એક માસ પહેલાની ઘટનામાં સીમમાં દુર્ગંધ આવતાં લોકોએ પોલીસને જાણ કરતાં ભાંડો ફુટયો
અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ભાડેર ગામમાંથી પોલીસને ખોદકામ દરમિયાન એક યુવકની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. સગા પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. ઘટનાને પગલે પોલીસે હાલ આરોપી પિતાની અટકાયત કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ધારી પોલીસને ભાડેર ગામમાં એક યુવકની હત્યા થઇ છે અને એનો મૃતદેહ જમીનમાં દાટી દેવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જે આધારે ધારી અજઙ જયવીર ગઢવી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આજે વહેલી સવારે ભાડેર ગામમાં પહોંચ્યા હતા. જ્યાં વાડીમાં ખોદકામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો હતો.
યુવકની હત્યા થઈ હોવાની શંકાએ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપી વશરામ સેંજળીયાનો પુત્ર હિતેશ દારૂૂ પીવાની ટેવ વાળો હોય જે દારુ પી અને માતા સાથે વાંરવાર ઝગડો તકરાર કરતો હતો. પુત્રના આવી હરકતોથી કંટાળીને પિતાએ પુત્ર હિતેશનું દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ લાશને પોતાની વાડીના શેઢે દાટી દીધી હતી.
ધારી પોલીસ સ્ટેશનના ઙઈં બીકે જાડેજાએ ખુદ ફરિયાદી બની હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યાના પુરાવાનો નાશ કરવા સહીતની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. ધારી પોલીસે આરોપી પિતા વશરામ સેંજલીયાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ મામલે અન્ય પુરાવા એકત્ર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.
