જામનગર ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં પત્ની, પ્રેમી, સાગરિત ચાર દિવસના રિમાન્ડ પર

જામનગર જિલ્લાના ચર્ચાસ્પદ દ્રશ્યમ કાંડ જેવા ચકચારી મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓને અદાલતમાં રજૂ કરતાં ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા…

જામનગર જિલ્લાના ચર્ચાસ્પદ દ્રશ્યમ કાંડ જેવા ચકચારી મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓને અદાલતમાં રજૂ કરતાં ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે રિમાન્ડ દરમિયાન સમગ્ર હત્યાકાંડનું રિક્ધસ્ટ્રક્શન, પુરાવાઓની ચકાસણી તેમજ અન્ય મહત્વપૂર્ણ કડીઓ મેળવવા માટે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.

આ કેસમાં મૃતક જીગ્નેશ માવદીયાની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ, તેના પ્રેમી નિલેશ કછેટીયા તેમજ સાગરિત બલવીર દેવીરામ વર્માની પોલીસે ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિમાન્ડ દરમિયાન હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું, સાયનાઇડ ક્યાંથી અને કેવી રીતે મેળવવામાં આવ્યું, ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો, અન્ય પુરાવાઓ તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. ઉપરાંત ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન પણ કરવામાં આવશે.
આ સમગ્ર પ્રકરણની તપાસ લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી. જે. રાઠોડ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *