કોર્પોરેટરો ચૂંટાયા પછી પોતાના વિસ્તારમાં ફરકતા પણ નથી એ કારણે આ વિસ્તારમાં સમસ્યાઓ હટવાનું નામ લેતી નથી.


બુધવારે બપોરે ભેગા થયેલા દોષિત લત્તાવાસીઓએ જણાવ્યું હતું કે, વરસાદે વિરામ લીધો હોવા છતાં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ઠેષર ઠેર પાણી ભરાયેલા ખાડા,કાદવ-કિચડથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. ઢોલ અને થાળી વગાડતા વગાડતા લોકોએ જાણે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.
ભાજપનો ધ્વજ ઉંધો દર્સાવી ગંદા પાણીમાં ખોડી લોકોએ જણાવ્યું હતું કે, એકબાજુ વાયરલ રોગચાળાએ શહેરમાં માથુ ઉચક્યું છે. ત્યારે મનપાના સબંધિત સત્તાધિશો અને વોર્ડ નં. 11ના કોર્પોરેટર્સ ભયંકર રોગચાળાને નોતરવા બેઠા હોય તેમ તેઓના વિસ્તારમાંથી ગંદકી હટાવવા જાગતા નથી.

સેલરમાંથી પાણી છોડાતું હોવાનો તંત્રનો લૂલો બચાવ
અંબિકા ટાઉનશીપમાં ગંદકી અને ચારેબાજુ ભરાયેલા પાણી બાબતે લત્તાવાસીઓએ તંત્રને ફરિયાદ કરી હતી ત્યારે સબંધિતોએ મોટામોટા બંગલા, કોમ્પલેક્ષોના સેલરમાંથી પાણી બહાર કઢાતુ હોવાનો ભુલો બચાવ કર્યો હતો. ગંદકી-સમસ્યાની વાતને સ્વિકારવાને બદલે લોકોને ઉંધા ચશ્મા તંત્ર પહેરાવતું હોવાનો આક્ષેપ થયો છે.

Continue Reading
ક્રાઇમ10 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય11 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ11 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય11 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય11 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત11 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત11 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત11 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય12 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત12 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય1 day ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત1 day ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય19 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય1 day ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports1 day ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત1 day ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત1 day ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

રાષ્ટ્રીય19 hours ago

સુનિતા વિલિયમ્સ વિના પૃથ્વી પર પરત ફર્યા સ્ટારલાઈનર, જાણો ક્યાં અને કેવી રીતે થયું લેન્ડિંગ?

Trending