ગુજરાત
મસાજ પાર્લરોની ‘દુકાનો’ બંધ થઇ જાય તેવી CIDની ગાઇડલાઇન
રહેણાક-શૈક્ષણિક વિસ્તારથી મસાજ પાર્લરો 200 મીટર દૂર રાખવા, રાત્રે 9 વાગ્યા બાદ બંધ
ડિગ્રી વગરના લોકો જ મસાજ કરે, રૂમ પણ ખુલ્લો અને ટેબલ અઢી ફૂટ પહોળું રાખવાનું, બેડ-સોફાની મનાઇ
સ્પા સેન્ટરોમાં ચાલતા ગોરખધંધાઓ ઉપર લગામ નાખવા સરકારને કર્યા 35 સૂચનો
સ્પાના ઓઠા હેઠળ ગુજરાતમાં કેટલીક જગ્યાએ દેહવિક્રય ચાલતો હોવાનું ઘણીવાર સામે આવી ચુક્યું છે. થોડા સમય પહેલાં સીઆઇડી ક્રાઇમે એક સાથે 35 જગ્યાએ દરોડા પાડીને 24 ગુનાઓ નોંધ્યા હતા. જેને ધ્યાનમાં લઇને આ બદીને રોકવા માટે ગુજરાતમાં શું કરવું જોઇએ તે અંગે રાજ્યના સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગે સરકારને સૂચન કર્યા છે. જેના પર સરકાર આગામી દિવસોમાં નિર્ણય લે તેવી શક્યતા છે.
અન્ય રાજ્ય અને વિદેશથી ગુજરાતમાં આવતી ઘણી મહિલાઓ રાજ્યમાં આવેલા સ્પા અને મસાજ સેન્ટરમાં પણ કામ કરે છે. આવા સ્પા સેન્ટર્સ નોંધાયેલા નહીં હોવાના કારણે આર્થિક, સામાજિક રીતે પછાત મહિલાઓ, વિદેશી મહિલાઓ વિઝીટર-ટૂરિસ્ટ વિઝા પર એજન્ટો મારફતે આવતી હોય છે. એજન્ટો આવી મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવે છે. તેમને વિવિધ લોભ અને લાલચ આપી માનવ તસ્કરી કરી સ્પા અને મસાજ સેન્ટર્સમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવે છે.
આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ થાય તે માટે ઞગઘઉઈ (યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ), કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજ્ય સરકાર સમયાંતરે એડવાઇઝરી આપે છે.આવી પ્રવૃત્તિને અટકાવવા માટે ગુજરાતમાં 40 એન્ટિ હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ કાર્યરત છે. તેમ છતાં ક્યાંક કસર રહેતી હોવાનું ખુલ્યું છે. જેના લીધે હોટલ અને સ્પા સેન્ટર્સમાં દેહવિક્રયની પ્રવૃત્તિ વ્યાપક રીતે ચાલતી હોવાનું સીઆઇડી ક્રાઇમના ધ્યાનમાં આવ્યું છે. સ્પા તથા મસાજ સેન્ટરો ચલાવવા માટે હાલમાં કોઇ નિયમો કે જાહેરનામું નથી. જેથી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં ચાલતા સ્પા તથા મસાજ સેન્ટર્સ માટે તાત્કાલિક નિયમો બનાવવાની જરૂૂર હોવાનું સૂચન સીઆઇડી ક્રાઇમે કર્યું છે.
સ્પા -મસાજ સેન્ટરના રૂૂમોમાં લગાવાયેલા દરવાજાઓને બંધ કરવા માટે કોઇ સ્ટોપર કે બોલ્ટની વ્યવસ્થા ન હોવી જોઇએ. સેન્ટરમાં જાતે બંધ થાયની વ્યવસ્થા ફરજિયાત હોવી જોઇએ.સ્પા-મસાજ સેન્ટરના રૂૂમોમાં લગાવવામાં આવેલ દરવાજાઓ તથા પાર્ટીશનની દિવાલોની અંદર શું ગતિવિધિ થઇ રહી છે તે ધૂંધળું દેખાય તે રીતના કાચ લગાવવાના રહેશે. મસાજનું કામ કરવાવાળા, માલિશ કરવાવાળા દરેક વ્યક્તિની પાસે ફિઝિયોથેરાપી, એક્યુપ્રેશર અથવા વ્યવસાયિક સારવાર (ચિકિત્સા)નું અધિકૃત સંસ્થાનું માન્ય ડિગ્રી કે ડિપ્લોમાનું પ્રમાણપત્ર હોવું જોઇએ.
સ્પા-મસાજ સેન્ટરના રૂૂમોમાં રાખવામાં આવતા મસાજ ટેબલની સાઇઝ ફિક્સ હોવી જોઇએ. જેની પહોળાઇ 28-30 ઇંચ તથા લંબાઇ 72 ઇંચથી વધારે ન હોવી જોઇએ. તેમ જ આ સિવાય બેડ,સોફા જેવું અન્ય કોઇ ફર્નિચર ન હોવું જોઇએ. રેકોર્ડિંગની સુવિધા સાથેના નાઇટ વિઝન સીસીટીવી કેમેરા એન્ટ્રી ગેટ, રિસેપ્શન રૂૂમ અને કોમન રૂૂમો તથા બહાર નીકળવાના દરવાજામાં લગાવવાના રહેશે. આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું ત્રણ માસ સુધી જાળવી રાખવાનું રહેશે.
સ્પા-મસાજ સેન્ટર માટે સ્થાનિક આરોગ્ય વિભાગ પાસેથી હેલ્થ ટ્રેડ લાયસન્સ અવશ્ય મેળવવાનું રહેશે. તમામ કર્મચારીઓને તેના માલિકે ઓળખકાર્ડ આપવાનું રહેશે. કર્મચારીએ તે ઓળખકાર્ડ પહેરી રાખવું પડશે. સ્પા-મસાજ સેન્ટર રહેણાંક વિસ્તાર, સ્કૂલ, કોલેજના 200 મીટરની આસપાસ ખોલી શકાશે નહીં. પુરુષ અને મહિલા સ્પા-મસાજ સેન્ટરના પરિસર, મકાન, રૂૂમ અલગ અલગ ભાગમાં વહેંચાયેલાં હશે અને તેની અંદર એન્ટ્રી માટે સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે. તેનું કોઇ ઇન્ટર કનેકશન હોવું જોઇએ નહીં. સ્પા-મસાજ સેન્ટરમાં કામ કરતા હાઉસ કિપીંગ સહિત તમામ સ્ટાફના કર્મચારીઓની વિગતો સાથેનું રજિસ્ટર મેન્ટેન કરવું પડશે. સ્પા-મસાજ સેન્ટરમાં પુરુષો અને મહિલાઓ માટે કપડાં બદલવા ચેન્જીંગ રૂૂમ હોવા જોઇએ.
સ્પા-મસાજ સેન્ટર સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. સ્પા-મસાજ સેન્ટરના પરિસરનો ઉપયોગ રહેણાંકના હેતુ માટે ન થવો જોઇએ. પરિસરના કોઇપણ ભાગમાં રહેવા માટેનું આવાસ ન હોવું જોઇએ. આ ધંધા સાથે સંકળાયેલાં તમામ કર્મચારીઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઇએ.
લાયસન્સ આપનાર ઓથોરિટીએ લાયસન્સ આપતાં પહેલાં તે પરિસરની સ્થળ ચકાસણીની સાથોસાથ સ્પા-મસાજ સેન્ટરના માલિક અથવા ચલાવનારનું પોલીસ વેરિફીકેશન ફરજિયાત મેળવવાનું રહેશે. દરેક સેન્ટરનું નામ, લાયસન્સની સંખ્યા, લાયસન્સની માહિતી, કામકાજના કલાકો વગેરે તેના પરિસર અથવા રૂૂમની બહાર જાહેરમાં સ્પષ્ટ રીતે દેખાય તે મુજબ બોર્ડ લગાવવાનું રહેશે. લાયસન્સ, માલિક કે ચલાવનાર, કર્મચારી, કામકાજના કલાકો તથા પ્રત્યેક મસાજ-માલિશની નક્કી કરેલી રકમ, ઉપલબ્ધ સેવાઓ તથા માલિશના પ્રકારોની માહિતી જાહેરમાં દેખાય તે રીતે લગાવવાની રહેશે. સેન્ટરના રિસેપ્શન એરિયામાં અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં ડિસ્પ્લે બોર્ડ લગાવવું પડશે. જેમાં પરિસરની સાઇટ યોજના, તબક્કાવાર મહિલા અને પુરુષ બિસ્તરની સંખ્યા, કર્મચારીઓના હોદ્દા તથા તેની યોગ્યતા સાથેની માહિતી તેમ જ ગ્રાહકો માટે હેલ્પ લાઇન નંબર 112 અને 181ની જાણકારી દર્શાવવાની રહેશે.
વિદેશી નાગરિક જો સ્પા-મસાજ સેન્ટરમાં કામ કરતાં હોય તો તેઓ કયા દેશના વતની છે, તે ભારત ક્યારે આવ્યા, કયા પ્રકારના વિઝાના આધારે આવેલા છે, વિઝાની શરતોમાં કોઇ ચોક્કસ વિસ્તાર, સ્થળે જ રહેવાની કે કામ કરવાની કોઇ શરત હોય તો તે શરતનું પાલન થાય છે કે કેમ? વિઝાની મુદ્દત કયારે પૂરી થાય છે? આ તમામ વિગતો તપાસવાની રહેશે. વિદેશીઓએ ધ ફોરેનર્સ એક્ટ 1946ની જોગવાઇઓનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. વિદેશી નાગરિક માન્ય વિઝાની કોઇપણ શરતોનો ભંગ કરતું કૃત્ય કરશે તો તેને 5 વર્ષ સુધી કેદની સજા અને દંડને થશે.સ્પા-મસાજ સેન્ટરના પરિસરમાં કે અંદરના ભાગે કોઇપણ પ્રકારની યૌન સંબંધિત ગતિવિધિ કરાશે તો તે ગેરકાયદેસર ગણાશે. આવી પ્રવૃત્તિને સહકાર આપવો તે પણ ગેરકાયદેસર ગણાશે.
દરેક રૂૂમોમાં હવા ઊજાસની પુરતી વ્યવસ્થા હોવી જોઇએ. સ્પા-મસાજ સેન્ટરમાં પાણીના પુરતા નિકાલ અંગેની વ્યવસ્થાની સાથોસાથ પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ વોશરૂૂમની વ્યવસ્થા હોવી જોઇએ. સ્પા-મસાજ સેન્ટરમાં અનૈતિક વેપાર (અટકાવવા) અધિનિયમ (ધ ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ)ની જોગવાઇઓમાં થયેલા કોઇપણ પ્રકારના ગુનાનું ઉલ્લંઘન થવું ન જોઇએ. હાલના કાયદાના નિયમો અને દિશા-નિર્દેશોનું પાલન થવું જોઇએ. જે અંગે બાહેંધરી મેળવવાની રહેશે. સ્પા-મસાજ સેન્ટરમાં સાફ સફાઇ, હાઉસ કિપીંગ વગેરે માટે જરૂૂરી કર્મચારીઓની નિમણૂંક કરી સાફ-સફાઇ કરાવવી પડશે. સ્પા-મસાજ સેન્ટરના માલિક અથવા કર્મચારી કોઇ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ ન હોવો જોઇએ.
યૌન અપરાધોથી બાળકોનું સંરક્ષણ (પોકસો એક્ટ) હેઠળ સ્પા-મસાજ સેન્ટરના કોઇપણ કર્મચારી વિરુધ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો ન હોવો જોઇએ. આ માટે સ્પા-મસાજ સેન્ટરના માલિક કે તેને ચલાવનારે કર્મચારીની નિમણૂંક પહેલાં પોલીસ ક્લિયરીંગ સર્ટીફિકેટ (પીસીસી) મેળવેલું હોવું જોઇએ.
સ્પા-મસાજ સેન્ટર ફક્ત માલિશના હેતુથી છે. જેમાં જો કોઇ ગ્રાહક, કર્મચારી, માલિક, સંચાલક દેહવેપાર સંબંધિત કોઇ ગુનાહિત પ્રવૃત્તિ કરતા મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હેલ્પલાઇન નંબર 112 અને 181 ઉપર ફોન કરીને ફરિયાદ કરાશે. સેન્ટરમાં મહિલાઓના યૌન શોષણ અંગે યૌન ઉત્પીડન અધિનિયમ હેઠળ આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવાની રહેશે. આ સમિતિના ગઠનની વિગતો મુખ્ય સ્થાન પર પ્રદર્શિત કરવાની રહેશે. આ ફરિયાદો અંગેનો રિપોર્ટ સંબંધિત અધિકારીઓને મોકલવાનો રહેશે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ આયોગ દ્વારા કોવિડ 19 કે અન્ય કોઇ બાબતે સમય સમય પર આવતી સૂચનાઓ-દિશા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
ઉપર મુજબની બધી શરતો અને જોગવાઇઓના પાલન માટે હેલ્થ ટ્રેડ લાયસન્સ મેળવવા માટેની અરજી સાથે એક સોંગદનામું આપવાનું રહેશે. આરોગ્ય વિભાગના અધિકારી, પોલીસ અધિકારીઓ અને આ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે તપાસવા સ્પા-મસાજ સેન્ટરના પરિસર, લાયસન્સ, રજિસ્ટર બધાં દસ્તાવેજોના નિરીક્ષણ કરી શકશે. પોલીસે સ્પા-મસાજ સેન્ટરમાં કામ કરતા વિદેશી નાગરિકોના વિઝાની ખાસ તપાસ કરવાની રહેશે. જેમાં આ પ્રકારનું કામ કરવાની મંજૂરી છે કે નહીં, વિઝા ચાલુ છે કે નહીં, જે-તે શહેરમાં વિદેશી નાગરિકને રહેવાની, કામ કરવાની મંજૂરી છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે.
પોર્ટલમાં વિગત મૂકવી પડશે
રાજ્યમાં ચાલતા તમામ સ્પા-મસાજ સેન્ટર માટે ગૃહ વિભાગ હસ્તક એક પોર્ટલ કાર્યરત રહેશે. જેમાં તમામ સ્પા-મસાજ સેન્ટરના માલિક તથા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો અપડેટ કરવાની રહેશે. આ વિગતોમાં નામ, ઉંમર, જાતિ (લીંગ), સંપૂર્ણ સરનામું (રાજ્ય સાથે), સંપૂર્ણ લાયકાત, નાગરિકતા, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે માહિતી ઉપલબ્ધ રહેશે. જો કર્મચારીઓ પાસે શિફ્ટ મુજબ કામગીરી કરાવવામાં આવતી હોય તો શિફ્ટ મુજબના કર્મચારીઓની વિગતો પણ દર્શાવવાની રહેશે. જ્યારે પણ સેન્ટરમાં કોઇ કર્મચારીના બદલે નવા કર્મચારી આવે તો તેની સંપૂર્ણ વિગત રોજેરોજ અપડેટ કરવાની રહેશે.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ગુજરાત2 days ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત2 days ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત2 days ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત2 days ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત2 days ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત2 days ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત2 days ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત2 days ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ