શાપર વેરાવળમાં રહેતો યુવાન લેમ્પ લેવા જતો હતો ત્યારે ત્રણ શ્રમિક શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતો અમીતકુમાર અનિલભાઈ રામ નામનો 18 વર્ષનો યુવાન લેમ્પ લેવા જતો હતો ત્યારે લાલબિહારી મેઘનાથ અને તેની સાથેના અજાણ્યા શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીના માળીયા ફાટક પાસે સોયબખાન રિયાઝ ખાન (ઉ.23) માળીયા હાઈવે પર હતો ત્યારે પ્રતાપ સહિતના શખ્સોએ ઝઘડો કરી સળીયા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
