Connect with us

ભાવનગર

ભાવનગરના સણોસરા ગામે બ્રહ્માણી માતાજીના મંદિરમાં રૂા.4.63 લાખની મતાની ચોરી

Published

on

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામમાં આવેલ માતાજીના મંદિરમાં ત્રાટકી તસ્કરો માતાજીના સોના- ચાંદીના આભૂષણોની ચોરી કરી નાખી છૂટયા હતા.
ચોરીના આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામમાં આવેલ લીંબાણી પરિવારના કુળદેવી બ્રહ્માણી માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રૂૂ. 4.63.લાખ ની કિંમત નાં માતાજીના સોના-ચાંદીના આભૂષણો સહિતની વસ્તુઓની ચોરી કરી નાસી છૂટ્યા હતા.આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં સોનગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સિહોરના સુરકા ગામમાં આવેલ માતાજીના મંદિરમાં ચોરી નો બનાવ બનવા પામ્યો હતો. આમ ગોહિલવાડ પંથકના મંદિરો માં પણ હવે ચોરી નાં બનાવો વધી રહ્યા છે.

ગુજરાત

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

Published

on

By

ફૂડ વિભાગનું 38 દુકાનોમાં ચેકિંગ, 19ને ફૂડ લાયસન્સ અંગે અપાઇ નોટિસ, ચાર સ્થળેથી સેમ્પલ લેવાયા

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે 38 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી ભાવનગર રોડ ઉપર પટેલવાળી સામે આવેલ ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઇનીસ પેઢીમાંથી સંગ્રહીત કરેલા વાસી મન્ચુરીયન સોસ સહિતના નવ કિલો જથ્થાનો નાશ કરી 19 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી ચાર સ્થળેથી દૂધ, દહીં, પનીર અને માવાના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા.


ફૂડ વિભાગની ટીમ દ્વારા કિસ્મત ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ભૂદેવ નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ક્રિષ્ના ફેન્સી ઢોસા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ગુરૂૂનાનક પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બાપા સિતારામ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જય સિયારામ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)સદગુરૂૂ શીંગ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)તનિશા પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)જે માડી જોકર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)દિલ્લી વાલે છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)જય બાલાજી દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)શ્રીસાંઈ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)શ્રીસાંઈ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)મારૂૂતી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)બાલાજી મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)તિરુપતિ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)જય અંબિકા દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)જય અંબિકા મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (19)શ્રી યદુનંદન વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (20)વિશાલ દાળપકવાન (21)ભાગ્યલક્ષ્મી રેસ્ટોરેન્ટ (22)શિવમ પ્રોવિઝન સ્ટોર (23)ક્રિષ્ના જાંબુ સેન્ટર (24)પટેલ બેકરી (25)સીતારામ વિજય ડેરી ફાર્મ (26)ભગવતી રેસ્ટોરેન્ટ (27)શિવમ ડેરી ફાર્મ (28)શ્રી તિરુપતિ ડેરી ફાર્મ (29)બાલાજી ફરસાણ (30)વિવેક આઇસક્રીમ – કોલ્ડ્રિંક્સ (31)બાલાજી દાળપકવાન (32)ભવાની દાળપકવાન (33)પટેલ ફરસાણ (34)પટેલ પૂરીશાક (35)રાજ મંદિર રેસ્ટોરેન્ટ (36)સંગીતા રેસ્ટોરેન્ટ (37)મહાવીર ફરસાણ (38)કેવલ ફરસાણની ચકાસણી કરવામાં આવેલ હતી.

Continue Reading

ગુજરાત

ભાવનગરના નેસિયા ગામે કૂવામાં ઉતરેલા દીપડીના બચ્ચાનું કરાયું રેસ્ક્યું

Published

on

By

વનવિભાગે કૂવામાં પાંજરુ ઉતારી બચ્ચાને બચાવ્યું


ભાવનગર જિલ્લાના તળાજા ફોરેસ્ટએ આજે નેશિયા ગામે કુવામા પડેલ દીપડાના બચ્ચાને કૂવામાં પાંજરું ઉતારીને જીવ બચાવ્યો હતો.જોકે આ બચ્ચા એ કુવાની અંદર રહેલ પાઇપ લાઈન પકડી ન રાખી હોત તો તે સ્થિતિ જુદી નિર્માણથઈ હોત!


તળાજા પંથકમાં દીપડાઓની વસ્તી વધીરહી છે તેમ લોકોમાં જાગૃતતા પણ જરૂૂરી છે.નેશિયા ગામના ખેડૂત શક્તિસિંહ પોપટભા ગોહિલ ની વાડીના શ્રમિક આજે સવારે 9 વાગ્યાના અરસામાં વાડીએ હતા તે સમયે કૂવામાથી અવાજ આવતા નઝર કરતા દીપડો કુવામાંની પાઇપ પકડી ને જીવ બચાવી બેઠોહતો.


તેની જાણ તળાજા ફોરેસ્ટને થતા રાજુ ઝીંઝુવાડિયા એ સ્ટાફ ને તૈયાર કરી પાંજરું દોરડા લઈ કૂવામાં નાખીને દીપડાને પાંજરે લઈને જીવ બચાવ્યો હતો. સાતેક માસનું બચ્ચું રાત્રી દરમિયાન પડ્યું હોવાનું અનુમાન છે.પાંજરે પુરાયેલ બચ્ચું કુવામાંથી બહાર નીકળતા જ ઓરિજન રૂપમાં આવી ગયું હતું.ઘુરકિયું કરવા લાગેલ.

Continue Reading

ગુજરાત

ભાવનગર DRI કચેરીમાં NOC ઇશ્યુ કરવા 15 હજારની લાંચ માંગતો રેલવે કર્મચારી ઝડપાયો

Published

on

By

ભાવનગર રેલવે કર્મચારીના ઓ.એસ. રૂ. 15 હજારની લાંચ લેતા અમદાવાદ એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ કાળુભાઇ ઘીરૂભાઇ દુબલ, ઓ.એસ (વર્ગ -3), નિર્માણ શાખા, ડી.આર.એમ કચેરી, પશ્ચિમ રેલવે, ભાવનગરને રેલવે કોમ્યુનિટી હોલની સામે, ડી.આર.એમ ઓફીસની બાજુમાં, રેલવે કોલોની, ભાવનગરપરા ખાતેથી એસીબીના સ્ટાફે મળેલ ફરીયાદના આધારે રૂ.15,000ની લાંચ લેતા આ ઝડપી લીધો હતો.


આ કામનાં ફરીયાદી રેલવેનાં ઇલેકટ્રિક કોન્ટ્રાકટર અને રેલવે તરફથી આપવામાં આવતી એન.ઓ.સી મેળવી આપવાની કનસલ્ટનસીનું કામ કરે છે. તેઓ એ ગાામ- લીમડી જી. સુરેન્દ્રનગરની રેલવેની હદ નજીકની જમીનમાં બાંધકામ કરવા માટે એન.ઓ.સી મેળવવા તા.20/5/22નાં રોજ અરજી કરેલ હતી અને આશરે ચાર મહીના અગાઉ તે એન.ઓ.સી ભાવનગર ડી.આર.એમ ઓફીસે આવી ગયેલ હોવાનું જાણવા મળતા ફરીયાદી એન.ઓ.સી લેવા માટે ગયેલ હતા, પરંતુ ત્યાં એન.ઓ.સી ઇશ્યુ કરવાનું કામ કરતા આરોપી તેમની પાસે લાંચની માંગણી કરતા હતા, અને ધક્કા ખવડાવતા હતા, પરંતુ ફરીયાદી પાસે પૈસાની વ્યવસ્થાના હોઇ આગામી 15 દીવસમાં પૈસા આપી દેવાનું જણાવી એન.ઓ.સી આપેલ હતી.


બાદમાં આરોપી ફરીયાદી પાસે અવાર-નવાર લાંચનાં નાણાંની માંગણી કરતા હોઇ ફરીયાદી લાંચનાં નાણા ના આપે તો ફરીયાદીનાં અન્ય એન.ઓ.સીનાં કામો અટકાવી દેવાની ધમકી આપતા હોઇ ફરીયાદી લાંચનાં નાણાં આપવાના છુટકે સંમત થયેલ હતા , અને આજ રોજ આપી દેવાનો વાયદો કરેલ હતો.


પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતાના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી, સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે.દરોડાની આ કામગીરીમાં અમદાવાદ લાંચ-રુશ્વત ખાતાના એસ.એન.બારોટ (પો.ઇન્સ.)તથા સ્ટાફ જોડાયો હતો.

Continue Reading
ક્રાઇમ10 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય11 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ11 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય11 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય11 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત11 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત11 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત12 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય12 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત12 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય1 day ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત1 day ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય19 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય1 day ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports1 day ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત1 day ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત1 day ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

રાષ્ટ્રીય19 hours ago

સુનિતા વિલિયમ્સ વિના પૃથ્વી પર પરત ફર્યા સ્ટારલાઈનર, જાણો ક્યાં અને કેવી રીતે થયું લેન્ડિંગ?

Trending