ગુજરાત
સિહોરના આંબ્લામાં સગાઇ બાબતે થયેલી હત્યાના આરોપીને આજીવન કેદ
અન્ય બે આરોપીને સાત અને એકને ત્રણ વર્ષની સજા ફટકારાઇ
ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે અઢી વર્ષ પુર્વે દિકરા અને દિકરીના વેવિશાળ બાબતે બે પરિવારો વચ્ચે થયેલ લડાઈ ઝઘડો અને મારામારીનો બનાવ હત્યામાં પરીણમ્યો હતો જેમા હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે કેશ ચાલી જતા ભાવનગર ના ડીસ્ટ્રીક્ટ જજે ગુનો સાબીત માની આરોપીને આજીવન કેદની સજા અદાલતે ફટકારી હતી.
જ્યારે આજ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને 7 વર્ષની કેદની સજા અદાલતે ફટકારી હતી જ્યારે સામા પક્ષે નોંધાયેલ કેસ માં સંડોવાયેલા આરોપીઓને 3 વર્ષની કેદની સજા અદાલતે ફટકારી હતી.આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના ફરીયાદી ગત તા. 23/2/2022 ના રોજ સોનગઢ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે ફરીયાદી કુટુંબી ભાઈ અશ્વીનભાઈ ને પ્રેમ સંબંધ હોય અને તેની સગાઇ અન્ય સાથે થઈ જતા આ કામના મરણજનાર અશ્વીનભાઈ દિલીપભાઈ વાઘેલા ઉ.વ.ર0 ને આ કામના આરોપી નં. 1 કિશનભાઈ પ્રવિણભાઈ ચૌહાણ ઉ.વ.23, રહે. આંબલા ગામ ખારડી તા.શિહોર જીલ્લો ભાવનગર તથા આરોપી નં. 2 વીમલભાઈ મુકેશભાઈ ચૌહાણ ઉ.વ.21 રહે. આબલા ની સાથે ફોનમાં મીનાની સગાઈ શું કામ કરેલ છે !
તેની સાથે મારે લગ્ન કરવાના છે, તેવુ કહેતા બંન્ને વચ્ચે ફોનમાં બોલાચાલી થતા તેના સમાધાન માટે ફરીયાદી તથા મરણ જનાર આંબલા ગામે આવતા આ બનાવ બનેલ જેમાં આરોપીઓ (1) કિશનભાઈ ચૌહાણ (2) વિમલભાઈ ચૌહાણ (3) મુકેશભાઈ ચૌહાણ સહીતનાઓએ એક સંપ કરી જીવલેણ હથીયારો વડે હુમલો કરતા ગંભીર રીતે ધવાયેલા અશ્વીનભાઈ નું સારવાર દરમ્યાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો.આ બનાવની ગત તા. 23/2/2022 ના રોજ સોનગઢ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ (1) કિશનભાઈ ચૌહાણ (2) વીમલભાઈ ચૌહાણ (3) મુકેશભાઈ ચૌહાણ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો આ અંગેનો કેશ બાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એચ.એસ. મુલીયાની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોષીની દલીલો, આધારો, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી કિશનભાઈ પ્રવિણભાઈ ચૌહાણ સામે આઈ.પી.સી. કલમ 302 અન્વયે આઝીવન કેદ તથા 10,000/- રૂૂા. નો દંડ સજા અદાલતે ફટકારી હતી.
તથા આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ મુકેશભાઈ વાઘજીભાઈ ચૌહાણ તથા વિમલભાઈ મુકેશભાઈ ચૌહાણ આઈ.પી.સી. કલમ 326 અન્વયે 7 વર્ષની કેદ અને રૂૂા. 5000/- દંડ અને આઈ.પી.સી. કલમ 323 તથા 504 અન્વયે 1 વર્ષની કેદ અને 1000 રૂૂા. નો દંડ સજા અદાલતે ફટકારી હતી જ્યારે સામાપક્ષે ઇજા પામનાર ફરીયાદી મુકેશભાઈ વાઘજીભાઈ ચૌહાણ એ આરોપી (1) યોગેશભાઈ દિલીપભાઈ વાઘેલા (2) અશ્વીનભાઈ દિલીપભાઈ વાઘેલા મરણ જનાર સામે ઇજા પહોંચાડવા બદલ ફરીયાદ આપેલ જે બાબતેનો કેસ કમીટ થયા બાદ સેશન્સ જજ એચ.એસ. મુલીાયાની કોર્ટમાં ચાલી જતા આરોપી યોગેશભાઈ દિલીપભાઈ વાઘેલાને તકસીરવાન ઠરાવેલ છે. યોગેશ દિલીપભાઈ વાઘેલાને આઈ.પી.સી. કલમ 324 અન્વયે 3 વર્ષની સજા અને જી.પી.એક્ટ ની કલમ-135 અન્વયે 6 માસની સજા ફરમાવેલ જેમાં એ.પી.પી.મીતેષભાઇ એચ. મહેતા હાજર થયેલ હતા.
ગુજરાત
પીએમના કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેકથી પીએસઆઈનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સવારે વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાયેલ એકતા પરેડના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં રહેલા એક પીએસઆઈનું હાર્ટ એટેકથી અવસાન થતાં પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા છેલ્લા બે દિવસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની મૂર્તિ પાસે ફરજ પર હતા. તે દરમિયાન રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ હાર્ટએટેક આવ્યો હતો. જેઓને તાત્કાલિક નવનિર્મિત ટ્રોમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
કચ્છ
PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
ક્રાઇમ
હોટલ સંચાલક ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ભુપેન્દ્ર રોડ પર પાર્કવ્યુ હોટલ સંચાલક પાસે ગેરકાયદે નાણા કઢાવવા હવાલો લઈ હુમલો કરી છરી થી ઈજા પહોંચાડતા ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા દિનેશ મુછડી તથા રમેશ બોરીચાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ છે.વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને રજપૂત કરવામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયાએ દિનેશ ઉર્ફે મુછડી રતિભાઈ ચાવલા અને રમેશ જીવાભાઇ સબાળ નામના અશોકસોએ રસ્તામાં આંતરિક લોખંડના પાઇપથી માર માર્યા અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં દિનેશ ઉર્ફે મુછડી રતીભાઈ ચાવડા તથા રમેશ જીવાભાઈ સબાળ પફુલ ગોસ્વામી પાસે રૂૂા.35 લાખ માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂૂા.71 લાખ બળજબરી થી ખુનની કોશીસ કરેલ હોવાનુ જણાવ્યું હતું બાદ તપાસ પૂર્ણ થતા બંને શખ્સોને જેલવાલે કરવામાં આવ્યા હતા હાલ જેલ વાલે રહેલા બંને શખ્સોએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી તે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બંને આરોપીઓના જામીન નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.ઉપરોક્ત કામમાં મુળ ફરીયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી,રિપલ ગેવરીયા, પાર્થ સંધાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા પુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે એ.જી.ઝાલા રોકાયેલ હતા.