ડોનાલ્ડ ટ્રમ્પ ની ધીરજ નો અંત આવી ગયો હોય અને તેઓ પશ્ચિમ એશિયા નું રણ છોડી દેવા ઉતાવળા બન્યા હોય એવું જણાય છે ત્યારે લોકોના મનમાં સ્વાભાવિકપણે પ્રશ્ન થાય છે કે તો શું ગલ્ફ માં ચાલતું આ યુદ્ધ હવે બંધ થઈ જશે?
આ અંગે ગ્રહોની સ્થિતિ શું કહે છે એ બાબત ગુજરાતના જાણીતાં જ્યોતિષશાસ્ત્રી શ્રી જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું કે 25 માર્ચ ના રોજ શનિ સુર્ય ની યુતિ થઈ છે,જે આગામી સમય માં નેતાઓ શાસકો ઉદ્યોગો- ઉદ્યોગપતિઓ અને પ્રખ્યાત તથા ગણમાન્ય વ્યક્તિઓ માટે કષ્ટ કારક છે. મોંઘવારી વધી શકે,ઉદ્યોગ ધંધા મુશ્કેલીમાં આ વી શકે. 29 તારીખે રૌદ્ર ગ્રહ કેતુ તેના પોતાના નક્ષત્ર મઘા માં પ્રવેશશે તેથી પૃથ્વી પર રૌદ્ર બનાવો બને.2 એપ્રિલ થી 14 એપ્રિલ મીન રાશિ માં સુર્ય શનિ અને મંગળ સાથે રહેશે. એ અંગારક યોગ જ છે.
કારણકે સૂર્ય આગનો ગોળો છે અને હોટ ાહફક્ષયિં છે તો મંગળ પણ હોટ પ્લેનેટ છે અને તેનું નામ જ અંગારક છે. વળી શનિ વાયુ ગ્રહ હોવાથી આ બંને ને (આગને )હવા આપે છે અને નવા નવા ભડકા કરે છે. 20 એપ્રિલે શનિ મંગળની યુતિ કે cunjuction થશે. 2 એપ્રિલ થી 11 મે સુધી શનિ મંગળ જળ તત્વની મીન રાશિ માં સાથે રહેશે જેમાં પૃથ્વી યુદ્ધાકુલ રહે.સમુદ્રમાં કે સમુદ્ર કાંઠે પણ યુદ્વ થઈ શકે. સમૂદ્ર માં યુદ્ધભ્યાસો વધે. સમુદ્રમાં વા વંટોળ ઉઠે. સમૂદ્ર ખળભળી ઉઠે.ક્યાંક નાસભાગ અને ભાગદોડના બનાવો બને.
દુનિયાના દેશો માં પૂર આવે. ફ્લાઇટો કેન્સલ થાય અને વિમાનો અકસ્માતોનો ભોગ બને.રેલ ગાડીઓ અને રેલ વ્યવહાર બાબતે પણ આવું થઈ શકે અને રેલ વ્યવહાર બાધિત બને.17/5/26 થી શનિ રેવતી નક્ષત્ર માં પ્રવેશ કરશે અને 9/10/26 સુધી તેમાં રહેશે. રેવતી ના શનિ વિષે કહેવાય છે કે : હાહાકારમ મહા રૌદ્રમ પૃથીવ્યામ જાયતે શિવે, પરસ્પરમ રાજાનામ યુઘ્ધમ ભવતિ દારૂૂણમ્. એટલેકે રેવતી ના શનિ માં હાહાકાર થાય છે અને રાજા ઓ માં પરસ્પર દારૂૂણ યુઘ્ધ થાય છે.
શનિ આખું વર્ષ મીન માં રહેશે. તેનુ ફળ પણ એમ છે કે મીન ના શનિ માં પૃથ્વી પર રાજાઓ માં વિરોધ થાય છે, રાજા ઓનો નાશ થાય છે અને પૃથ્વી શોણીત પુરીતા થાય છે એટલેકે પૃથ્વી પર લોહી નું પુર આવે છે. તો શું આગામી સમય માં વિશ્વયુદ્ધ થશે? આ બધું જોતા લાગે છે કે ટ્રમ્પ યુઘ્ધ ભૂમિ માં રહે કે રણભૂમિ છોડી દે, ધરતી પર યુદ્ધો થંભવાના નથી.
