Connect with us

ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે અમરેલીમાં: વિકાસ કામોનું લોકાર્પણ

Published

on

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલીમાં આવનાર હોય અમરેલી જિલ્લામાં ખાતમુહૂર્ત લોકાર્પણ સમારોહ સહિતના કાર્યક્રમ યોજાનાર છે અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ ધારી સાવરકુંડલા તેમજ અમરેલી શહેર માં લોકાર્પણ તેમજ ખાતમુરતના કાર્યક્રમો ગોઠવ્યા છે મુખ્યમંત્રી સવારે 9:00 કલાકે એરપોર્ટ થી સીધા જ નાગનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જશે ત્યારબાદ રાજમહેલમાં એક કાર્યક્રમ પૂર્ણ કરી બસ સ્ટેશન નું લોકાર્પણ કરશે અને ત્યાં સભાને સંબોધ છે શહેરના લાલાવદર રોડ ઉપર સ્પોર્ટ સંકુલ નું રિમોટ દ્વારા લોકર પણ કરશે તેમજ સીટી પોલીસ લાઈનમાં નવા ક્વાર્ટરનું પણ રિમોટ થી ઉદ્ઘાટન કરશે ત્યારબાદ અમરેલીના લાઠી બાયપાસ રોડ થઈ સાવરકુંડલા જશે અને ત્યાંના ધારાસભ્ય કોસવાલ અને ત્યાં ભોજન લેશે ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા રાજુલા જશે અને રાજુલા થી હેલિકોપ્ટર દ્વારા ધારી જશે ધારીમાં નવી ડીવાયુઓએસપી ઓફિસ પોલીસ લાઈન ક્વાર્ટર નું ઉદઘાટન અને આંબરડી પાર્ક ખાતે ઓપન જીપમાં નિરીક્ષણ કરશે આંબરડી પાર્ક ખાતેથી બાય રોડ અમરેલી આવવા રવાના થશે અને દેવરાજીયા ખાતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ત્યાં અલ્પાહાર લેશે ત્યાંથી રાધેશ્યામ હોટલથી બાયપાસ રોડે અમરેલીના એરપોર્ટ ઉપર પહોંચશે અને ત્યાંથી સાંજે નિયત સ્થળ ઉપર જવા રવાના થશે.


અમરેલી ખાતે કરોડો રૂૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બસ પોર્ટનું લોકાર્પણ આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરવાના હોય બસ પોર્ટને નવોદાની જેમ શણગારવામાં આવ્યો છે અને મુસાફર વર્કમાં આ લોકાર્પણને લઈ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

રાજ્યમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૩ તાલુકામાં વરસાદ, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Published

on

By

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી નર્મદાના સાગબારામાં ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત સુરેન્દ્રનગરનાં લખતરમાં ૫.૫ ઇંચ , જૂનાગઢમાં ૫ ઇંચ, ઉમરપાડામાં ૪.૯ ઇંચ, રાજકોટના ધોરાજીમાં ૪.૫ ઇચ, માંનાવાફ્દરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે પોરબંદર અને માંગરોળમાં ૪ ઇંચ વરસાદ નોન્દાહ્યો હતો. રાજ્યમાં ૭ તાલુકામાં ૩ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો જયારે ૨૬ તાલુકામાં ૨ ઇંચ કરતા વધુ અને ૬૮ તાલુકામાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લાોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

સોમનાથના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન: ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા બુલડોઝર, પોલીસનો કાફલો તૈનાત

Published

on

By

સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપરાંત કાટમાળ હટાવવા માટે 70 જેટલા ટ્રેક્ટર તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે.

સોમનાથ મંદિર નજીક ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ત્રણથી વધુ જેટલા ધાર્મિક સ્થળો સહિતના અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. આ કામગીરીમાં 36થી વધુ જેસીબી, 50થી વધુ ટ્રેક્ટર, 05 હિટાચી મશીન, 10 ડમ્પર સહિતની મશીનરી ઉપયોગમાં લેવાઈ છે. આ મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, IG, 3 SP, 6 DYSPનો કાફલો હાજર છે. સાથે 50 PI-PSI, 1200 જેટલા પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. આ મેગા ડિમોલિશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેંજ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના શીર્ષ અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યાં છે. શહેરમાં શાંતિ બની રહે તે માટે જોડીયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઇન્ટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.ગત રાત્રિથી સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા ધાર્મિક સ્થળની આસપાસ એકઠા થઈ ગયા હતા. જે પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા.

સોમનાથમાં ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી સામે લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે. કામગીરીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સવારથી જ દબાણો વાળા સ્થળને ચારેય તરફથી પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. જેમાં ભીડીયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બંન્ને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર-ઠેર બેરીકેટ મુકીને પોલીસ સ્ટાફ તૈનાત કરીને લોકોની અને વાહનોની અવર-જવર બંધ કરાવી છે

Continue Reading

ગુજરાત

રાહુલ ગાંધીના અનામતવિરોધી નિવેદનને લઈને ભાજપનું ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી બાંધી ખુદ CM વિરોધમાં જોડાયા

Published

on

By

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામતવિરોધી નિવેદન આપ્યું હતું. જેને લઈને સમગ્ર દેશમાં ભાજપે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ શરૂ કર્યો છે. ત્યારે અમદાવાદના RTO સર્કલ સ્થિત કલેક્ટર કચેરી પાસે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધપ્રદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પણ જોડાયાં હતા. અને તેઓ પહેલીવાર કોઈ વિરોધ વિરોધપ્રદર્શનમાં જોડાયા છે. ભાજપે કોંગ્રેસને દેશ વિરોધી ગણાવી છે. “અનામત વિરોધી કોંગ્રેસ દેશ વિરોધી કોંગ્રેસ”ના પોસ્ટર સાથે ભાજપે ધરણા પ્રદર્શન કરીને રાહુલ ગાંધી માફી માંગે તેવી માગ કરી છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીના નિવેદનને લઈને BJPએ દેશભરમાં વિરોઘ શરુ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો છે. રાજયભરના તમામ જીલ્લામા હોદેદારઓ, કાર્યકર્તાઓએ સાથે મળી એક રેલી સ્વરૂપે વિરોઘ પ્રદર્શન યોજયું છે.

રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળતા. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોનાં નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ આપણે આ બીમારીની દવા નથી કરતા, જોકે હવે અનામત એ એકમાત્ર સાધન નથી, અન્ય સાધનો પણ છે.

Continue Reading
ગુજરાત7 mins ago

રાજ્યમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૩ તાલુકામાં વરસાદ, આ જિલ્લામાં એલર્ટ જાહેર

ગુજરાત14 mins ago

સોમનાથના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન: ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા બુલડોઝર, પોલીસનો કાફલો તૈનાત

રાષ્ટ્રીય28 mins ago

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક પોલીસકર્મી સહીત 4 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

ગુજરાત16 hours ago

રાહુલ ગાંધીના અનામતવિરોધી નિવેદનને લઈને ભાજપનું ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી બાંધી ખુદ CM વિરોધમાં જોડાયા

ગુજરાત16 hours ago

જુનાગઢમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ધોધમાર વરસાદ વરસતાં સ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયાં

રાષ્ટ્રીય17 hours ago

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની વધી મુશ્કેલીઓ, MUDA કૌભાંડ કેસ મામલે નોંધાઈ FIR

ગુજરાત17 hours ago

અમદાવાદમાં 35 કોલ સેન્ટરો ઉપર સીબીઆઈના સામૂહિક દરોડા

ગુજરાત17 hours ago

મારે ચીફ ફાયર ઓફિસર નથી બનવું, અમિત દવેનો કમિશનરને પત્ર

ગુજરાત17 hours ago

JPCની બેઠકમાં સંઘવી-ઓવૈસી વચ્ચે તડાફડી

આંતરરાષ્ટ્રીય17 hours ago

પત્ની બિકીની પહેરી શકે તે માટે 418 કરોડનો ટાપુ ખરીદ્યો

ક્રાઇમ21 hours ago

કેરળમાં લૂંટારાઓની દહેશત!! વેપારીની કારને આંતરી 2.5 કિલો સોનાની લૂંટ ચલાવી, જુઓ VIDEO

કચ્છ2 days ago

કચ્છથી રાજકોટ હથિયાર વેચવા આવેલો શખ્સ પિસ્તોલ અને તમંચા સાથે પકડાયો

ગુજરાત16 hours ago

જુનાગઢમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ધોધમાર વરસાદ વરસતાં સ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયાં

આંતરરાષ્ટ્રીય2 days ago

ભારતીયોને તાકીદે લેબેનોન છોડી દેવા સરકારની સૂચના

આંતરરાષ્ટ્રીય2 days ago

એલોન મસ્ક ઇટાલિયન પી.એમ. મેલોનીને ‘મસ્કા’મારતા ઇલુ…ઇલુની અફવા ઉડી

ગુજરાત2 days ago

સુરેન્દ્રનગરના રતનપરમાં સ્માર્ટમીટર લગાવતા વીજકર્મીને ગ્રાહકે થપ્પડ મારી

અમરેલી2 days ago

ખાંભાના મોટા સમઢિયાળામાં રમતા રમતા બાળક ખાડામાં પડી જતાં મોત

ગુજરાત1 day ago

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ!! છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી આ જીલ્લામાં ખાબક્યો વરસાદ

ગુજરાત2 days ago

રાજકોટમાં 15 મીનિટમાં સવા ઇંચ, મોસમનો કુલ વરસાદ 52 ઇંચ ઉપર

ગુજરાત2 days ago

લાઇસન્સ વગર વાહન ચલાવતા 8 વિદ્યાર્થી ઝડપાયા

Trending