Sports
ICC ટ્રોફીમાં પાકિસ્તાન નહીં જવાના ભારતના નિર્ણય સામે પાક.માં હંગામો
ભારત વિના રમી લેવા પૂર્વ પાક. ક્રિકેટરોની શેખી
જેમ જેમ ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક આવી રહી છે, તેમ તેમ ભારતના પાકિસ્તાન પ્રવાસને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. ઇઈઈઈંએ સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. તેણે આ અંગે ઈંઈઈને જાણ કરી છે અને ઈંઈઈએ પાકિસ્તાન ક્રિકેટને ઊ-ખફશહ કર્યો છે. હવે ઇઈઈઈંના આ નિર્ણયથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો ખૂબ નારાજ છે. ઙઈઇના અધ્યક્ષ મોહસિન નકવીએ રવિવારે કહ્યું કે, ઈંઈઈએ તેમને જાણ કરી છે કે, ઇઈઈઈંએ ભારતીય ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ હંમેશા ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે અને આ વખતે પણ તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઙઈઇ)ને ભારતની મેચોનો બહિષ્કાર કરવા હાકલ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય ક્રિકેટ ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. કેટલાક લોકો માને છે કે, પાકિસ્તાન માટે ભારત સાથે રમવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ઘણો ફાયદો થાય છે. જો કે, મિયાંદાદ માને છે કે, પાકિસ્તાન ભારત વિના પણ સારું પ્રદર્શન કરી શકે છે અને ઈંઈઈ ઇવેન્ટ્સ ભારત-પાકિસ્તાન મેચ વિના પણ યોજી શકાય છે.
મીડિયા સૂત્રો અનુસાર મિયાંદાદે કહ્યું કે, પતે એક મજાક છે કે આવું થઈ રહ્યું છે. જો આપણે ભારતની સાથે બિલકુલ નહીં રમીએ, તો પણ પાકિસ્તાન ક્રિકેટ ન માત્ર ટકી શકશે પણ સમૃદ્ધ પણ થશે, જેમ કે આપણે ભૂતકાળમાં એવું કરી બતાવ્યું છે, હું જોવા માંગુ છું જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ મેચ ન હોય ત્યારે ઈંઈઈ ટૂર્નામેન્ટ કેવી રીતે કમાણી કરે છે.
છેલ્લા 15 દિવસમાં, ઘણા અહેવાલો સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઞઅઊ અથવા શ્રીલંકામાં ભારતની મેચો આયોજિત કરવા માટે હાઇબ્રિડ મોડલને સ્વીકારવામાં આવશે. આવા મોડલને ઈંઈઈ તરફથી મંજૂરી મળશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. છેલ્લી વખત આવું 2023માં થયું હતું, જ્યારે પાકિસ્તાનમાં યોજાયેલા એશિયા કપનું હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યું હતું અને ભારતની મેચો શ્રીલંકામાં રમાઈ હતી.
બીજી તરફ પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકનું કહેવું છે કે, પાકિસ્તાનની આ ક્ષણ ભારતના જિદ્દી વલણથી બગડવી જોઈએ નહીં. 2008ના એશિયા કપ પછીથી ભારત ક્રિકેટ રમવા પાકિસ્તાન ગયું નથી
Sports
ફૂટબોલ સ્ટાર માઇકલ એન્ટોનિયોની કારને ભયાનક અકસ્માત, ઘાયલ
ભારતીય ક્રિકેટર રિષભ પંત દિલ્હીથી દેહરાદૂન જતી વખતે એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેણે એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. હવે આવી જ ઘટના પ્રીમિયર લીગ ફૂટબોલ સ્ટાર માઈકલ એન્ટોનિયો સાથે બની છે. માઈકલ એન્ટોનિયોને એક ભયંકર કાર અકસ્માત થયો હતો, જેમાં તેની કારનો આગળનો ભાગ ઉડી ગયો હતો અને તે ખરાબ રીતે ઘાયલ પણ થયો હતો.
શનિવાર 7 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઘાયલ થયેલા સ્ટાર માઈકલ એન્ટોનિયોની હાલત હાલમાં સ્થિર છે, તેમને સેન્ટ્રલ લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, માઈકલ એન્ટોનિયોની કાર એપિંગ ફોરેસ્ટની કિનારે કોપીસ રો ખાતે અકસ્માતનો ભોગ બની હતી. તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી, ત્યારબાદ તે કારની અંદર ફસાઈ ગયો હતો. એન્ટોનિયો એક કલાકથી વધુ સમય સુધી કારમાં ફસાયેલો રહ્યો, ત્યારબાદ એક વ્યક્તિએ તેને જોયો અને તેની માહિતી હેલ્પલાઈન પર આપી. આ પછી તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
Sports
રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા
ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી છે. આ વર્ષે 2024માં ઘણા ક્રિકેટરોના ઘરે નવા મહેમાનોનું આગમન થયું હતું. આ વર્ષે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યા છે. બીજી વખત પિતા બનવાને કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો ન હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ અકાય છે.
વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા દ્વારા પુત્રના જન્મની જાહેરાત કરી હતી. તેમની પુત્રીનું નામ વામિકા છે. જેનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર સરફરાઝ ખાનની પત્ની રોમાના ઝહૂરે 21 ઓક્ટોબર, 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પુત્રના જન્મની જાહેરાત કરી હતી. સરફરાઝ ખાને તેના નવજાત બાળકનો પહેલો ફોટો પિતા નૌશાદ ખાન સાથે શેર કર્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રિદી પણ આ વર્ષે એક પુત્રનો પિતા બન્યો છે. તેની પત્ની અંશા આફ્રિદીએ 24 ઓગસ્ટ 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેઓએ પોતાના પુત્રનું નામ અલિયાર આફ્રિદી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાને જીત તરફ લઈ જવા માટે ભારત સામે એડિલેડ ટેસ્ટમાં સદી ફટકારનારા ટ્રેવિસ હેડની પત્ની જેસિકા ડેવિસે 4 નવેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ દસ વિકેટે જીતી લીધી હતી.
Sports
શ્રીલંકાના શમ્મી સિલ્વા એસીસીના નવા વડા બન્યા
જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો
શ્રીલંકાના શમ્મી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના નવા વડા બન્યા છે. તેમણે વિદાય લઈ રહેલા પૂર્વ પ્રેસિડેન્ટ અને હાલમાં આઈસીસીના ચેરમેન જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા હતા પરંતુ 1લી ડિસેમ્બરે જય શાહે આઈસીસીના સૌથી યુવા ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યો હતો.
શાહે ત્રણ વર્ષ સુધી એસીસીના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. શ્રીલંકાના શમ્મી સિલ્વાને એસીસીમાં મહત્વનું પદ સૌપ્રથમ વખત નથી મળ્યું, અગાઉ પણ તેઓ સંસ્થામાં નાણાં તથા માર્કેટિંગ કમિટીના ચેરમેન હતા. સિલ્વાએ એસીસી તરફથી સંસ્થાને આટલા વર્ષો સુધી ઉત્કૃષ્ટ નેતૃત્વ તથા નોંધપાત્ર યોગદાન આપવા બદલ જય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ