ભાવનગર કલેક્ટરનું નકલી ફેસબુક ફેક આઈ.ડી બનાવી પાણિયાળીના સરપંચ સાથે છેતરપિંડી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ નીચે આવતા પાણિયાળી ગામના સરપંચ સાથે મોબાઈલના માધ્યમથી છેતરપીંડી થયાનું ડી.વાય.એસ.પી નકુમની અધ્યક્ષતામાં યોજાયેલા તળાજા ડિવિઝન પોલીસ મથક નીચે…

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ નીચે આવતા પાણિયાળી ગામના સરપંચ સાથે મોબાઈલના માધ્યમથી છેતરપીંડી થયાનું ડી.વાય.એસ.પી નકુમની અધ્યક્ષતામાં યોજાયેલા તળાજા ડિવિઝન પોલીસ મથક નીચે આવતા તમામ પોલીસ મથકો દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સમયે બહાર આવ્યુ હતું.
આ કાર્યક્રમ અંતર્ગત પોતાનો અનુભવ વ્યક્ત કરતા પાણિયાળી ગામના સરપંચ લખધીરસિંહ ગોહિલ એ જણાવ્યું હતુ કે ગામનો જમીનનો પ્રશ્ન હોય અમો કલેક્ટરને મળ્યાહતા.બાદ બેજ દિવસ રહીને ફેસબૂક પર ઇંશનો મેસેજ આવ્યો.એ આઇ.ડી કલેક્ટર ડો.બંસલ નામેહતું.બાદ પોતાના ગાંધીનગર રહેતા CRPFમા ફરજ બજાવતા મિત્રની બદલી થઈ હોય તેનો સામાન વેચવા માટે મદદ કરવા જણાવેલ.તે બહાને રૂ.24000/-ની છેતરપીંડી ગત.તા.8.4.26 ના રોજ થયા બાદ અલંગ પોલીસ અને બાદ રાજ્યની પોલીસને ફોન કરતા એ રૂપિયા પરત મળ્યા હોવાનું જણાવ્યું હતુ.

ડિવિઝન નીચે આવતા તળાજા, દાઠા,અલંગ અને અલંગ મરીન પોલીસ થાણાના તમામ અધિકારીઓની હાજરીમા તળાજાની પટેલ બોર્ડિંગમા યોજાયેલા કાર્યક્રમમા પોલીસે ગુમ થયેલા મોબાઈલ, રોડક,સોના ચાંદીના ઘરેણા,કેબલ વાયરો, ધાતુઓની થયેલ ચોરીઓના ભેદ ઉકેલીને ચોરો પાસેથી રિકવર કરેલ વસ્તુ અને રોકડ રકમ ત્રીસેકથી વધુ વ્યક્તિઓને પરત કરીહતી.કુલ 40 લાખની કિંમતની વસ્તુઓ પરત કરી હતી. જેમાં સૌથી વધુ ડીઝીટલ માધ્યમથી બેંકોમાંથી રૂપિયા ઉપડી ગયાનું સામે આવ્યુ હતું. તળાજાના નરેશભાઈ આંગડીયા વાળાના રૂ.5 લાખનું આંગડીયા પેઢીને જ માધ્યમ બનાવીને થયેલ છેતરપીંડીનો તળાજા પોલીસે ગુન્હો નોંધેલ હોયતે ઉપરાંત રૂ.15 લાખ રૂપિયાના મુદામાલ ચોરીનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *