Connect with us

ગુજરાત

લાલપુરના મેઘપર ગામે પીજીવીસીએલના કર્મચારી પર ત્રણ શખ્સોનો હુમલો

Published

on

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં પીજીવીસીએલના એક સેડ્યુલ કાષ્ટ કર્મચારીને મેઘપર ગામના ત્રણ શખ્સોએ લાઇટના પ્રશ્ને તકરાર કર્યા પછી ઢીકા પાટુ નો માર મારી, સેડ્યુલ કાષ્ટ જાતિ ના હોવાથી હડધૂત કરવા અંગેની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા અને લાલપુર ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલની કચેરીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર કુમાર કાંતિલાલ કલાસવા નામના વીજ કર્મચારીએ પોતાને મારકુટ કરી ધમકી આપવા અંગે તેમજ પોતે શેડ્યૂલ કાસ્ટ ના હોવાથી પોતાને જાતિ પ્રથા કે અપમાનિત કરવા અંગે મેઘપર ગામના મયુરસિંહના દેવુભા કંચવા, શિવરાજસિંહ કરણસિંહ કંચવા, અને પ્રિયરાજસિંહ વીજયસિંહ કંચવા સામે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને તેમની સાથેના અન્ય વીજ કર્મચારીઓ મેઘપર ગામમાં લાઈટ ની ફરિયાદના પ્રશ્ને કામ પર ગયા હતા, જે દરમ્યાન ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ફરિયાદી રાજેન્દ્રકુમાર કલાસવા સાથે સૌપ્રથમ જીભાજોડી કર્યા પછી ઢીકા પાટુનો માર માર્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી, સેડ્યુલ કાષ્ટ ના હોવાથી તેઓને સમાજમાં હલકા પાડવા માટેનો પ્રયત્ન કરાયો હોવાથી તમામ સામે એસ્ટ્રોસિટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાત

દ્વારકા જગતમંદિર આસપાસના દબાણો હટાવાયા

Published

on

By

ભાવિકો અને રાહદારીઓને નડતર રૂપ લારી-કેબિનો સહિતના દબાણો હટાવવાની ઝુંબેશથી વાતાવરણ તંગ


રાજ્યમાં ધાર્મિક સ્થળોની આસપાસ ખડકી દેવામાં આવેલા દબાણો હટાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગઇકાલે સોમનાથ મંદિર આસપાસ થયેલા દબાણો પર બૂલડોઝર ફેરવી જમીન ખાલી કરાઇ હતા ત્યારે આજે જગત મંદિર દ્વારકાધીશના મંદિર આજુબાજુમાં કરાયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરી કરતા થોડીવાર માટે વાતાવરણ ગરમાયું હતું.


દ્વારકામાં ગઈકાલે જગતમંદિરે જવાના મુખ્ય રસ્તાઓ પર યાત્રિકો તથા સ્થાનીકોને અડચણરૂપ રસ્તાઓ આસપાસ પથરાયેલા ટેબલો તથા પથારાઓનું દ્વારકાના નવનિયુકત પ્રાંત અધિકારી દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવેલ અને મંદિર આસપાસના વેપારીઓને યોગ્ય સૂચનો કરી તંત્રને સહયોગ આપવા માટે અપીલ કરેલ. ત્યારે સાથે રહેલા પાલિકાના ચીફઓફીસર તેમજ પોલીસતંત્રના અધિકારીઓને દબાણ અંગે સમીક્ષા કરી તાત્કાલિક રસ્તાઓ ખુલ્લા કરવા માટે તાકિદ કરવામાં આવેલ. જેના અનુસંધાને શહેરના નવા ગોમતીઘાટ વિસ્તારમાં કિર્તીસ્તંભ આસપાસના રસ્તા પરના તથા દ્વારકાધીશ જગતમંદિર આસપાસના રસ્તાઓ પરના દબાણો હટાવવા માટે સ્થાનીકતંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.


બપોરે બાદ જગતમંદિરના મુખ્ય ગેટ આસપાસના વિસ્તારના દબાણો દુર કરવામાં આવશે. નોંધનીય છે કે દ્વારકાધીશના દર્શનાર્થે આવતા ભાવિકોને રસ્તા પરના દબાણોને કારણે અવર-જવર કરવા માટે ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને આ વર્ષોપર્યંતનો પ્રશ્ન હતો પરંતુ પાલિકા દ્વારા છાસવારે દબાણ હટાવવાનું નાટક કરી ટેમ્પરરી કાર્યવાહી કરવામાં આવતી હતી. કોઈ કાયમી ઉકેલ આવતો ન હતો. પરંતુ હાલના પ્રાંત અધિકારીએ સ્થાનીક વહીવટીતંત્રને સાથે રાખી દબાણ હટાવ ઝુંબેશ શરૂૂ કરેલ છે તે દ્વારકાવાસીઓમાં પ્રસંશાને પાત્ર બની છે. હવે જોવાનું એ છે કે જે દબાણો હટાવાયા છે તે કાયમી ધોરણે રહેશે કે પછી થોડા દિવસો બાદ ‘જૈસે થે થઇ જશે….!

Continue Reading

ગુજરાત

સોમનાથ મંદિર આસપાસ મસ્જિદો-45 મકાનોનું મેગા ડિમોલિશન

Published

on

By

60 કરોડની 15 હેકટર સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે 58 જેસીબી, 50 ટ્રેકટર, 4 હિટાચી અને 5 ડમ્પર સાથે તંત્ર દ્વારા કાર્યવાહી

રેન્જ આઈ.જી., કલેકટર, ત્રણ જિલ્લાના પોલીસવડા સહિત 1200થી વધુ પોલીસ કાફલો બંદોબસ્ત માટે તૈનાત કરાયો

“તકેદારીના ભાગરૂપે 144ની કલમ લગાડાયા સાથે 135 લોકોને ડીટેન કરાયા”

સોમનાથ મંદિર પાસે સરકારી જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ગઈકાલે રાતથી જ પોલીસ અને વહીવટી તંત્રએ ઈતિહાસનું સૌથી મોટુ ડિમોલીશન કર્યુ હતું. જેમાં 15 હેકટર સરકારી જમીમનમાં ખડકાયેલા 9 કલસ્ટરમાં આવેલ મસ્જીદો તથા 45 પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતાં. આ ડિમોલીશનની કામગીરી માટે અને દબાણકારોએ પોતાના માલ સામાનોને સ્થળાંતરીત કરવા માટે 15 ટ્રેકટર તેમજ ડિમોલીશન માટે 58 જેસીબી, 4 હિટાચી, બે હાઈડ્રોલીક, 5 ડમ્પર, બે એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઈટરોને તૈનાત રાખવામાં આવ્યા હતાં.


દબાણ દૂર કરવાની કામગીરી પૂર્વે કલેકટર દ્વારા તકેદારીના ભાગરૂપે 144ની કલમ લગાડવામાં આવી હતી. તેમજ આ મેગા ડિમોલીશન સમયે જિલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજા, રેન્જ આઈ.જી.નિલેશ જાંજડીયા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોરબંદર પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ બે સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ, 24 એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સાથે 4 ડીવાયએસપી, 12 પીઆઈ, 24 પીએસઆઈ અને એસઆરપીના 177 જવાનો ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર પોલીસના 1200 જેટલા જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતાં.

સવારે 35 કલાકથી શરૂ થયેલી આ ડિમોલીશનની કામગીરી પૂર્વે 144 ની કલમ લગાડવામાં આવી હોય ત્યારે દબાણ દૂર કરવા સમયે તંગદિલી અને અસમંજસના વાતાવરણ વચ્ચે 135 લોકોને ડીટેઈન કરવામાં આવ્યા હતાં.
સોમનાથ મંદિર પાસે સર્કીટહાઉસ પાસેની આ સરકારી જમીન નંબર 1851 અને 1852 પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા મસ્જીદો તેમજ 45 પાકા મકાનો દૂર કરીને આ 60 કરોડની કિંમતની 15 હેકટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીક છેલ્લા ઘણા વર્ષોથી ખડકાયેલા ત્રણ ધાર્મિક સ્થાનોનું ડિમોલીશન કરવા માટેની મંજુરી સરકાર પાસેથી મેળવવામાં આવ્યા બાદ સોમનાથમાં ઈતિહાસનું સૌથી મોટુ આ ડિમોલીશન શરૂ થયું તે પૂર્વે રાત્રિના જ સમગ્ર સોમનાથમાં ભારે તંગદિલી અને અજંપા ભરી સ્થિતિ જોવા મળી હત.ી પોલીસે અને કલેકટર તંત્રએ તકેદારીના ભાગરૂપે ડિમોલીશન સ્થળ આસપાસ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.


સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલથી વાહનોની અવરજવર ઉપર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેના પગલે તંગદિલી અને અસમંજસ અને ઉત્તેજનાનો માહોલ ઉભો થયો હતો.ગત રાતથી શરૂ થયેલા આ ડિમોલીશનમાં સોમનાથ મંદિર આસપાસના મસ્જિદ સહિત 45 મકાનો સહિતના ગેરકાયદેસર ધર્મસ્થાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા હતાં. ભારે તંગદિલી વચ્ચે આ ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

Continue Reading

ગુજરાત

વીરવામાં 13 કારખાનાઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

Published

on

By



લોધિકા તાલુકાના વીરવા ગામે મામલતદાર અને તેમની ટીમે ગઇકાલે શુક્રવારે અંદાજે રૂપિયા 5 કરોડની સરકારી જમીન પરથી દબાણ દૂર કરાવ્યું હતું. લોધિકા તાલુકાના વિરવા ગામના વિરવાથી પાળ જવાના રસ્તે સરકારી ખરાબાની જમીન રેવન્યુ સ.નં. 71ની જમીન આશરે 4000 ચો.મી.માં જુદી-જુદી કુલ – 13 ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અનઅધિકૃત દબાણ કરાયું હતું. જેથી લોધિકા મામલતદાર રાજેશ ભાડ દ્વારા નોટીસ બજવણી કરી સરકારી જમીન પરનો અનઅધિકૃત કબ્જો દિન-5 માં ખુલ્લો કરવા જણાવ્યું હતું. જેથી વિરવા ગામે આશરે પ કરોડની કિંમતની આશરે 4000 ચો.મી. જેટલી સરકારી જમીન સ.નં. 71 પરનું દબાણ તા.27 સપ્ટેમ્બરના રોજ મામલતદાર લોધીકા અને ટીમ દ્વારા દુર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં સરકારી જમીનોમાં થતા દબાણ દૂર કરવા વહીવટી તંત્ર કટિબદ્ધ છે ત્યારે લોધિકાના વીરવા ગામે મામલતદાર અને તેમની ટીમે અંદાજે રૂપિયા પાંચ કરોડની જમીન પરથી દબાણ દૂર કરાવ્યું હતું.


અત્રેએ ઉલ્લેખનીય છે કે, લોધિકા અને કોટડાસાંગાણી તાલુકામાં અનેક મોટા કારખાનેદારોએ કારખાનાને લાગુ સરકારી ખરાબા દબાવી પાકા શેડ ખડકી લીધા છે અને વર્ષોથી આવા દબાણો ઉભા છે. કેટલાક કારખાનેદારોએ પાકા રોડ બનાવી લીધા છે તો કેટલાકે મજુરોની કોલોનીઓ બનાવી છે. આ સિવાય ભૂમાફીયાઓએ પણ સરકારી જમીનોમાં મોટા પાયે દબાણો કરી ઓરડીઓ ખડકી દીધી છે અને મકાનો ભાડે આપવાના ગોરખ ધંધા કરી રહ્યા છે.

Continue Reading
ગુજરાત5 mins ago

દ્વારકા જગતમંદિર આસપાસના દબાણો હટાવાયા

ગુજરાત9 mins ago

સોમનાથ મંદિર આસપાસ મસ્જિદો-45 મકાનોનું મેગા ડિમોલિશન

ગુજરાત12 mins ago

વીરવામાં 13 કારખાનાઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

ગુજરાત17 mins ago

રાજય સરકાર અને ધોળકિયાની કંપની સ્કીલ યુનિવર્સિટી બનાવશે

ગુજરાત22 mins ago

વરસાદના નવા રાઉન્ડથી ગુજરાતના 113 ડેમ સંપૂર્ણ ભરાયા, 158 હાઇએલર્ટ

ગુજરાત35 mins ago

કમિશન વધારવા મુદ્દે સસ્તા અનાજના વેપારીઓ ફરી લડતના માર્ગે, ઓક્ટોબરથી પરમિટ બંધ

ગુજરાત1 hour ago

નવરાત્રીમાં હોટલ-ગેસ્ટ હાઉસોનું સતત ચેકિંગ, ભાંગફોડિયાઓ ઉપર વોચ

ગુજરાત1 hour ago

રમો…રમો…પરોઢિયા સુધી ગરબે ઘુમો

ગુજરાત2 hours ago

નવરાત્રીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખેલૈયાઓ 12 વાગ્યા બાદ પણ રમી શકશે ગરબા

રાષ્ટ્રીય3 hours ago

TATA ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા, જુઓ VIDEO

ક્રાઇમ1 day ago

કેરળમાં લૂંટારાઓની દહેશત!! વેપારીની કારને આંતરી 2.5 કિલો સોનાની લૂંટ ચલાવી, જુઓ VIDEO

ગુજરાત6 hours ago

સોમનાથના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન: ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા બુલડોઝર, પોલીસનો કાફલો તૈનાત

ગુજરાત2 hours ago

નવરાત્રીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખેલૈયાઓ 12 વાગ્યા બાદ પણ રમી શકશે ગરબા

કચ્છ2 days ago

કચ્છથી રાજકોટ હથિયાર વેચવા આવેલો શખ્સ પિસ્તોલ અને તમંચા સાથે પકડાયો

ગુજરાત22 hours ago

જુનાગઢમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ધોધમાર વરસાદ વરસતાં સ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયાં

આંતરરાષ્ટ્રીય2 days ago

એલોન મસ્ક ઇટાલિયન પી.એમ. મેલોનીને ‘મસ્કા’મારતા ઇલુ…ઇલુની અફવા ઉડી

આંતરરાષ્ટ્રીય2 days ago

ભારતીયોને તાકીદે લેબેનોન છોડી દેવા સરકારની સૂચના

ગુજરાત23 hours ago

મારે ચીફ ફાયર ઓફિસર નથી બનવું, અમિત દવેનો કમિશનરને પત્ર

ગુજરાત1 day ago

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ!! છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી આ જીલ્લામાં ખાબક્યો વરસાદ

ગુજરાત23 hours ago

સૌ.યુનિને મળશે કાયમી કુલપતિ: ફાઇલ મુખ્યમંત્રી પાસે પહોંચી

Trending