Sports
સાનિયા મિર્ઝા દુબઇની સ્પોર્ટ્સ એમ્બેસેડર બની
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની નિવૃત્તિને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ તે હજુ પણ સક્રિય રહે છે. તાજેતરમાં સાનિયાને દુબઈમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની સાથે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હરભજન સિંહને પણ આ સન્માન મળ્યું છે. વાસ્તવમાં સાનિયા મિર્ઝાને દુબઈની સ્પોર્ટ્સ એમ્બેસેડર બનાવવામાં આવી છે. તે રમતને આગળ વધારવા માટે અહીં કામ કરશે.
હરભજન સિંહને પણ આ પદ મળ્યું છે. સાનિયા અને ભજ્જી માટે દુબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દુબઈના ઘણા અધિકારીઓ પણ અહીં હાજર હતા. સાનિયાની ટેનિસ કારકિર્દી શાનદાર રહી છે. તેણે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. સાનિયા મિર્ઝાએ શોએબ મલિકથી છૂટાછેડા લીધા છે. તેણીએ ફરીથી પોતાને નિયંત્રિત કરી અને હજી પણ કામ કરી રહી છે.
Sports
પાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણય
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો બબાલ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ટ્રોફી પ્રવાસ માટે તૈયાર છે. એટલે કે આ ટ્રોફીને પાકિસ્તાનના અલગ-અલગ સ્થળોએ ચાહકો વચ્ચે લઈ જવામાં આવશે. આ દરમિયાન ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. હવે PCB આ ટ્રોફીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં લઇ જઈ શકશે નહીં.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 14 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. હવે 16 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ટ્રોફીને પાકિસ્તાનના અલગ-અલગ સ્થળોએ ચાહકો વચ્ચે લઈ જવામાં આવશે. શેડ્યૂલ મુજબ, ટ્રોફી સ્કર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળોએ જશે. તેમાંથી સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આવે છે. પરંતુ ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, ICCએ PCBને ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસને કોઈપણ વિવાદિત PoKમાં લઈ જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 14 નવેમ્બરે જ જાહેરાત કરી હતી કે, ‘પાકિસ્તાન તૈયાર થઈ જાઓ. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ટ્રોફી ટૂર 16 નવેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં શરૂ થશે, જે સ્કર્દુ, મુરી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. 16-24 નવેમ્બર દરમિયાન ઓવલ ખાતે 2017માં સરફરાઝ અહેમદ દ્વારા ઉઠાવવામાં આવેલી ટ્રોફીની એક ઝલક જુઓ.
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરંતુ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાનો ઈન્કાર અને જવાબમાં પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે તૈયાર ન હોવાને કારણે શિડ્યુલની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આઈસીસીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે, જ્યારે કોઈ સત્તાવાર ટૂર્નામેન્ટ શેડ્યૂલ વિના કોઈ ટ્રોફી પ્રવાસ હશે. સામાન્ય રીતે ટુર્નામેન્ટનું શેડ્યૂલ ઓછામાં ઓછા 100 દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે, આ પછી જ ટ્રોફી પ્રવાસ શરૂ થાય છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.
Sports
એક જ ઈનિંગમાં 10 વિકેટ ખેરવી અંશુલ કંબોજે ઈતિહાસ રચ્યો
હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી 2024-25માં હરિયાણાના ઝડપી બોલર અંશુલ કંબોજે ઈતિહાસ રચી દીધો હતો. તેણે કેરળ સામેની મેચમાં બધી જ 10 વિકેટ લીધી હતી. લાહલીમાં રમાયેલી પાંચમા રાઉન્ડની મેચમાં કેરળની પહેલુઈ ઇનિંગમાં અંશુલ કંબોજે આ કારનામું કર્યું હતું. રણજી ટ્રોફીની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપનાર તે માત્ર ત્રીજો બોલર છે. તેના પહેલા બંગાળના પ્રેમાંસુ ચેટર્જીએ સન 1957માં અને રાજસ્થાનના પ્રદીપ સુંદરમે સન 1985માં આવું કર્યું હતું. અંશુલે સૌથી પહેલા મેચના પાંચમા બોલ પર બાબા અપરાજિતને આઉટ કર્યો હતો. આ પછી શોન રોજરના રૂૂપમાં તેણે પોતાની 10મી વિકેટ લીધી હતી. તેના બોલિંગના આંકડા આ પ્રમાણે હતા, 30.1 ઓવર, નવ મેડન ઓવર, 49 રન અને 10 વિકેટ.
આઈપીએલ 2024માં અંશુલ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. અહીં તેને ત્રણ મેચમાં રમવાની તક મળી હતી. પરંતુ આગામી મેગા ઓક્શન પહેલા તેને રીલીઝ કરવામાં આવ્યો હતો.
14 નવેમ્બરે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેવા અંગે તેણે કહ્યું હતું કે, પઆ સ્થિતિ દરરોજ નથી રહેતી. હું બાકીની બે વિકેટ લેવાનો પ્રયત્ન કરીશ. પરંતુ જો ટીમના અન્ય બોલરો પણ આ વિકેટો મેળવશે તો પણ મને એટલી જ ખુશી થશે.
આ ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન પહેલા અંશુલે ક્યારેય એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી ન હતી. પરંતુ બે મહિનામાં તે પહેલા 8 વિકેટ અને હવે 10 વિકેટ લઇ ચૂક્યો છે. તેણે દુલીપ ટ્રોફીમાં રમતા આઠ વિકેટ ઝડપી હતી. તેણે આ વિશે કહ્યું હતું કે, પહું આ સિઝનમાં સારી લયમાં છું. ગયા વર્ષે પણ હું રમ્યો હતો. પરંતુ મને બહુ વિકેટ મળી ન હતી. મેં ઠીકઠાક બોલિંગ કરી હતી. મને આશા છે કે આ વર્ષ વધુ સારું રહેશે.થ અંશુલ ટેનિસ બોલ ક્રિકેટ રમીને આગળ વધ્યો છે. તેથી જ તે હંમેશા ઝડપી બોલર બનવા માંગતો હતો. તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપ 2024માં પણ અંશુલ રમ્યો હતો. જેમાં તેને ત્રણ મેચમાં ચાર વિકેટ મેળવી હતી. માનવામાં આવે છે કે આગામી ઈંઙક 2025 માટેના મેગા ઓક્શનમાં તેને મોટી રકમ મળી શકે છે.
Sports
રણજી ટ્રોફીમાં રનનો વરસાદ, ચાર-ચાર ભારતીય ખેલાડીઓએ ફટકારી ટ્રિપલ સદી
સ્નેહલ કૌથંકર અને કશ્યપ બકલે ત્રેવડી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યા
રણજી ટ્રોફી હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. આ ભારતીય સ્થાનિક ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ પણ છે. 13 નવેમ્બરથી શરૂૂ થયેલી આ ટુર્નામેન્ટમાં હાલમાં પાંચમાં રાઉન્ડની મેચો રમાઈ રહી છે. આ સાથે જ મેચનો બીજો દિવસ બેટ્સમેનોના નામે રહ્યો હતો. 14મી નવેમ્બરે રણજી ટ્રોફીમાં 1 કે 2 નહીં પરંતુ 4 ટ્રિપલ સેન્ચુરી જોવા મળી હતી. જેમાંથી 2 ત્રેવડી સદી એક જ ટીમના બેટ્સમેનોએ ફટકારી હતી.
અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં ગોવા તરફથી સ્નેહલ કૌથંકર અને કશ્યપ બકલેએ ત્રેવડી સદી ફટકારી હતી. ખાસ વાત એ હતી કે બંને ખેલાડીઓ અણનમ રહ્યા હતા. આ મેચમાં સ્નેહલ કૌથંકરે માત્ર 215 બોલમાં અણનમ 314 રન બનાવ્યા હતા. જેમાં 4 છગ્ગા અને 45 ચોગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઈક રેટ 146થી વધુ હતો. આ ઈનિંગ દરમિયાન તેણે 205 બોલમાં ત્રેવડી સદી પૂરી કરી હતી. આ સાથે જ કશ્યપ બકલેએ પણ 269 બોલમાં અણનમ 300 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 39 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ બે ખેલાડીઓના દમ પર ગોવાએ આ મેચ એક ઈનિંગ્સ અને 551 રને જીતી લીધી હતી.
બીજી તરફ ઉત્તરાખંડ અને રાજસ્થાનની ટીમો વચ્ચે રમાઈ રહેલી એલિટ ગ્રુપ ઇની મેચમાં મહિપાલ લોમરોરે ત્રેવડી સદી ફટકારી હતી. રાજસ્થાનના બેટ્સમેન મહિપાલ લોમરોરે 357 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે 13 છગ્ગા અને 25 ચોગ્ગા ફટકાર્યા હતા. તે 360 બોલ રમીને પણ અણનમ રહ્યો હતો. જેના કારણે રાજસ્થાનની ટીમે તેના પ્રથમ દાવમાં 7 વિકેટ ગુમાવીને 660 રન બનાવ્યા હતા.
નાગાલેન્ડના બેટ્સમેન ચેતન બિષ્ટના બેટમાંથી પણ ત્રેવડી સદી જોવા મળી હતી. તેણે મિઝોરમ સામે આ કારનામું કર્યું હતું. ચેતન બિષ્ટે આ ઈનિંગમાં 423 બોલ રમ્યા અને 304 અણનમ રન બનાવ્યા. ચેતન બિષ્ટની આ ઈનિંગમાં 33 ફોર અને 5 સિક્સ સામેલ છે. આ તેની કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી પણ હતી. ચેતન બિષ્ટની આ જોરદાર ઈનિંગના કારણે નાગાલેન્ડે 7 વિકેટના નુકસાને 736 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.
-
રાષ્ટ્રીય1 day ago
ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
-
ગુજરાત1 day ago
બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!
-
ક્રાઇમ1 day ago
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!
-
ગુજરાત1 day ago
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો
-
ક્રાઇમ1 day ago
રેલવેની પાર્સલ ઓફિસમાં કર્મચારીનો તલવાર સાથે આતંક, મજૂરે ઢીબી નાખ્યો
-
ગુજરાત1 day ago
પાળ દરબાર દ્વારા રૈયાની કરોડોની જમીન મુદ્દે કરાયેલ દાવો રદ
-
ગુજરાત1 day ago
ભોમેશ્ર્વરમાં ટ્રાફિક જામમાં પીસાતા હજારો રહીશો
-
મનોરંજન1 day ago
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પર થયો જીવલેણ હુમલો