Connect with us

અમરેલી

અમરેલીના ધારીમાં રખડતાં ઢોરનો આતંક, બાખડી રહેલા આખલાઓએ બાઇક ચાલકને ઉલાળ્યો, જુઓ વિડીયો

Published

on

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમરેલીના ધારીમાં આખલાના આતંકનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, ૩ આખલાઓ બાખડતા રોડ પર આવે છે ત્યારબાદ રસ્તા પરથી ટૂ-વ્હીલર લઈ પસાર થઈ રહેલા ડોકટરને આખલાઓએ અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા. રોડ પર આખલાઓના આતંકને કારણે અન્ય લોકોમાં પણ નાસભાગ મચી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

અમરેલીના ધારીમાં રસ્તાઓ પર આખલાઓ બાખડતાં એક ટૂ-વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા, જ્યારે અન્ય એક મોટરસાઇકલ ચાલક પણ માંડ માંડ બચ્યા હતા અને જીવ બચાવી ભાગ્યા હતા. તો રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં પણ આખલા યુદ્ધના કારણે નાસભાગ મચી હતી. ધારીના મુખ્ય ગેટ નજીક બાખડી રહેલા આખલાઓએ અડફેટે લેતાં તુષાર પટેલ નામના ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા.

અમરેલીના ધારીમાં રખડતાં ઢોરના ત્રાસના કારણે વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર આ મામલે રજૂઆત કર્યા બાદ પણ રખડતાં ઢોરની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

અમરેલી

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના, ઘઉંની બોરી ઉતારતા વખતે 5 શ્રમિકો દબાયા, 1 નું મોત

Published

on

By

અમરેલી માર્કેટયાર્ડમાં આજે મોટી દુર્ઘટના સર્જાઇ છે. યાર્ડમાંઘઉંની બોરીઓ ઉતારતી વખતે 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત થયું છે. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના લઇને મજૂરો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ 5 મજૂરોના ઉપર પડી હતી અને મજુરો દટાયા હતાં. ત્યારબાદ મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક મજુરનું મોત થયું છે. જયારે 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

આ દુર્ઘટનામાં ખીજડિયાના વિપુલ દિનેશ કનક નામના મજૂરનું મોત થયું હતું જ્યારે અન્ય 4 મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા.

Continue Reading

અમરેલી

દામનગરમાં SMCનો દરોડો: જુગારની ક્લબ સાથે દારૂની મહેફિલ ઝડપાઈ

Published

on

By

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર બસસ્ટેન્ડ નજીક શ્યામ કોમ્પલેક્ષમાં જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ગાંધીનગરનું સ્ટેટમોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડ્યો હતો. આ જૂગારની ક્લબમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.


જ્યારે પોલીસના દરોડામાં પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતાં. જૂગારના દરોડામાં દારૂની 13 બોટલ પણ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે વાહન, પાંચ મોબાઈલ, દારૂની બોટલ સહિત રૂા. 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


મળતી વિગતો મુજબ આઈપીએસ નિર્લિપ્તરાયના તાબા હેઠળની સ્ટેટમોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જી.આર. રબારી અને ટીમે બાતમીના આધારે દામનગરના બસ્ટેન્ડ પાસે આવેલ શ્યામ કોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી દારૂ જૂગારની ક્લબ મળી આવી હતી.


એસએમસીના દરોડામાં જૂગાર રમતા દામનગરના હિંમત ઉર્ફે કાળુ શ્યામજીભાઈ જયપાલ, હર્ષદ પ્રાગ્જીભાઈ જયપાલ, ગણેશ નાગજી પરમાર, અમિત દેવશીભાઈ પરમાર, સંજય દિનેશભાઈ સોલંકી અને ભાવેશ બાબુભાઈ જાંજડિયાની ધરપકડ કરી રૂા. 19,150ની રોકડ, 90000ના ત્રણ વાહનો તથા 1300 રૂપિયાની કિંમતની 13 બોટલ વિદેશી દારૂ મળી રૂા. 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં વરલી-મટકાનો ધંધો ચલાવનાર મુખ્ય સુત્રધાર ભરત જયંતિભાઈ ગોહિલ, ભાગીદાર અર્જુન જીવણભાઈ સાતડિયા, કેશિયર મુકેશ ઠાકોર દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી કૌશીક ભરતભાઈ ગોહિલ અને દારૂની ડિલેવરી આપનાર શૈલેષ અરવિંદભાઈ ચાવડિયા ફરાર થઈ ગયા હતાં. દારૂ અને વરલી-મટકાની ક્લબમાં તમામ સુવિધાઓ આપવામાં આવતી હોય આ મામલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છ.ે

Continue Reading

અમરેલી

જાફરાબાદના દરિયામાં માછીમારી બોટની જળસમાધિ, આઠનો બચાવ

Published

on

By

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર વિસ્તારમાં મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે દરિયામાં બોટ ડૂબવાની અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. જાફરાબાદના સીદીકભાઈની હુસેની નામની બોટમાં 8 ખલાસીઓ સવાર હતા. ત્યારે દરિયાની અંદર અકસ્માતે બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. બોટ પલટી મારતા 8 ખલાસીઓના જીવ જોખમમાં મુકાયો હતો.

આ દરમ્યાન જાફરાબાદની બોટ પસાર થતી હોવાને કારણે 8 ખલાસીઓને તેમની બોટમાં અંદર બેસાડી બચાવી લેવાયા હતા. હુસેની નામની બોટ દરિયામાં ડૂબી ગઈ છે.8 ખલાસીઓનો બચાવ થયો છે તેમને અન્ય બોટમાં જાફરાબાદ લાવી રહ્યા છે. મધ દરિયામાં ઘટના બની હોવાને કારણે વહેલી સવાર સુધીમાં જાફરાબાદ બંદર પર વતન લવાશે. હાલ જાફરાબાદ માછીમાર સમાજના આગેવાનોના સંપર્કમાં છે જેથી માછીમારના લોકોએ રાહત અનુભવી છે.


જાફરાબાદ માછીમાર સમાજ અગ્રણી કનેયાલાલ સોલંકીએ જણાવ્યું કે, એક બોટ ડૂબી હતી પરંતુ 8 ખલાસીઓને અન્ય બોટની મદદથી બચાવી લીધા છે. તેની બોટમાં બેસાડી દીધા છે તે ખલાસીઓ જાફરાબાદ આવી જશે સુરક્ષિત છે.

Continue Reading
રાષ્ટ્રીય12 hours ago

સસ્તું નહીં થાય ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, GST કાઉન્સિલમાં નિર્ણય મોકૂફ

ક્રાઇમ13 hours ago

વાપીના આસિ. પી.એફ.કમિશનર અને સુપ્રભાત રંજન પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

ક્રાઇમ13 hours ago

અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

ગુજરાત13 hours ago

કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 65 કેસો રજૂ કરાયા

ગુજરાત13 hours ago

રોગચાળાનો ભરડો: ડેન્ગ્યુના 21, ઝાડા-ઊલટીના 349 કેસ

ક્રાઇમ13 hours ago

રાજકોટમાં પોલીસ પણ અસલામત!, પોલીસના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં-રોકડની ચોરી

ગુજરાત13 hours ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

ગુજરાત13 hours ago

ગાંધીનગર-મહુડી હાઇવે પર માતેલા સાંઢની જેમ નીકળેલી મર્સિડીઝે દેરાણી-જેઠાણીનો ભોગ લીધો

ગુજરાત13 hours ago

જાહેરમાં ગંદકી અને પ્લાસ્ટિક વાપરતા 139 વેપારીઓને રૂા.37,450નો દંડ

ગુજરાત13 hours ago

સગીર પથ્થરબાજો 3 કિ.મી દૂરથી આવ્યા, મુખ્ય કાવતરાખોરની તપાસ: ગેહલોત

ગુજરાત13 hours ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

ગુજરાત17 hours ago

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ

કચ્છ14 hours ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

ગુજરાત22 hours ago

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ

ગુજરાત18 hours ago

દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ

ગુજરાત18 hours ago

તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!

Sports14 hours ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

ગુજરાત18 hours ago

જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો

રાષ્ટ્રીય20 hours ago

ભાજપના નેતાની ગોળી મારી હત્યા, બદમાશો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર, જુઓ CCTV

આંતરરાષ્ટ્રીય18 hours ago

ઐતિહાસિક 29 મેડલ સાથે ભારતનું પેરિસ અભિયાન સમાપ્ત

Trending