ભાવનગર જિલ્લાના તળાજા ના દિનદયાળ નગર ખાતે રહેતા બે લબર મુછીયા યુવાનો સવારના બાઈક પર સવાર થઈ પાલીતાણા બગીના કામ હોય જવા રવાના થયાહતા. કુંઢેલી પાસે પહોંચતા આગળ જતા ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવાર યુવાન ને હેડ ઈંજરી થતા સ્થળપરજ મૃત્યુ નિપજેલ.સાથી સવાર મિત્રને આંખ ના ભાગે ઇજા થઇ હતી.ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો વાહન લઈ ને.
દિન દયાળ નગર વિસ્તારમાં રહેતા આર્થિક રીતે સાધારણ પરિવાર ના યુવાન મિત્રો અરમાન રમઝાનભાઈ સોલંકી અને સેજાન સાદીકભાઈ ચૌહાણ પાલીતાણા જવા માટે સવારે 6 વાગ્યા ના અરસામાં રવાના થયાહતા.બાઈક નં.જીજે 04-ડીજે-2467 લઈ કુંઢેલી નજીક થી પસાર થતા હતા ત્યારે આગળ જતા ડમ્પર ની પાછળ ની બાજુએ અકસ્માત થતા બાઈક ચાલક અરમાન રમઝાનભાઈ સોલંકી નું સ્થળ પર જ હેડ ઈંજરીના કારણે મોત નીપજ્યું હતું.સાથી સવાર મિત્ર સેજાન ચૌહાણ ને આંખના ભાગે ઇજા થતાં ભાવનગર વધુ સારવાર અર્થે જવું પડ્યું હતું.
અકસ્માતે નવ લોહિયા યુવાન નું મૃત્યુ થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.સેવાભાવી અને સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.મિત્ર ને ગુમાવનાર ઇજાગ્રસ્ત સેજાન ચૌહાણ એ અકસ્માતને લઈ જણાવ્યું હતુ કે કશું દેખાયું જ નહીં.સીધો અકસ્માત થયો એજ ખબર પડી. ઉલ્લેખનીય છેકે એક મિત્ર વહેલી સવારે જાગ્યો નહિ નહિતર ત્રણેય સાથે જવાના હતા તેમ ઇજાગ્રસ્ત યુવકના પરિવાર જનોએ જણાવ્યું હતુ.
