મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલી વચ્ચે પીએમ મોદીની ઇસ્કોન મંદિરે કૃષ્ણસાધના

અનુયાયીઓ વચ્ચે કાંસીજોડા વગાડયા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રાયગઢ જિલ્લાના પનવેલ સ્થિત ઈસ્કોન મંદિરની પણ…

અનુયાયીઓ વચ્ચે કાંસીજોડા વગાડયા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રાયગઢ જિલ્લાના પનવેલ સ્થિત ઈસ્કોન મંદિરની પણ મુલાકાત લીધી હતી. જ્યાં ઇસ્કોન તરફથી તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ઈસ્કોનના અનુયાયીઓ સાથે મળીને કાંસીજોડાં વગાડ્યા હતા.
વડાપ્રધાનના આગમન પર ઇસ્કોનના ભક્તોએ વિશેષ પ્રાર્થના કરી અને ભક્તિ ગીતો ગાયા.

આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવવામાં આવી હતી. ઇસ્કોને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક લાગણીને જ પ્રોત્સાહન આપતો નથી પરંતુ સમાજમાં એકતા અને ભાઈચારાની લાગણીને પણ મજબૂત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *