શિવાજીનગરમાં યુવાને પોતાની જાતે હાથમાં બ્લેડના કાપા માર્યા

મહાત્મા ગાંધી પ્લોટમાં યુવતીએ ફિનાઈલ પી લેતા તબિયત લથડી શહેરમાં દૂધસાગર રોડ ઉપર આવેલ શિવાજીનગરમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાની જાતે હાથે બ્લેડ વડે…

મહાત્મા ગાંધી પ્લોટમાં યુવતીએ ફિનાઈલ પી લેતા તબિયત લથડી

શહેરમાં દૂધસાગર રોડ ઉપર આવેલ શિવાજીનગરમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાની જાતે હાથે બ્લેડ વડે કાપા મારી લીધા હતાં. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવાામં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દૂધસાગર રોડ ઉપર આવેલ શિવાજી નગરમાં રહેતા કિશન વાલજીભાઈ રાઠોડ નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્યકારણસર પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતાં. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં પારેવડી ચોક પાસે આવેલ મહાત્માગાંધી પ્લોટમાં રહેતી કોમલબેન પ્રવિણભાઈ મકવાણા નામની 28 વર્ષની યુવતિ પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના સમયે ફિનાઈલ પી લીધું હતું. યુવતિની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *