Connect with us

રાષ્ટ્રીય

ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલના નિર્માણ, ઉત્પાદન અને સપ્લાય પર નિયંત્રણના અધિકારો રાજ્યના

Published

on

34 વર્ષ જૂના ચુકાદાને 8:1ની બહુમતીથી સુપ્રિમ કોર્ટે પલ્ટી નાખ્યો, કેન્દ્ર સરકારને ઝટકો

દારૂૂ અંગે સુપ્રીમ કોર્ટે તેનો 34 વર્ષ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. આ આદેશ કેન્દ્ર સરકાર માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે 8:1 ની બહુમતી સાથે 34 વર્ષ જૂના ચુકાદાને બદલી નાખતાં આદેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર પાસે જ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલના નિર્માણ, ઉત્પાદન અને સપ્લાય પર નિયામક અધિકારો છે.


ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળ નવ જજની બેન્ચે સમર્થન આપ્યું છે કે, રાજ્યો આ પ્રકારના આલ્કોહોલમાંથી મોટાપાયે આવક મેળવી રહી છે. તેઓ જ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ સહિત તમામ પ્રકારના દારૂૂ અને તેના રો મટિરિયલ પર ટેક્સ કંટ્રોલ અને અન્ય નિયંત્રણો લાદવાનો હક છે. માત્ર અમુક ચોક્કસ ઈન્ડસ્ટ્રી પર જ કેન્દ્ર હક દર્શાવી શકશે.


સુપ્રીમ કોર્ટના આદેશમાં ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલને બંધારણની 11મી યાદીની 8મી એન્ટ્રી અંતર્ગત બિનઝેરી દારૂૂની કેટેગરીમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જેથી તેના ઉત્પાદન, ટેક્સ અને નિયંત્રણોનો અધિકાર રાજ્યોને આપવા મંજૂરી અપાઈ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, રાજ્યો પાસેથી ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પર કાયદો ઘડવાની સત્તા છીનવી શકાય નહીં.


નવ જજોની બેન્ચમાંથી એક જસ્ટિસ બીવી નાગરત્નાએ આ મામલે અસહમતિ દર્શાવી હતી કે, સંસદને ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલનું નિયમન કરવાની સત્તા આપવામાં આવે, જ્યારે રાજ્યોને ઝેરી દારૂૂ અને પોટેબલ આલ્કોહોલ પર નિયંત્રણો આપવા જોઈએ.


34 વર્ષ પહેલાં સાત જજોની બંધારણીય બેન્ચે આ કેસમાં ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલના ઉત્પાદન અને નિયમનની સત્તા કેન્દ્રને સોંપવા સહમતી દર્શાવી હતી. આ ચુકાદાને બદલી દેતાં કોર્ટની નવી બેન્ચે સ્પષ્ટતા કરી હતી.
કે, ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીવા માટે વપરાતો નથી. તેથી તેને બંધારણ મુજબ બિનઝેરી દારૂૂ કેટેગરીમાં વર્ગીકૃત કરવો જોઈએ.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

‘ભારત-ચીનના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમે સરહદ કરારનું સ્વાગત કરીએ છીએ…’જિનપિંગ સાથે મુલાકાત પર PM મોદીનું નિવેદન

Published

on

By

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. આજે પીએમએ કઝાનમાં બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. બ્રિક્સ બેઠક બાદ પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચેના સંબંધોનું મહત્વ માત્ર આપણા લોકો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે સરહદ પર થયેલી સર્વસંમતિને આવકારીએ છીએ. સરહદ પર શાંતિ જાળવવી એ અમારી પ્રાથમિકતા હોવી જોઈએ. મને વિશ્વાસ છે કે અમે ખુલ્લા મનથી વાત કરીશું.

બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે બંને દેશો માટે વાતચીત અને સહકાર મતભેદોને દૂર કરવા અને એકબીજાની વિકાસની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે છે. બંને પક્ષો માટે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવી પણ મહત્વપૂર્ણ છે. વિકાસશીલ દેશોની તાકાત અને એકતા વધારવા માટે એક ઉદાહરણ સેટ કરો.

જિનપિંગને મળ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, કઝાન બ્રિક્સ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. ભારત-ચીન સંબંધો બંને દેશોના લોકો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપશે.

મોદી અને જિનપિંગ વચ્ચેની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં એલએસી પર તેમની સેનાઓ દ્વારા પેટ્રોલિંગ કરવા અંગેના કરાર પર સહમત થયા છે. ચાર વર્ષથી ચાલી રહેલી આ મડાગાંઠને ખતમ કરવામાં આને મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ પહેલા 11 ઓક્ટોબર 2019ના રોજ પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત થઈ હતી.

2014 થી 2019ની વચ્ચે પીએમ મોદી અને જિનપિંગ 18 વાર મળ્યા હતા. આ એવા પ્રસંગો હતા જ્યારે મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. જિનપિંગ 18 સપ્ટેમ્બર 2014ના રોજ ભારત આવ્યા હતા. આ પછી પીએમ મોદી 14 મે 2015ના રોજ ચીન ગયા હતા. ત્યારબાદ 4-5 સપ્ટેમ્બર 2016ના રોજ ચીનમાં G20 સમિટ યોજાઈ હતી. આમાં બંનેની મુલાકાત થઈ હતી. આ પછી 8-9 જૂન 2017ના રોજ SCOની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી.

ત્યારબાદ બંને નેતાઓ 26 એપ્રિલ 2018ના રોજ ચીનના વુહાનમાં અને 11 ઓક્ટોબર 2019ના રોજ મહાબલીપુરમમાં મળ્યા હતા. જો કે, નવેમ્બર 2022માં, મોદી અને જિનપિંગે G-20 નેતાઓ માટે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં પણ જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિએ અનૌપચારિક વાતચીત કરી હતી.

Continue Reading

રાષ્ટ્રીય

SEBIનો અદાણીને ઝટકો, લિસ્ટિંગ નિયમોના ઉલ્લંઘન બાબતે નોટિસ

Published

on

By

રોકાણકારો, શેર હોલ્ડરને ખોટી રીતે દર્શાવવાના આક્ષેપ

અદાણી ગ્રુપની પાવર ટ્રાન્સમિશન એનર્જી કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (અઊજક)ને મોટો ફટકો પડ્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ અદાણીની કંપનીને નોટિસ પાઠવી છે. કંપની પર કેટલાક રોકાણકારોને જાહેર શેરધારકો તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવાનો આરોપ છે.


અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (અઊજક)એ મંગળવારે જણાવ્યું હતું કે તેને સેબી તરફથી નોટિસ મળી છે. જેમાં કેટલાક રોકાણકારોને પબ્લિક શેરહોલ્ડર તરીકે ખોટી રીતે દર્શાવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
કંપનીએ તેના બીજા ક્વાર્ટરના પરિણામોની નોંધમાં વિગતો આપ્યા વિના જણાવ્યું હતું કે તે નિયમનકારી અને સરકારી અધિકારીઓને આ બાબતે માહિતી અને સ્પષ્ટતા પ્રદાન કરશે. રિન્યુએબલ એનર્જી ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને સેબી તરફથી કોઈ નવી નોટિસ મળી નથી.


અઊજકએ જણાવ્યું હતું કે વર્તમાન ક્વાર્ટર દરમિયાન કેટલાક પક્ષોના શેરહોલ્ડિંગને જાહેર શેરહોલ્ડિંગ તરીકે ખોટી રીતે રજૂ કરવા બદલ તેને સેબી તરફથી કારણદર્શક નોટિસ (જઈગ) પ્રાપ્ત થઈ છે. કંપનીએ આ બાબતે જણાવ્યું હતું કે તે સમય સમય પર માહિતી, જવાબો, દસ્તાવેજો અને/અથવા સ્પષ્ટતાઓ આપીને નિયમનકારી અને સરકારી સત્તાવાળાઓને જવાબ આપશે.

Continue Reading

રાષ્ટ્રીય

યુપીની પેટા ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો મુખ્ય સંઘ હરિયાણા સ્ટાઇલથી મેદાનમાં ઉતરશે

Published

on

By

સંઘ વડા મોહન ભાગવત અને યોગી આદિત્યનાથની બેઠખથી રાજ્કીય ગરમાવો

યુપી પેટાચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે પેટાચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા થઈ હતી. બંને વચ્ચે લગભગ બે કલાક સુધી વાતચીત થઈ, જેના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભાગવત-યોગીની મુલાકાત યુપીમાં સખત હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના એજન્ડાને વધુ મજબૂત કરશે. મંગળવારે સંઘના વડા મોહન ભાગવત સંઘની અખિલ ભારતીય કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા માટે મથુરા આવ્યા હતા.

જ્યાં સીએમ યોગીએ તેમની સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે યુપીથી લઈને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં પેટાચૂંટણીથી લઈને 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, નેપાળને અડીને આવેલા જિલ્લાઓમાં ઘૂસણખોરી, આ અને સરહદની બીજી તરફ ગેરકાયદેસર મદરેસાઓની વધતી સંખ્યા સહિતના મુદ્દાઓ પ ચર્ચા કરવામાં આવી હતી.

બંને વચ્ચેની વાતચીતમાં નક્કી થયું કે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર અને બાબા વિશ્વનાથ કોરિડોરના નિર્માણ બાદ સીએમ યોગી આદિત્યાનાથ હવે મથુરા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં તેમણે મથુરાની ભાવિ સ્ક્રિપ્ટ વિશે પણ ચર્ચા કરી. સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં આગામી દિવસોમાં રાજ્યમાં સખ્ત હિન્દુત્વના એજન્ડાને વધુ વેગ મળશે.સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં યુપી પેટાચૂંટણીમાં પણ હરિયાણા ચૂંટણીની ફોર્મ્યુલા લાગુ કરવા પર ચર્ચા થઈ હતી. આ ચૂંટણીમાં સંઘ હરિયાણાની તર્જ પર મતદારો વધારવાના પ્રયાસો કરશે. મતદારોને પક્ષ સાથે વધુમાં વધુ જોડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય12 hours ago

‘ભારત-ચીનના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમે સરહદ કરારનું સ્વાગત કરીએ છીએ…’જિનપિંગ સાથે મુલાકાત પર PM મોદીનું નિવેદન

ગુજરાત13 hours ago

રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ, અધિક જિલ્લા મેજિ.નું જાહેરનામું

ગુજરાત13 hours ago

મનપાના ફાયર વિભાગની 319 જગ્યાઓ માટે સીધી ભરતી થશે

ગુજરાત13 hours ago

ધર્મ સ્થળો તોડશો તો અમારી પથારી ફરી જશે

આંતરરાષ્ટ્રીય13 hours ago

બાંગ્લાદેશમાં હવે રાષ્ટ્રપતિને હટાવવા હિંસક વિરોધ, પોલીસ પર પથ્થરમારો

ગુજરાત13 hours ago

મહાપાલિકાનું કારસ્તાન: સરદાર પટેલ સેવા ટ્રસ્ટના ગેરકાયદે બાંધકામને આપી ફાયર NOC

રાષ્ટ્રીય13 hours ago

SEBIનો અદાણીને ઝટકો, લિસ્ટિંગ નિયમોના ઉલ્લંઘન બાબતે નોટિસ

રાષ્ટ્રીય13 hours ago

યુપીની પેટા ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો મુખ્ય સંઘ હરિયાણા સ્ટાઇલથી મેદાનમાં ઉતરશે

ગુજરાત13 hours ago

પર્યાવરણ વિભાગે વધુ 56 વેપારીઓ પાસેથી 2.1 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ

રાષ્ટ્રીય13 hours ago

કોંગ્રેસ-105, ઉધ્ધવ-95 અને શરદ પવાર 84 બેઠકો પર લડશે

આંતરરાષ્ટ્રીય16 hours ago

McDonald બર્ગર ખાવાથી ફેલાયો આ ખતરનાખ વાયરસ, એકે જીવ ગુમાવ્યો-અનેક લોકો થયાં બીમાર

રાષ્ટ્રીય2 days ago

શેરબજારમાં સતત કડાકા, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો

આંતરરાષ્ટ્રીય2 days ago

સમજૂતી બાદ આર્મી ચીફનું પહેલું નિવેદન, જાણો ચીને શું કર્યું

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકાના સિએટલમાં ગોળીબાર, પાંચનાં મોત, કિશોરની ધરપકડ

ગુજરાત2 days ago

શહેરના 87 હોકર્સઝોન માટે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી બનાવાશે

ગુજરાત2 days ago

દંડ ભલે ભરવો પડે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશું: વધુ 53 પકડાયા

રાષ્ટ્રીય20 hours ago

ચેઈન સ્નેચિંગનો ચોંકાવનારો કિસ્સો!!! બાઈક સવાર 2 શખ્સોએ ચેઈન ન તૂટતા મહિલાને કેટલાય મીટર સુધી ઢસડી, જુઓ VIDEO

ગુજરાત13 hours ago

OPS સહિતના પ્રશ્ર્નોનું દિવાળી પહેલાં નિરાકરણ લાવવા શિક્ષકો સરકારને ઘેરશે

ગુજરાત2 days ago

સ્વામિનારાયણ મંદિર સામેનો બહુચર્ચિત રસ્તો ખૂલશે

ગુજરાત2 days ago

ભાવનગર કરણીસેનાના ઉપપ્રમુખે પદ્મિનીબા સાથેની તકરારમાં દવા પી લીધી

Trending