ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં નવજોત સિદ્ધુની ફરી એન્ટ્રી?

કપિલ શર્માનો શો પધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ઓટીટી પર ઘણો લોકપ્રિય થયો છે અને એક પછી એક તેના ઘણા એપિસોડ લોકપ્રિય થઈ રહ્યા છે.…

કપિલ શર્માનો શો પધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ઓટીટી પર ઘણો લોકપ્રિય થયો છે અને એક પછી એક તેના ઘણા એપિસોડ લોકપ્રિય થઈ રહ્યા છે. ત્યારે હવે તેના નવા એપિસોડના પ્રોમો આવવાના શરૂૂ થયા છે, આ વીકેન્ડમાં શો પર નવજોત સિંઘ સિદ્ધુની ફરી એક વખત એન્ટ્રી થઈ રહી છે. આ એપિસોડના પ્રોમોમાં જોવા મળે છે કે નવજોત સિંહ સિદ્ધુ જજની ખુરશી પર બેસી ગયા છે.તેમને જોઈને કપિલ શર્મા મજાક કરે છે કે ફરી એક વખત સુનિલ ગ્રોવર સિદ્ધુ બનીને આવ્યો છે. ત્યારે સિદ્ધુ સ્પષ્ટતા કરે છે કે તે સાચો સિદ્ધુ છે. આટલા વર્ષોથી સિદ્ધુનું સ્થાન લેનાર અર્થના પુરણ સિંઘ મૂંઝવણમાં દેખાય છે અને કપિલને પુછે છે કે શું હવે સિદ્ધુ આ શો તેની પાસેથી લઈ લેશે કે શું. આ એપિસોડમાં હરભજન સિંઘ અને ગીતા બસરા પણ જોવા મળશે, સાથે જ સુનિલ ગ્રોવર પણ ફરી એક વખત સિદ્ધુના રૂૂપમાં જોવા મળશે.


2019માં સિદ્ધુએ આ શો છોડ્યો હતો. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા અંગે કરેલા નિવેદનના કારણે તેમની ઘણી ટીકા થઈ હતી. આ આતંકવાદી હુમલા બાદ સિદ્ધુએ કહ્યું હતું કે કોઇ એક આખા દેશ સાથે આતંકવાદને જોડી શકાય નહીં અને આ સ્થિતિ અંગે વાતચીત કરવાની તરફેણ કરી હતી. આ નિવેદનથી વિવાદ છેડાયો હતો અને સિદ્ધુને શોમાંથી કાઢી નાખવાની માગ ઉઠી હતી. જનતાના સખત વિરોધ બાદ તેમને દૂર કરીને તેમના સ્થાને અર્ચના પુરણ સિંઘને શોમાં લેવાયાં હતાં. ત્યારથી અર્ચના આ શોમાં જજ તરીકે જોવા મળે છે. આ અઠવાડિયાનો એપિસોડ જોઈને હકીકત જાણવા મળશે કે ખરેખર સિદ્ધુએ કઈ રીતે એન્ટ્રી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *