ક્રાઇમ
શહેરની બે હોસ્પિટલ જાહેરમાં બાયોવેસ્ટ નાખતા પકડાઇ
લોકોને જીવન બક્ષતી હોસ્પિટલો જ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેળા કરતા હોવાનું ફરી વખત બહાર આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રઘુકુળ હોસ્પિટલ અને જલારામ ગુરુકુળ હોસ્પિટલના સતાવારાઓ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિક્લ વેસ્ટ નાખતા રંગે હાથ પકડી બંન્ને હોસ્પિટલોને રૂા.10-10 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
પંચવટી સોસાયટી ખાતે આવેલ જલારામ રઘુકુળ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. તા.26-09-2024ના રોજ જલારામ રઘુકુળ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
પંચવટી સોસાયટી ખાતે આવેલ જલારામ રઘુકુળ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. તા.26-09-2024ના રોજ જલારામ રઘુકુળ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર પી.સી.સોલંકીની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર વી.એમ. જીંજાળા ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.8ના સેનીટરી ઇન્સ્પેકટર નિલેશ ડાભી દ્વારા કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.
ક્રાઇમ
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
- ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –
ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
ક્રાઇમ
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
સૌ.યુનિ.માં વીસીની ચેમ્બરનો ઘેરાવ કરી ગજઞઈંનો વિરોધ: 20ની અટકાયત
તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં તોતીંગ ફિ વધારો ઝિંકવામાં આવ્યો છે. જેના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ટેબલ પર નકલી નોટો ફેંકવામાં આવી હતી. ચેમ્બરમાં રામધુન બોલાવતા પોલીસ દ્વારા એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીત 20 જેટલા છાત્ર નેતાઓની ટીંગાટોળી કરી અને અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે કુલપતિને રજુઆત કરતા છાત્ર નેતાઓએ કહ્યું હતું કે સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લગાવવામાં આવ્યો કોમન એક્ટ મતલબ એક સમાન ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોય છતાં એની ફી 1000 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેલતો જે જૂના વિદ્યાર્થીઓ દ્વારા આગલા વર્ષ એન્ટ્રન્સ પાસ કરી પણ ગાઈડના અભાવે એડમિશન ના મળ્યું જ્યારે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ જ કાઢી નાખવા માં આવી એટલે કે ગુજરાત યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ ના લઈ શકે તે અમારો એક સવાલ છે. એમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 500માં થી સિદ્ધિજ 1500 જેટલી ફી વધારો કરી દેવામાં આવ્યો તે તે વિદ્યાર્થીઓ જોડે ખૂબ જ અન્યાય કરવાની વાત છે એક યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેતી હોય તો તેની 1000 ફી છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ ના લઈને 1500 રૂૂપિયા જેવી તોતિંન ફીના ઉઘરાણા કરે છે તેનો એનએસયુઆઇ વિરોધ કરે છે આ ફી વધારા પાછો ખેંચવો જોઈએ અને પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાવી જોઇએ એ આમરી માંગ છે.
ક્રાઇમ
સામૂહિક દુષ્કર્મના આરોપીના 4 મકાનોમાં વીજજોડાણ કાપી નાખતું વીજતંત્ર
જામનગરમાં ગેંગરેપના કેસમાં પકડાયેલા આરોપીના રહેણાંક મકાનોમાં વીજ ચોરી થતી હોવાનું જણાતા પોલીસ દ્વારા વીજ કંપની પાસે કાર્યવાહી કરાવી આરોપીનાં ઘરોનાં વીજ જોડાણ કપાવી નખાવાયા હતા.અને રૂૂ. અઢી લાખ નું વીજ પુરવણી બિલ પણ આપવા માં આવ્યું હતું.
જામનગરનાં સીટી પ એ પ ડીવીઝન પોલીસ સ્ટેશનમા હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ ઇસ્માઇલભાઇ શેખ (રહે. ઘાંચી ની ખડકી બહાર વહેવારીયા મદ્રેશા પાસે જામનગર) સામે તાજેતરમા ગેંગરેપ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી નાં અલગ અલગ રહેણાંક મકાનો એ પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આરોપીના ભોગવટાવાળા અલગ અલગ મકાનોમાં વીજ કંપની નુ મીટર લગાવેલ નથી અને વીજ થાંભલા માંથી ડાયરેક્ટ ગેર કાયદે વીજ કનેક્શન મેળવેલ છે. આથી જીલ્લા ના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી પ એ પ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ એન.એ.ચાવડા તથા ટીમ તથા વીજ કંપનીનાં અધિકારી તેમજ કર્મચારીઓ સાથે આરોપી ના ઘાંચી ની ખડકી એ આવેલ બે મકાનોમાં તેમજ સિલ્વરપાર્ક સોસાયટીમાં આવેલ એક મકાનમાં તેમજ પંચેશ્વર ટાવર પાસે આવેલ એક મકાનમાં ચેક કરતા તમામ મકાનોમાં વીજ કંપની નુ મીટર લગાવેલ ન હોય અને વીજ થાંભલા માંથી ડાયરેક્ટ કનેક્શન મેળવેલનુ સામે આવતા વીજ કંપનીના અધિકારીઓ એ કાયદેસરની કાર્યવાહી કરી તમામ ચાર ઘર ના વીજ જોડાણ કાપી નાખયા હતા. અને આશરે રૂૂ . 2,50,000 નો દંડ ફટકારી આરોપી વિરૂૂધ્ધ ફોજદારી ફરીયાદ કરવા ની તજવીજ ચાલુ કરવામાં આવી છે.
-
ધાર્મિક18 hours ago
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
-
ગુજરાત18 hours ago
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
-
ક્રાઇમ11 hours ago
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
-
ક્રાઇમ12 hours ago
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
-
ગુજરાત12 hours ago
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
-
ગુજરાત12 hours ago
ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
-
ગુજરાત12 hours ago
આધેડનો કમળપૂજાનો પ્રયાસ
-
ગુજરાત12 hours ago
1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી