ગુજરાત
OPS સહિતના પ્રશ્ર્નોનું દિવાળી પહેલાં નિરાકરણ લાવવા શિક્ષકો સરકારને ઘેરશે
અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં રણનિતી ઘડાઇ
અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘની ગુજરાત રાજયની કારોબારી બેઠક અને સાધારણ સભા આણંદના બાકરોલમાં આવેલ બીએપીએસ સ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં હાજર રાજયના 450થી વધુ પદાધિકારીઓમાં સુરેન્દ્રનગરના હોદ્દેદારો પણ જોડાયા હતા. આ કારોબારી બેઠકમાં આગામી સમયમાં પડતર પ્રશ્નો અંગે સીએમને રજૂઆત કરવા રણનીતિ બનાવાઈ છે.
આણંદના બાકરોલ ખાતે અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘની ગુજરાતની કારોબારી બેઠક અને સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગરના ભરતસીંહ ચાવડા, રણછોડભાઈ કટારીયા, દશરથસીંહ અસવાર, જીગ્નેશભાઈ આલ, પીનાકીનભાઈ પટેલ, હીતેશભાઈ કણઝરીયા, મીતરાજસીંહ પરમાર, જીજ્ઞેશભાઈ જોષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સદસ્યતા અભિયાન, મારી શાળા મારૂૂ તીર્થ, પ્રાચાર્ય સંવાદ સહિતના સંગઠ્ઠનાત્મક કાર્યક્રમો બાબતે ચર્ચા થઈ હતી.
જયારે વર્ષ 2005 પહેલાંના શિક્ષકોને ઓપીએસ બાબતને અમલમાં લાવવા ઠરાવ બહાર પાડવા, બદલી કેમ્પ યોજવા, બદલી થયેલા શિક્ષકોને છુટા કરવા, વાહન ભથ્થુ આપવા અને 2005 પછી નોકરીએ લાગેલા શિક્ષકોને ઓપીએસ યોજના માટેની રણનીતિ બનાવાઈ હતી.
આ ઉપરાંત 25 લાખનો કેશલેસ મેડીકલેઈમ, કોન્ટ્રાકટ તથા ફીકસ પગાર પ્રથા નાબુદ કરવા, ફાજલનું કાયમી રક્ષણ, ઓનલાઈન કામગીરીનું વધતુ ભારણ દુર કરવા, કેન્દ્ર સરકાર મુજબ મોંઘવારી ભથ્થુ દિવાળી પહેલા જાહેર કરવા સહિતની બાબતે સીએમને રજુઆત કરવા આયોજન કરાયુ હતુ.
ગુજરાત
પીએમના કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેકથી પીએસઆઈનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સવારે વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાયેલ એકતા પરેડના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં રહેલા એક પીએસઆઈનું હાર્ટ એટેકથી અવસાન થતાં પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા છેલ્લા બે દિવસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની મૂર્તિ પાસે ફરજ પર હતા. તે દરમિયાન રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ હાર્ટએટેક આવ્યો હતો. જેઓને તાત્કાલિક નવનિર્મિત ટ્રોમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
કચ્છ
PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
ક્રાઇમ
હોટલ સંચાલક ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ભુપેન્દ્ર રોડ પર પાર્કવ્યુ હોટલ સંચાલક પાસે ગેરકાયદે નાણા કઢાવવા હવાલો લઈ હુમલો કરી છરી થી ઈજા પહોંચાડતા ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા દિનેશ મુછડી તથા રમેશ બોરીચાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ છે.વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને રજપૂત કરવામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયાએ દિનેશ ઉર્ફે મુછડી રતિભાઈ ચાવલા અને રમેશ જીવાભાઇ સબાળ નામના અશોકસોએ રસ્તામાં આંતરિક લોખંડના પાઇપથી માર માર્યા અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં દિનેશ ઉર્ફે મુછડી રતીભાઈ ચાવડા તથા રમેશ જીવાભાઈ સબાળ પફુલ ગોસ્વામી પાસે રૂૂા.35 લાખ માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂૂા.71 લાખ બળજબરી થી ખુનની કોશીસ કરેલ હોવાનુ જણાવ્યું હતું બાદ તપાસ પૂર્ણ થતા બંને શખ્સોને જેલવાલે કરવામાં આવ્યા હતા હાલ જેલ વાલે રહેલા બંને શખ્સોએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી તે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બંને આરોપીઓના જામીન નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.ઉપરોક્ત કામમાં મુળ ફરીયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી,રિપલ ગેવરીયા, પાર્થ સંધાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા પુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે એ.જી.ઝાલા રોકાયેલ હતા.