Connect with us

ગુજરાત

દરેડના ઉદ્યોગકારો અને મનપા વચ્ચેના MOUનો મુદ્દો ગૂંચવાયો

Published

on

દરેડમાં ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ ફેલાવવાનો ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે. ગુજરાત પ્રદૂસણ નિયંત્રણ બોર્ડના નિયમો અનુસાર, ઉદ્યોગોએ પોતાના પ્રદૂષણ નિકાલ માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના હોય છે. પરંતુ દેડરના ઉદ્યોગકારો આ નિયમનો ભંગ કરી રહ્યા છે અને પોતાના બ્રાસ ભઠ્ઠી, એક્સ્ટ્રુઝન સહીત ઇલેક્ટ્રોપ્લેટિંગ કારખાનાઓના ઝેરી કેમિકલ યુક્ત પાણી જન્ય કચરો નદીમાં ઠાલવી રહ્યા છે. ઉદ્યોગકારોનું સોસિએશન અને મહાનગર પાલિકા વચ્ચે થયેલા એમઓયુમાં પ્રદૂષણ નિયંત્રણ અંગે માત્ર મીઠી વાતો કરવામાં આવી છે. પરંતુ હકીકતમાં, ઉદ્યોગકારો પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે.


સમગ્ર વિશ્વમાં બ્રાસ સિટી તરીકે પ્રખ્યાત જામનગર શહેરના દરેડમાં આવેલાં હજારો ઉદ્યોગો પ્રદૂષણના નિકાલ માટે ખાસ પ્લાન્ટ ધરાવતાં નથી. બ્રાસ સિટી માટે આ કલંકરૂૂપ નેગેટિવ બાબત છે. અને હજુ લાંબા સમય સુધી આવો કોઈ પ્લાન્ટ બનવાની શકયતાઓ નથી. બીજી તરફ હજારો ઉદ્યોગોનો ઝેરી, જોખમી અને પ્રદૂષિત કચરો તથા ગંદુ પાણી નદીમાં ઠલવાઈ રહ્યું હોય, હજારો ઉદ્યોગો પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આકરી કાર્યવાહીઓ રૂૂપી તલવાર લટકી રહી છે. આ પ્રદૂષણ મામલે એસોસિએશને કોર્પોરેશન સાથે કરેલું એમઓયુ (સમજૂતી કરાર) છેતરામણું સાબિત થઈ જાય એવી સંભાવનાઓ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હજારો ઉદ્યોગકારો કોર્પોરેશનને કરોડો રૂૂપિયાનો ટેક્સ આપી ચૂક્યા છે પણ ઉદ્યોગોના પ્રદૂષણના નિકાલનો મામલો કાયદાકીય ગૂંચના કારણે હજુ લટકતો છે અને રહેશે, એવી સ્થિતિઓ હોવાથી હજારો ઉદ્યોગકારો ચિંતાઓ કરી રહ્યા છે અને એસોસિએશન મૌન છે.


રાજ્યમાં કયાંય પણ ઉદ્યોગનગર હોય, ઉદ્યોગોના ઝેરી, જોખમી, પ્રદૂષિત ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે અને પર્યાવરણની રક્ષા માટે ઉદ્યોગનગરોએ સીઈટીપી (કોમન એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ) બનાવવો ફરજિયાત હોય છે. આ માટે વન અને પર્યાવરણ વિભાગના કાયદાઓ ખૂબ જ કડક છે અને તેમાં ચૂક થાય તો આકરો દંડ થતો હોય છે અને ઝેર ફેલાવતા ઉદ્યોગો સત્તાવાળાઓ બંધ પણ કરાવી શકે. ઉદ્યોગોને તાળાં મારવા પડે. હાઈકોર્ટ આ બાબતમાં સરકારનું પણ સાંભળે નહીં, સરકારોની પણ ઝાટકણી કાઢે છે. અચરજની વાત એ છે કે, અબજો રૂૂપિયાનો જામનગરનો બ્રાસ ઉદ્યોગ આટલાં દાયકાઓથી ધમધમી રહ્યો છે છતાં આજની તારીખે જામનગરમાં આ પ્લાન્ટ નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની દ્રષ્ટિ જ્યારે ખફા થશે ત્યારે દરેડના સેંકડો ઉદ્યોગોને તાળાં મારવાનો સમય આવશે. નિયમ અનુસાર, આ સીઈટીપી પ્લાન્ટ ઉદ્યોગોએ ખુદે બનાવવો પડે.

કોઈ પણ મહાનગરપાલિકા આ પ્લાન્ટ બનાવવા ઉદ્યોગો માટે બંધાયેલી નથી. છએક મહિના અગાઉ જામનગર મહાનગરપાલિકા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન વચ્ચે એક સમજૂતી કરાર થયેલો. જો કે આ કરારની વાતો પણ વર્ષો સુધી ચાલ્યા બાદ આ કરાર થયો. આ કરાર રહસ્યમય રીતે પાછલી તારીખથી થયો, કાયદાની ભાષામાં આ કરાર ગેરબંધારણીય સાબિત થાય. અદાલતમાં ટકે નહીં. આમ છતાં પોતાની વાહવાહી માટે, હજારો ઉદ્યોગકારોને ભોળવી એસોસિએશનના આગેવાનોએ સરકાર પાસે સારાં દેખાવા આ કરાર નામનું નાટક કરી તાળીઓ ઉઘરાવી લીધી. આ એમઓયુમાં એક અને પ્રથમ શરત (હજારો ઉદ્યોગકારોને છેતરવા) એ રાખવામાં આવી કે, ઉદ્યોગના પ્રદૂષિત પાણીનો નિકાલ મહાનગરપાલિકા કરી આપશે. આ શરત છેતરામણી એટલાં માટે છે કેમ કે, ઉદ્યોગોના પ્રદૂષણના નિકાલની જવાબદારીઓ કાયદાની જોગવાઈ મુજબ ઉદ્યોગોની છે, મહાનગરપાલિકાની નહીં. આથી મહાનગરપાલિકા દાયકાઓ સુધી આ શરતનું પાલન ન કરે તેવા સંજોગોમાં મહાનગરપાલિકાને એસોસિએશન કશું કહી શકે નહીં.

એસોસિએશનના હાથ અહીં કપાઈ ગયા. અને, ગુજરાત તથા ભારત સરકારના કાયદાઓ કહે છે: આમ હજારો ઉદ્યોગકારો ગધેડી અને ફાળિયું બંને ગુમાવી ચૂક્યા છે. એસોસિએશનની વાતમાં લપેટમાં આવી ગયા. ટેક્સનો મામલો અદાલતમાં એમ ને એમ ઉભો છે. સીઈટીપી પ્લાન્ટ બન્યો નથી. હજારો ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના નિકાલનું હજુ ઠેકાણું પડયું નથી. હજારો ઉદ્યોગકારો પર કાયદાની તલવાર લટકી રહી છે. કોર્પોરેશનમાં ટેક્સ ભરી દેનારા હજારો ઉદ્યોગકારો આ પ્રકારની સ્થિતિઓને કારણે અકળામણ અનુભવી રહ્યા છે.


એસોસિએશન પ્લાન્ટ મુદ્દે કાંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી. નદીમાં ઝેર ઠલવાઈ રહ્યું છે. આ મામલો કોઈ અદાલતમાં ખેંચી જશે તો, સ્થિતિઓ વધુ નાજુક બની જશે. દાયકાઓ સુધી પ્લાન્ટ ન બનાવનાર અને આગેવાનોના ભરોસે બેસી રહેલાં હજારો ઉદ્યોગકારો આજે પસ્તાઈ રહ્યા છે પણ હવે શું થઈ શકે, જબ ચીડિયા ચૂક ગઈ ખેત.

ગુજરાત

અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા

Published

on

By

મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ડબ્બામાં પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગે આગ કર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં અફરાતફરી સર્જાય હતી. અંકલેશ્વરથી ભરુચ તરફ આવી રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આગના પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

Continue Reading

ગુજરાત

દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં

Published

on

By

  સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય, ભારતના રક્ષિત સ્મારકોમાં તે સમાવિષ્ટ છે. અહીં આવેલા મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોવાથી યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે મોટી સંખ્યામાં શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતા હોય છે.

  કમનસીબે અહીં દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલા શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.
Continue Reading

ક્રાઇમ

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

Published

on

By

  • ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –


ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
Continue Reading
ગુજરાત12 hours ago

અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા

રાષ્ટ્રીય12 hours ago

દેશદ્રોહી કહેવા પર CM એકનાથ શિંદે થયાં લાલધૂમ, કાફલાને રોકીને કોંગ્રેસ નેતાની ઓફિસે પહોંચ્યા, આપી આ સલાહ

રાષ્ટ્રીય13 hours ago

શિયાળાની ઋતુમાં મોજાં પહેરીને સૂવું ખતરનાક બની શકે છે,જાણો નિષ્ણાંતો પાસેથી

રાષ્ટ્રીય13 hours ago

‘ખડગે એ નથી કહેતાં કે તેમનું ઘર કોણે સળગાવ્યું..’, સીએમ યોગીએ કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન

રાષ્ટ્રીય13 hours ago

માર્ગ અકસ્માતમાં 80 ટકા મૃત્યુ માટે ડ્રાઇવર જવાબદાર

ગુજરાત13 hours ago

દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં

ક્રાઇમ14 hours ago

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

રાષ્ટ્રીય14 hours ago

ભાજપના ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર આતંકીઓની ભાષા: ખડગે

રાષ્ટ્રીય14 hours ago

સોનામાં 1500, ચાંદીમાં 2500, સેન્સેકસમાં 820 અંકનો કડાકો

આંતરરાષ્ટ્રીય14 hours ago

શેરબજાર માટે ટ્રમ્પ વિલન સાબિત, સતત ઘટાડો

ધાર્મિક20 hours ago

આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી

ગુજરાત20 hours ago

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત

ક્રાઇમ14 hours ago

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

ગુજરાત14 hours ago

ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ

ક્રાઇમ14 hours ago

Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ

ગુજરાત14 hours ago

સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય

ગુજરાત14 hours ago

આધેડનો કમળપૂજાનો પ્રયાસ

ગુજરાત14 hours ago

1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી

ગુજરાત14 hours ago

હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત

ગુજરાત13 hours ago

દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં

Trending